GSTV

1.4M Followers

મકર સંક્રાંતિઃ જાણો દાનપુણ્યનો મહાયોગનો સમય, આ વસ્તુઓનું દાન કરવાથી બદલાઈ જશે તમારું ભાગ્ય

14 Jan 2021.07:37 AM

મકરસંક્રાંતિ એવો તહેવાર છે. આદિવસે કરેલું કામ અનંત ગણું ફળ આપે છે. વર્ષમાં આ એક એવો તહેવાર છે જે દિવસે કરેલું દાન અનેકગણું મળે છે. મકરસંક્રાંતિને દાનપુણ્યનો દિવસ કહેવાય છે. મકર સંક્રાંતિ દાન,પુણ્ય અને દેવતાઓનો દિવસ કહેવામાં આવે છે. મકરસંક્રાંતિને ખીચડી પણ કહેવામાં આવે છે. પૌરાણિક માન્યતા મુજબ આ દિવસે સુર્યદેવ પોતાના પુત્ર શનિના ઘરે જાય છે. મકરસંક્રાંતિથી જ ઋતુ પરિવર્તન પણ થવા લાગે છે. મકરસંક્રાંતિ પછીથી શિયાળાની વિદાય ગણવામાં આવે છે અને વસંત ઋતુની શરૂઆત થાય છે. આ વર્ષએ મકરસંક્રાંતિ પર વિશેષ યોગ બન્યો છે. સૂર્ય સાથે અન્ય પાંચ ગ્રહો(સૂર્ય, શનિ, બૃહસ્પતિ, બુધ અને ચંદ્રમા) મકર રાશિમાં વિરાજમાન રહેશે.

મહાપુણ્યકાળ 8.30થી 10.15 સુધી હશે

મકરસંક્રાતિ 8.30 કલાકથી શરૂઆત થાય છે. જ્યોતિષ મુજબ આ બહુ શુભ સમય માનવામાં આવે છે. તમામ શુભ કાર્યોની શરૂઆત આ સંક્રાંતિ પછીથી જ થાયછે. આ પુણ્યકાળ મૂહૂર્ત સવારે 8.30થી લઈને સાંજે 5.46 સુધી રહેશે. મહાપુણ્યકાળ 8.30થી 10.15 સુધી હશએ. સ્નાન અને દાનદક્ષિણા જેવા કાર્યો આ સમયગાળામાં કરવા જોઈએ.

મકરસંક્રાંતિ પર શું કરશો

આ દિવસે સવારે સ્નાન કરી લોટામાં લાલ ફૂલ અને ચોખા નાંખી સૂર્યને અર્ઘ્ય આપો. સૂર્યના બીજ મંત્રનો જાપ કરો. શ્રીમદ ભાગવત મુજબ એક અધ્યાય ગીતાનો પાઠ કરો. નવા અન્ન, વસ્ત્ર, તલ અને ઘીનું દાન કરો. ભોજનમાં નવી ખીચડી બનાવી. ભોજન ભગવાનને સમર્પિત કરી પ્રસાદ રૂપમાં ગ્રહણ કરો. સંધ્યાકાળે અન્નનું સેવન ન કરો. આ દિવસે કોઈ ગરીબ વ્યક્તિને વાસણ સહિત તિલનું દાન કરવાથી શનિથી જોડાયેલી પિડાથી મુક્તિ મળે છે.

મકર સંક્રાતિના દિવસે તલ, ગોળ અને ખિચડીનું દાન કરવાથી ભાગ્ય બદલાય

માન્યતા છે કે મકર સંક્રાતિના દિવસે તલ, ગોળ અને ખિચડીનું દાન કરવાથી ભાગ્ય બદલાય છે. ખુશી અને સમૃદ્ધિના પ્રતિક મકર સંક્રાંતિ દિવસે પુણ્યકાળમાં દાન કરવું, સ્નાન કરવું શુભ માનવામાં આવે છે. શાસ્ત્રોમાં મકર સંક્રાંતિ પર ગંગા સ્નાનનું વિશેષ મહિમા છે. આ દિવસે શનિદેવ માટે પ્રકાશનું દાન કરવું પણ શુભ માનવામાં આવે છે. પંજાબ , યુપી, બિહાર અને તમિલનાડુમાં નવો પાક આ સમયે કાપણી થાય છે. એટલે આ દિવસે ખેડૂતો આભાર દિવસ તરીકે પણ મનાવે છે. આ દિવસે તલ અને ગોળની બનેલી મીઠાઈ વહેંચવામાં આવે છે. આ દિવસે પતંગ ઉડાડવાની પણ પરંપરા છે.

મકર સંક્રાંતિ સૂર્ય અને શનિથી પણ લાભ લેવાનો ખાસ દિવસ આ સમયે મોસમ -

હવામાન પરિવર્તનનો સમય હોય છે. એવામાં તલનો પ્રયોગ વિશેષ થાય છે. સાથે જ મકર સંક્રાંતિ સૂર્ય અને શનિથી પણ લાભ લેવાનો ખાસ દિવસ છે. મકર સંક્રાંતિથી જ સૂર્ય ઉત્તરાયનમાં જાય એ આ સમય દેવતાઓનો દિવસ અને દક્ષિણાયન દેવતાઓની રાત કહેવાય છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

Disclaimer

Disclaimer

This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt Publisher: GSTV

#Hashtags