VTV News

1.2M Followers

નિર્ણય / હવે 4 સપ્તાહ નહીં પરંતુ આટલા સમય બાદ અપાશે કોવિશિલ્ડનો બીજો ડોઝ, જાણો સમગ્ર ગાઇડલાઇન

22 Mar 2021.4:41 PM

દેશમાં એકતરફ કોરોના સંકટ વધી રહ્યું છે તો બીજી તરફ સરકાર દ્વારા યુદ્ધના ધોરણે વેક્સિનેસનની કામગીરી પણ હાથ ધરવામાં આવી છે ત્યારે હવે સરકારે એસ્ટ્રાજેનેકાની વેક્સિનના પહેલા અને બીજા ડોઝ વચ્ચેનું અંતર વધારવાનો નિર્ણય કર્યો છે.

  • કોવિશીલ્ડ વેક્સિન પર કેન્દ્રની ગાઇડલાઇન
  • કેન્દ્ર સરકારે રાજ્યો-UTને લખ્યો પત્ર
  • 28 દિવસના બદલે 8 સપ્તાહે અપાશે બીજો ડોઝ

કેન્દ્ર દ્વારા આપવામાં આવેલ આદેશ પ્રમાણે કોવિશીલ્ડના બંન્ને ડોઝ વચ્ચે હવે ઓછામાં ઓછું 6થી8 મહિનાનું અંતર હોવું જોઇએ.જો કે, હાલ બંન્ને વચ્ચે 28 દિવસનું જ અંતર છે.

કેન્દ્રએ સ્પષ્ટ કર્યું કે, આ નિર્ણય કોવેક્સિન માટે લાગૂ નહીં થાય.

રસીકરણ નિષ્ણાત સમિતિએ લીધો નિર્ણય

કેન્દ્ર સરકારના જણાવ્યા અનુસાર, આ નિર્ણય રાષ્ટ્રીય તકનીકી સલાહકાર જૂથ ઓન ઇમ્યુનાઇઝેશન (NTAGI) અને રસીકરણ નિષ્ણાત જૂથ દ્વારા તાજેતરના સંશોધન બાદ લેવામાં આવ્યો છે, જેનો અમલ રાજ્ય સરકારો કરશે. એવો દાવો કરવામાં આવ્યો છે કે જો રસીનો બીજો ડોઝ 6 થી 8 અઠવાડિયાની વચ્ચે આપવામાં આવે તો તે વધુ અસરકારક સાબિત થશે.

24 કલાકમાં નોઁધાયા 43,846 કેસ

આરોગ્ય મંત્રાલય અનુસાર, છેલ્લા 24 કલાકમાં 43,846 ચેપગ્રસ્ત લોકો મળી આવ્યા છે, જે 115 દિવસમાં સૌથી વધુ છે.આ અગાઉ 26 નવેમ્બરના રોજ એક જ દિવસમાં 43,082 કેસ નોંધાયા હતા. દરમિયાન, કેન્દ્ર સરકારે હરિદ્વારમાં ચાલી રહેલા કુંભમેળા વિશે ચેતવણી આપી છે કે અસરગ્રસ્ત રાજ્યોમાંથી આવતા ભક્તોને કારણે સંક્રમણ ઝડપથી ફેલાઇ શકે છે.

છ રાજ્યોમાંથી જ 83 ટકા કેસ

મંત્રાલય અનુસાર, એક દિવસમાં મળેલા કુલ કેસોમાં મહારાષ્ટ્ર, કેરળ, પંજાબ, કર્ણાટક, ગુજરાત અને મધ્યપ્રદેશનો હિસ્સો 83.14% છે. મહારાષ્ટ્રમાં સૌથી વધુ 30535 નવા કેસ નોંધાયા છે, અને અન્ય રાજ્યોમાં પણ કેસો વધી રહ્યા છે.

મહારાષ્ટ્ર અને મુંબઇમાં કોરોનાનો રેકોર્ડ

કોરોનાએ મહારાષ્ટ્ર અને મુંબઈમાં અત્યાર સુધીના તમામ રેકોર્ડ તોડી નાખ્યાં છે. મહારાષ્ટ્ર આરોગ્ય વિભાગ દ્વારા જારી આંકડા અનુસાર છેલ્લા ચોવીસ કલાકમાં રાજ્યમાં કોરોનાના 30,535 કેસો નોંધાયા છે જે અત્યાર સુધીના સૌથી વધારે છે.

રાજસ્થાન: જયપુર સહિત 8 શહેરોમાં નાઇટ કર્ફ્યુ

રાજસ્થાન સરકારે સોમવારથી જયપુર સહિત 8 શહેરોમાં નાઇટ કર્ફ્યુ જાહેર કર્યો છે. તે જ સમયે, કોવિડ -19 નેગેટિવ રિપોર્ટ અન્ય રાજ્યોથી આવતા લોકો માટે ફરજિયાત બનાવવામાં આવ્યો છે. અધિકારીઓએ રવિવારે જણાવ્યું હતું કે, જયપુર, અજમેર, ભિલવાડા, જોધપુર, કોટા, ઉદેપુર, સાગવાડા (ડુંગરપુર) અને કુશળગઢ (બાંસવાડા) માં સવારે 11 થી સવારે 5 વાગ્યા સુધી કર્ફ્યુ રહેશે. તે જ સમયે, 25 માર્ચથી રાજસ્થાન આવતા પ્રવાસીઓ માટે આરટી-પીસીઆરનો નેગેટિવ રિપોર્ટ ફરજિયાત રહેશે. જો રિપોર્ટ નેગેટિવ નઅહીં આવે,તો તેઓને 15 દિવસ માટે આઇસોલેટ રહેવું પડશે.

Disclaimer

Disclaimer

This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt Publisher: VTV Gujarati

#Hashtags