VTV News

1.2M Followers

આનંદો / ઈન્ક્રીમેન્ટની રાહ જોઈ રહેલા કર્મચારીઓ માટે આવ્યા સારા સમાચાર, હવે વધી જશે તમારી સેલેરી

12 Feb 2021.08:36 AM

કન્ઝ્યૂમર, રિયલ પ્રોજેક્ટ, ફાર્મા અને ટેક્નોલોજીના સેક્ટરમાં કામ કરનારા કર્મચારીઓને મળી શકે છે ઈન્ક્રીમેન્ટમાં મોટો ફાયદો.

  • ઈન્ક્રીમેન્ટની રાહ જોઈ રહેલા કર્મચારીઓ માટે આવ્યા સારા સમાચાર
  • વધી જશે તમારી સેલેરી
  • સેલેરીમાં મોટો વધારો મળવાની આશા

નોકરી કરનારા વર્ગને દર વર્ષે ફેબ્રુઆરી મહિનો આવતાં જ ઈન્ક્રીમેન્ટની આશા રહે છે. આમ તો આ દર વર્ષે મળે છે પણ ગયા વર્ષના કોરોના મહામારીના કરાણે અનેક કંપનીઓ આ વર્ષે ઈન્ક્રીમેન્ટ આપી રહી નથી. જેના કારણે આ વર્ષે આ ખાસ વર્ગમાં સામેલ લોકોને માટે સારા સમાચાર આવ્યા છે.

તેમને મોટું ઈન્ક્રીમેન્ટ મળી શકે છે.

ગયા વર્ષની સરખામણીએ સારું ઈન્ક્રીમેન્ટ

સારી વાત એ છે કે એક કંપનીએ કહ્યું કે આ વર્ષે તે તમારી સેલેરીમાં વધારો કરી શકે છે. વિલિસ ટાવર્સ વાટસને કહ્યું છે કે કંપનીઓ ઈન્ક્રીમેન્ટ આપવાની તૈયારીમાં છે. આ વર્ષે લગભગ 6.4 ટકા વેતન વધારો આપી શકે છે. ગયા વર્ષના કરતા પણ આ વધારો સારો છે.

આશાવાદી બન્યું છે બજાર

વિલિસ ટાવર્સ વાટસન ફર્મે કહ્યું કે ભારતીય કંપનીઓએ ગયા વર્ષે 5.9 ટકાનું ઈન્ક્રીમેન્ટ આપ્યું હતું. આ વર્ષે બજાર આશાવાદી બન્યું છે અને કોરોના મહામારી બાદ રસ્તા પર પરત આવી રહ્યું છે. આ કારણે કંપનીઓ પોતાના કર્મચારીઓને ઈન્ક્રીમેન્ટ આપવાથી પાછી પાની કરશે નહીં.

હાઈ સ્કિલ્ડ ટેલેન્ટને મળશે પ્રાયોરિટી

વિલિસ ટાવર્સ વાટસનના આધારે આ વર્ષે કંપનીઓ સ્કિલ્ડ લોકો પર વધારે રૂપિયા ખર્ચ કરી રહી છે. તેઓએ કહ્યું કે બજાર હજુ પાટા પર આવી રહ્યું છે. આ સમયે કંપનીઓ સામે આ ચેલેન્જ સમાન છે. એવામાં કંપનીઓ જૂના સ્ટાફને સાથે રાખવા ઈચ્છે છે અને આ માટે થોડા રૂપિયા ખર્ચ કરવા માટે તૈયાર છે.

કયા સેક્ટરમાં વધારે ફાયદો થશે અને શેમાં ઓછો

ફર્મના જણાવ્યા અનુસાર હાઈ ટેક્નોલોજી, ફાર્માસ્યૂટિકલ્સ, કન્ઝ્યુમર પ્રોડક્ટ, રિટેલ પ્રોડક્ટમાં વધારો સામાન્યથી વધારે છે. આ ગ્રૂપમાં લગભગ 8 ટકા સુધી ઈન્ક્રીમેન્ટ મળી શકે છે. ફાયનાન્શિયલ સર્વિસ, મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં લગભગ 7 ટકા અને બીપીઓ સેક્ટરમાં 6 ટકા વધારો થઈ શકે છે. એનર્જી સેક્ટરમાં વધારો સૌથી ઓછો એટલે કે 4.6 ટકા થવાની શક્યતા છે.

Disclaimer

Disclaimer

This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt Publisher: VTV Gujarati

#Hashtags