VTV News

1.2M Followers

ગુજરાત / સરકારી ભરતીની તૈયારી કરતાં વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર, GPSCની પરીક્ષાને લઇને લેવાયો આ નિર્ણય

19 Mar 2021.2:06 PM

સરકારી ભરતીની તૈયારી કરતાં વિદ્યાર્થીઓ માટે સમાચાર સામે આવ્યા છે. GPSC વર્ગ 1, 2ની પરીક્ષા રાબેતા મુજબ જ લેવાશે.

  • સરકારી ભરતીની તૈયારી કરતાં વિદ્યાર્થીઓ માટે સમાચાર
  • GPSC વર્ગ 1, 2ની પરીક્ષા રાબેતા મુજબ જ લેવાશે
  • 21 માર્ચે યોજાનારી છે GPSC વર્ગ 1-2ની પરીક્ષા

કોરોના મહામારી વચ્ચે 21 માર્ચે GPSC વર્ગ 1-2ની પરીક્ષા યોજાશે. 32 જિલ્લાના 838 સેન્ટર પર પરીક્ષાનું આયોજન કરાયું છે. જેમાં કુલ 9005 વર્ગમાં પરીક્ષા યોજાશે. તો કુલ 2.15 લાખ વિદ્યાર્થીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે.

ગુજરાત યુનિવર્સિટીએ તમામ પરીક્ષાઓ કરી મૌકૂફ

રાજ્યમાં કોરોનાના સંક્રમણને લઈ ગુજરાત યુનિવર્સિટીએ તમામ પરીક્ષાઓ મૌકૂફ કરી છે.

શિક્ષણમંત્રીની જાહેરાત બાદ ગુજરાત યુનિવર્સિટીએ પરિપત્ર બહાર પાડ્યો છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે BA, BCoM, BSc, BBA, BCAની પરીક્ષા મૌકૂફ કરી છે. તેમજ BEd, MEd, MLW, BSc FIRE, BSc FADની પરીક્ષા પણ મૌકૂફ રાખવામાં આવી છે. તેમજ આ સાથે ઈન્ટિગ્રેડેટ લૉની સેમેસ્ટર 4, 6 અને 8 ની પરીક્ષા પણ મૌકૂફ રાખવામાં આવી છે. કુલપતીએ તમામ સંલગ્ન કોલેજો માટે આ આદેશ જાહેર કર્યો છે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં આજે પરીક્ષા
તો બીજી તરફ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં આજે વિદ્યાર્થીઓએ ઓફલાઈન જ પરીક્ષા આપવી પડશે. ચાલુ પરીક્ષાનું આજે અંતિમ પેપર છે. વિદ્યાર્થીઓએ પેપર પરીક્ષા કેન્દ્ર પર જઈને જ આપવું પડશે.

Disclaimer

Disclaimer

This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt Publisher: VTV Gujarati

#Hashtags