GSTV

1.3M Followers

અરે વાહ! મોદી સરકાર હોળી ઉજવવા માટે આપી રહી છે 10 હજાર રૂપિયા એડવાન્સ, જાણી લો કેવી રીતે મળશે આ સ્કીમનો ફાયદો

22 Mar 2021.10:52 AM

હોળીના તહેવારને હવે ગણતરીના દિવસો બાકી છે. આ વખતે હોળી માર્ચના અંતમાં છે. આ એવા સમયમાં છે જ્યારે સામાન્ય રીતે સેલરી ક્લાસના લોકોની સેલરી લગભગ પૂરી થઇ ચુકી હોય છે. તેવામાં જો હોળી જેવો પ્રમુખ તહેવાર મહિનાના અંતમાં આવે તો ખર્ચ કરવા માટે આપણે ખિસ્સુ ફંફોસવુ પડે છે.

કેન્દ્ર સરકારે હોળી ઉજવવા માટે ખાસ ઑફરનું એલાન કર્યુ

કેન્દ્રીય કર્મચારીઓ માટે કેન્દ્ર સરકારે હોળી ઉજવવા માટે ખાસ ઑફરનું એલાન કર્યુ છે.

મોદી સરકાર સ્પેશિયલ ફેસ્ટિવલ એડવાંસ સ્કીમ (Special Festival Advance Scheme)નો લાભ આપી રહી છે. આ એટલા માટે ખાસ છે કે સાતમા વેતન આયોગ (7th Pay Commission)માં આ પ્રકારના કોઇ સ્પેશિયલ એડવાંસની કોઇ વ્યવસ્થા ન હતી.

તેની પહેલા છઠ્ઠા વેતન આયોગમાં 4500 રૂપિયા મળતાં હતાં, પરંતુ સરકારે તેને વધારીને 10 હજાર રૂપિયા કરી દીધું છે. એટલે કે કેન્દ્ર સરકારના કર્મચારીઓ હોળી જેવા તહેવારને ઉજવવા માટે એડવાન્સમાં 10 હજાર રૂપિયા લઇ શકે છે. તેના પર કોઇ વ્યાજ નહીં લેવામાં આવશે. આ સ્કીમનો ફાયદો ઉઠાવવા માટે 31 માર્ચ અંતિમ તારીખ છે.

હપ્તામાં રકમ પરત કરવાની સુવિધા

પછીથી કર્મચારી 10 હપ્તામાં તેને પરત કરી શકે છે. એટલે કે 1000 રૂપિયાના માસિક હપ્તા દ્વારા તમે તેની ચુકવણી5 કરી શકો છો. હકીકતમાં, ફાઇનાન્સ મિનિસ્ટર નિર્મલા સીતારમણે તાજેતરમાં જ કહ્યું હતું કે તહેવારો માટે આપવામાં આવી રહેલુ આ એડવાંસ પ્રી લોડેડ હશે. કેન્દ્રીય કર્મચારીઓના એટીએમમાં આ પૈસા પહેલાથી જ રજીસ્ટર હશે, ફક્ત તેને ખર્ચ કરવાના છે.

કોરોના કાળમાં કેન્દ્ર સરકારે જે રીતે કર્મચારીઓના મોંઘવારી ભથ્થાને ફ્રીઝ કરીને મોટો ઝટકો આપ્યો હતો. તેવામાં આ એડવાન્સ રકમ કર્મચારીઓ માટે મોટી રાહત હશે. અને તેઓ હોળી જેવા તહેવારમાં દિલ ખોલીને ખર્ચ કરી શકે છે.

Disclaimer

Disclaimer

This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt Publisher: GSTV

#Hashtags