GSTV

1.3M Followers

બેંક ડૂબી જાય તો પણ તમને મળી શકે છે 65 લાખ રૂપિયા, આ રીતે ઉઠાવો સરકારી નિયમોનો ફાયદો

19 Mar 2021.11:27 AM

બેંકમાં ભલે તમે ગમે તેટલા રૂપિયા જમા કરો, પરંતુ સુરક્ષા ગેરંટી 5 લાખની રકમ પર જ આપવામાં આવે છે. મતલબ કે જો બેંક ડૂબી જાય તો તમને 5 લાખ રૂપિયા સુધીની રકમ મળી શકે છે. પહેલા આ રકમ 1 લાખ રૂપિયા હતી, જે હવે વધારીને 5 લાખ રૂપિયા કરવામાં આવી છે. પરંતુ 5 લાખની સલામત રકમ તમારા માટે સંતોષકારક છે? જવાબ ના જ હશે. કારણ કે કોઈ પણ ખાતાધારક પોતાની પરસેવાની કમાણી ફોગટમાં વ્યર્થ જવા ના દઈ શકે. આવી સ્થિતિમાં, જો તમને સંચિત મૂડીની ગેરંટી જોઈએ છે, તો પછી તમે તમારા નાણાંનો વીમો કરી શકો છો. તેની પદ્ધતિ એકદમ સરળ છે.

બેંકોમાં જમા થયેલ પાંચ લાખ રૂપિયાની રકમ સુરક્ષિત

તાજેતરના બજેટમાં કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમને જાહેરાત કરી હતી કે હવે બેંકોમાં જમા થયેલ પાંચ લાખ રૂપિયાની રકમ સુરક્ષિત છે.

આ રકમ 1 લાખથી વધારીને 5 લાખ કરવામાં આવી હતી. તેને સામાન્ય ભાષામાં ડિપોઝીટ ઈન્સ્યોરન્સ (થાપણ વીમો) કહેવામાં આવે છે, જે વ્યાવસાયિક બેંકમાં જમા કરાયેલી રકમ પર લાગુ પડે છે. હાલમાં, રિઝર્વ બેંકની માર્ગદર્શિકા અનુસાર, તમામ વ્યાપારી અને સહકારી બેંકોમાં ડિપોઝીટ ઈન્સ્યોરન્સ અને ક્રેડિટ ગેરંટી કોઓપરેશન (DICGC) હેઠળ વીમાથી સુરક્ષિત છે. પ્રાઈમરી કોઓપરેટિવ સોસાયટીઓને આ કેટેગરીમાં રાખવામાં આવતી નથી. આ નિયમ કરન્ટ એકાઉન્ટ, સેવિંગ્સ એકાઉન્ટ અને ફિક્સ્ડ ડિપોઝિટ માટે સમાનરૂપે લાગુ પડે છે.

65 લાખ રૂપિયા કેવી રીતે મળશે

આ નિયમનો સીધો અર્થ એ છે કે જો બેંકમાં તમારી ડિપોઝીટ રકમ 5 લાખ રૂપિયા છે, એવા સમયમાં બેંક ડૂબે તો તમને તેટલી જ રકમ મળશે, નહીં કે તેના પર મળતું વ્યાજ. જો મૂળ રકમ અને વ્યાજ 5 લાખ કે તેથી ઓછું હોય તો પૂરેપૂરી રકમ મળી જશે, પરંતુ શું તમે જાણો છો કે તમે ડિપોઝિટ ઇન્સ્યુરન્સને વધારીને 65 લાખ રૂપિયા સુધી કરી શકો છો? મતલબ કે જો બેંક ડૂબી જાય તો પણ તમને 65 લાખ રૂપિયા મળી શકે છે.

કેવી રીતે એફડી ખોલવી

સરળ શબ્દોમાં કહીએ તો, જો તમે તે જ બેંકમાં તમારી પત્ની, ભાઈ અથવા બાળક સાથે સંયુક્ત ખાતામાં ફિક્સ ડિપોઝીટ કરો છો, કોઈ કંપનીના પાર્ટનર તરીકે એફડી ખોલો છો, કોઈ સગીરના વાલી તરીકે એફડી લો છો તો તમામ એફડીની અલગ અલગ અધિકાર અને હેસિયત તરીકે જોવામાં આવશે. આમાં દરેક ખાતા સાથે 5 લાખ રૂપિયાનું વીમા કવચ મળશે. આને ધ્યાનમાં રાખીને, વ્યક્તિએ પોતાનું રોકાણ જુદી જુદી એફડીમાં જમા કરાવવું જોઈએ જેથી એક જ બેંકમાં વધારે ને વધારે ડિપોઝીટ ઈન્સ્યોરન્સ કવર મળી શકે. આ વાત સેબીના રજિસ્ટર્ડ ઈન્વેસ્ટમેન્ટ એડવાઇઝર કર્નલ સંજીવ ગોવિલા (રીટા.) એ જણાવ્યું હતું.

ખાતાધારકની સ્થિતિ અને સત્તાના આધારે, 13 જુદી જુદી એફડી બનાવી શકાય

તમે આને ઉદાહરણથી સમજી શકો છો. એક પરિવારમાં કુલ છ સભ્યો છે, જેમાં એ નામના વ્યક્તિની પત્નીનું નામ બી છે. તેમના પુત્રનું નામ એક્સ અને પુત્રીનું નામ વાય છે. એ જ રીતે, એનાં માતા-પિતા સી અને ડી છે. આ રીતે એ નામનો વ્યક્તિ ઈન્ડિવિઝ્યુઅલ પાર્ટનર કોઈ કંપનીનો ભાગીદાર, સગીર પુત્ર એક્સના વાલી, સગીર પુત્રી વાયના વાલી અને કંપનીના ડિરેક્ટર તરીકે ખાતું ખોલી શકે છે. પતિ-પત્ની એ અને બી પણ સમાન ખાતા ખોલી શકે છે. ખાતાધારકની સ્થિતિ અને સત્તાના આધારે, 13 જુદી જુદી એફડી બનાવી શકાય છે. જો એફડીમાં 5 લાખનો વીમો હોય, તો કુલ વીમા રકમ 65 લાખ રૂપિયા સુધી થઈ શકે છે.

બેંકમાં 10 લાખની એફડી ખોલી શકે

ગોવિલા કહે છે કે જો કોઈ વ્યક્તિ ઇચ્છે તો તે બેંકમાં 10 લાખની એફડી ખોલી શકે છે. આ માટે વ્યક્તિગત રોકાણકાર તરીકે રૂ. 2.5 લાખ, પોતાની પત્ની અને બે બાળકો સાથેરૂપિયા અઢી લાખની સંયુક્ત એફડી, જેમાં પ્રથમ ધારક પોતે હોઈ શકે, તેની પત્ની સાથે અઢી લાખની એફડીમાં પ્રથમ ખાતાધારક પત્નીને રાખી શકે. આ રીતે, તમારી બધી એફડી અલગથી ધ્યાનમાં લેવામાં આવશે અને તમને બધી એફડી પર 5 લાખ રૂપિયાનો વીમો મળશે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

Disclaimer

Disclaimer

This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt Publisher: GSTV

#Hashtags