GSTV

1.4M Followers

BIG NEWS : દેશને મળી પ્રથમ કોરોના વેક્સિન, સીરમની કોવિશીલ્ડ રસીને મોદી સરકારે આપી મંજૂરી

01 Jan 2021.5:37 PM

કોરોનાના હાહાકાર વચ્ચે દેશને પ્રથમ કોરોના વેક્સિન મળી હોવાના સૌથી મોટા સમાચાર બહાર આવ્યા છે. સીરમની કોવિશીલ્ડ રસીને મોદી સરકારે આજે મંજૂરી આપી દીધી છે. ભારત માટે આજે આ સૌથી મોટા સમાચાર છે. દેશમાં કોરોનાના કેસો 1 કરોડને પાર કરી ગયા છે ત્યારે ભારતીયો માટે નવા વર્ષના પ્રથમ દિવસે સૌથી મોટી ભેટ મળી છે.

ઓક્સફોર્ડ એસ્ટ્રેજેનિકાની કોરોના વેક્સિન કોવિશિલ્ડને ઈમરજન્સી એપ્રૂવલને મંજૂરી મળી ગઈ છે. સીરમ ઈન્સ્ટીટ્યૂટ દ્વારા બનાવાઈ રહેલી કોવિશીલ્ડ વેક્સિનના આપતકાલિન વેક્સનીને મંજૂરી આપી છે. કેબિનેટમાં ફાઈઝર, ભારત બાયોટેક અને સીરમ ઈન્સ્ટીટ્યૂટ એમ ત્રણેએ એક પછી એક પોતાનું પ્રેઝન્ટેશન આપ્યું હતું, આ બેઠકમાં ઝાયડસ કેડિલા પણ શામેલ હતી.

કોરોના વેક્સીનને લઈને વિષય નિષ્ણાંત સમિતિની આજે કોરોના રસીને લઈને મહત્વપૂર્ણ બેઠક મળી હતી. જેમાં ઓક્સફર્ડ એસ્ટ્રાઝેનેકાની કોરોના રસી કોવિશિલ્ડને તાત્કાલિક મંજૂરી આપી દેવામાં આવી છે. ત્યારબાદ સીરમ સંસ્થા દ્વારા બનાવવામાં આવતી કોવિશિલ્ડ રસીના કટોકટી ઉપયોગને મંજૂરી આપવામાં આવી હતી. માહિતી પ્રમાણે, આ બેઠકમાં ફાઈઝર, ભારત બાયોટેક અને સીરમ ઇન્સ્ટિટ્યૂટ ત્રણેયને એક બાદ એક પોતાની રજૂઆતો કરવાની હતી. આ બેઠકમં ઝાયડસ કેડિલા પણ સામલ થઈ હતી.

ભારતમાં કોરોના વાયરસનાં નવા ખતરનાક સ્ટ્રેન હવે ભારતમાં પણ તેજ ગતિથી ફેલાઇ રહ્યો છે, આરોગ્ય મંત્રાલય દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ ભારતમાં કોરોના વાયરસનાં નવા પ્રકારનાં વધુ 4 કેસ મળ્યા છે, ત્યાર બાદ દેશમાં આ દર્દીઓની કુલ સંખ્યા 29 પર પહોંચી ગઇ છે.

દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોના સંક્રમણનાં લગભગ 20 હજાર નવા કેસ આવ્યા છે. જો કે રાહતનાં સમાચાર છે કે આ દરમિયાન કોરોનાને માત કરનારાની સંખ્યા 23 હજારથી પણ વધુ છે, હાલ દેશમાં કુલ સંક્રમિતોની સંખ્યા 2 કરોડ 2 લાખ 86 હજારથી પણ વધુ થઇ ગઇ છે.

આ દરમિયાન દેશમાં કોરોનાથી સાજા થનારા દર્દીઓનીની સંખ્યા 98.83 લાખ જ્યારે રિકવરી રેટ વધીને 96.०8 ટકા થઇ ગયો છે, એક્ટિવ કેસોની સંખ્યા 3402 ઘટીને 2.54 લાખ રહ્યા અને તેનો દર 2.47 ટકા રહ્યો છે, આ સમયગાળામાં 256 દર્દીઓનું મોત થતા મૃત્યુઆંક વધીને 148994 થઇ ગયો જ્યારે મૃત્યુદર હજુ પણ 1.45 ટકા છે.

જણાવી દઈએ કે કમિટીની બે બેઠકો થઈ ચૂકી છે. જેમાં વેક્સિન કંપનીઓ પાસેથી કેટલીક જાણકારી મગાઈ છે. એવી આશા રખાઈ રહી છે કે આ બેઠકમાંથી સારા સમરાચાર આવી રહ્યા છે. ભારતે કોરોનાને હરાવવા માટે પૂરતી તૈયારી કરી લીધી છે. દેશમાં 2 જાન્યુઆરીથી દેશના દરેક રાજ્યમાં કોરોના વેક્સિનની ડ્રાઈ રન કરવામાં આવશે. આની તૈયારીઓનેલઈને કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડો. હર્ષવર્ધનની આગેવાનીમાં એક બેઠક મળી છે. આ પહેલા પંજાબ, આસામ, ગુજરાત અને આંધ્રપ્રદેશમાં ડ્રાય રન કરાયો હતો. જેના ખૂબજ સારા અસરકારક પરિણામો મળ્યા છે.

દુનિયાની સૌથી મોટી વેક્સીન ઉત્પાદક કંપની સીરમ ઈંસ્ટિટ્યૂટની વેક્સીન કોવિશીલ્ડને ભારતમાં ઈમરજન્સી વપરાશની મંજૂરી આપવી દેવામાં આવી છે. આ પર નિર્ણય ડ્રગ કંટ્રોલર ઓફ ઈંડિયા દ્વારા બનાવવામાં આવેલ વિશેષ પેનલે લીધો છે. બ્રિટેનમાં આ વેક્સીને ઈમરજન્સી વપરાશી મંજૂરી મળ્યા બાદ માનવામાં આવી રહ્યુ હતુ કે, ભારતમાં પણ તેની મંજૂરી આપવામાં આવી શકે છે. સીરમ ઈંસ્ટિટ્યૂટ ઓક્સફોર્ડની વેક્સીનમાં પાર્ટનર છે અને દેશમાં આ વેક્સીનને કોવિશીલ્ડના નામથી વહેંચવામાં આવશે.

Disclaimer

Disclaimer

This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt Publisher: GSTV

#Hashtags