VTV News

1.2M Followers

કમાણી / દર મહિને 10,000 કમાવવા હોય તો SBIની આ સ્કીમ વિશે એકવાર જાણી લો, ટેન્શન વિના થશે જોરદાર કમાણી

16 Feb 2021.12:02 PM

વ્યક્તિ હંમેશા એવી જગ્યાએ રોકાણ કરવા માંગે છે જેમાં તેના નાણાં સુરક્ષિતપણ રહે અને સાથે એક નિશ્ચિત રિટર્ન પણ મળી શકે. ચાલો જાણીએ SBIની વાર્ષિક યોજના વિશે.

  • SBIના ગ્રાહકો માટે સારાં સમાચાર
  • SBI આપી રહી છે તેના ગ્રાહકોને દર મહિને 10,000 કમાવાની તક
  • આ રીતે બેસ્ટ સ્કીમનો ઉઠાવો લાભ

વ્યક્તિ હંમેશા એવી જગ્યાએ રોકાણ કરવા માંગે છે જેમાં તેના નાણાં સુરક્ષિતપણ રહે અને સાથે એક નિશ્ચિત રિટર્ન પણ મળી શકે. પરંતુ ઘણીવખત ખોટી જગ્યાએ રોકાણ કરવાથી લાભને બદલે સમસ્યાઓ ઊભી થઈ જાય છે. એવામાં ખૂબ જ જરૂરી છે કે તમે યોગ્ય જગ્યાએ રોકાણ કરો.

આજે અમે તમને એવી સ્કીમ વિશે જણાવવા જઈ રહ્યાં છીએ જેમાં તમારા પૈસા સુરક્ષિત રહેશે. આ સ્કીમ્સથી તમને નિશ્ચિત સમય બાદ માસિક આવક પ્રાપ્ત થવા લાગશે. અમે તમને SBIની વાર્ષિક યોજના વિશે જણાવી રહ્યા છીએ.

દેશની સૌથી મોટી બેન્ક સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા સુરક્ષિત વિકલ્પોમાંછી એક છે. SBI પોતાના ગ્રાહકોને ફિક્સ્ડ ડિપોઝિટ (FD)થી લઈને પબ્લિક પ્રોવિડન્ટ ફંડ (PPF) સુધીના સેવિંગ્સ ઓપ્શન આપે છે. બેંકની કેટલીક સ્કીમમાં રોકાણ કરી તમે દર મહિને 10 હજાર રૂપિયા સુધી કમાઈ શકો છો.

SBIની એન્યૂટી સ્કીમ

SBIની આ સ્કીમમાં 36, 60, 84 કે 120 મહિનાની અવધિ માટે રોકાણ કરી શકાય છે. તેમાં રોકાણ પર વ્યાજ દર એ જ હશે, જે જૂની અવધિ માટે ટર્મ ડિપોઝિટ માટે હશે. માની લો કે જો તમે પાંચ વર્ષ માટે ફંડ ડિપોઝિટ કર્યું તો પાંચ વર્ષની ફિક્સ્ડ ડિપોઝિટ પર લાગુ થનારા વ્યાજ દર પ્રમાણે વ્યજ મળશે. આ સ્કીમનો ફાયદો તમામ લોકો ઉઠાવી શકે છે.

આ રીતે થશે દર મહિને 10 હજાર રૂપિયાની કમાણી

જો કોઈ રોકાણકાર દર મહિને 10 હજાર રૂપિયાની આવક કરવા માંગે છે તો તેને 5,07,964 રૂપિયા જમા કરવા પડશે. જમા કરવામાં આવેલી રકમ પર તેને 7 ટકાના વ્યાજદરથી રિટર્ન મળશે, જે દર મહિને લગભગ 10 હજાર રૂપિયા છે. જો તમારી પાસે રોકાણ કરવા માટે 5 લાખ રૂપિયા છે અને તમે ભવિષ્યમાં પોતાની આવક વધારવા માંગો છો તો આ તમારા માટે સારો વિકલ્પ છે.

SBIની એન્યૂટી સ્કીમમાં ન્યૂનતમ 1000 રૂપિયા માસિક એન્યૂટી માટે જમા કરાવી શકાય છે. તેમાં મહત્તમ રોકાણની કોઈ મર્યાદા નક્કી નથી કરવામાં આવી. એન્યૂટી પેમેન્ટમાં ગ્રાહક તરફથી જમા રકમ પર નિશ્ચિત સમય બાદ વ્યાજ મળવાનું શરૂ થઈ જાય છે. આ યોજનાઓ ભવિષ્ય માટે ખૂબ સારી છે.

રિકરિંગ ડિપોઝિટ (આરડી) યોજના

સામાન્ય રીતે મધ્યમ વર્ગના લોકો આરડીમાં રોકાણ કરીને તેમના ભવિષ્યને સુરક્ષિત કરે છે. દર મહિને નાની બચત દ્વારા એક નિશ્ચિત રકમ આરડીમાં જમા કરવામાં આવે છે અને મેચ્યોરિટી સમયે ચોક્કસ રકમ વ્યાજ સાથે મળે છે. રિકરિંગ ડિપોઝિટ સામાન્ય લોકોમાં ખૂબ પસંદ આવે છે.

Disclaimer

Disclaimer

This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt Publisher: VTV Gujarati

#Hashtags