સંદેશ

1.5M Followers

ઈન્ડિયન નેવીમાં બમ્પર ભરતી: 10 પાસ પણ કરી શકશે આવેદન, જાણો કેટલો મળશે પગાર

16 Feb 2021.1:53 PM

ઈન્ડિયન નેવી(Indian Navy)માં નોકરી કરવાનું સપનુ જોતા યુવાઓ માટે સારા સમાચાર સામે આવ્યા છે. ભારતીય નૌકાદળમાં ટ્રેડ્સમેન મેટની ભરતી માટેૂ બમ્પર વેકેન્સી(vacancy) બહાર પાડવામાં આવી છે. આ વેકેન્સી અંતર્ગત નેવલ કમાંડ, વેસ્ટર્ન નેવલ કમાન્ડ અને સદર્ન નેવલ કમાન્ડમાં 1159 પદો પર ભરતી માટે આવેદન મંગાવવામાં આવ્યા છે.

મહત્વપૂર્ણ તારીખ

ઓનલાઈન આવેદન કરવાની શરૂઆતની તારીખ- 22 ફેબ્રુઆરી 2021 સવારે 10 વાગ્યાથી
ઓનલાઈન આવેદન કરવાની છેલ્લી તારીખ- 07 માર્ચ 2021 સાંજે 5 વાગ્યા સુધી

પોસ્ટ્સ ડિટેલ્સ

ઈસ્ટર્ન નેવલ કમાન્ડ- 710 પદ
વેસ્ટર્ન નેવલ કમાન્ડ- 324 પદ
સદર્ન નેવલ કમાન્ડ- 125 પદ
કુલ પદ- 1159

આ વેકેન્સી હેઠળ પસંદગી પામેલા ઉમેદવારોને મેટ્રિક્સ લેવલ-1ના આધારે વેતન આપવામાં આવશે.

એટલે કે પસંદગી થયા બાદ ઉમેદવારને 18000 રૂપિયાથી લઈને 56900 રૂપિયા પ્રતિ મહિના સુધીનો પગાર મળશે.

વય મર્યાદા અને શૌક્ષણિક લાયકાત

ટ્રેડ્સમેન મેટના પદો પર ભરતી માટે ઉમેદવાર પાસે કોઈ પણ માન્યતા પ્રાપ્ત બોર્ડથી હાઈસ્કૂલ કે સેકેન્ડ્રી એટલે કે 10 પાસ હોવુ અનિવાર્ય છે. સાથે સંબંધિત ટ્રેડમાં આઈટીઆઈ પ્રમાણપત્ર પ્રાપ્ત કરેલુ હોવુ જોઈએ. ઉમેદવારની ઉંમર 18 વર્ષથી લઈને 25 વર્ષની વચ્ચે હોવી જોઈએ.

આવેદન ફી

સામાન્ય/OBC/EWS વર્ગના ઉમેદવાર માટે- 205 રૂપિયા. SC/ST/PWD/Ex-S અને મહિલા વર્ગની ઉમેદવાર માટે કોઈ આવેદન ફી રાખવામાં આવી નથી. ટ્રેડ્સમેન મેટ(Indian Navy Tradesman Mate)ના પદો પર ઉમેદવારની પસંદગી ઓનલઈન કમ્પ્યૂટર બેસ્ડ પરીક્ષાના આધારે કરવામાં આવશે.

આ વીડિયો પણ જૂઓ: સુરતમાં શ્વાન સાથે અમાનવીય કૃત્ય

Disclaimer

Disclaimer

This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt Publisher: Sandesh

#Hashtags