GSTV

1.4M Followers

સરકારની નવી ગાઈડલાઈન: કોરોના રોકવા માટે ભારત સરકારે જાહેર કર્યા નવા નિયમો, આ તારીખ સુધી લાગૂ રહેશે

23 Mar 2021.5:43 PM

ગૃહમંત્રાલયે કોવિડ-19ને લઈને દિશા-નિર્દેશો જાહેર કર્યા છે. જે 1 એપ્રિલ 2021થી 30 એપ્રિલ સુધી લાગૂ રહેશે. સરકારે જાહેર કરેલા નિર્દેશો મુજબ કેન્દ્રશાસિત પ્રદેશો અને રાજ્યમાં ટેસ્ટ-ટ્રેક-ટ્રીક પ્રોટોકોલ અનાવામાં આવશે.

સરકારના નિર્દેશો મુજબ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશ જ્યાં આરટીપીસીઆર ટેસ્ટની સંખ્યા ઓછી છે. ત્યાં ટેસ્ટ વધારવામાં આવશે. તેને 70 ટકાએ લાવવામાં આવશે. ઉંડા પરીક્ષણ કરતા એ વાત સામે આવી છે કે, નવા પોઝિટીવ કેસને જલ્દીમાં જલ્ગી અને સમયસર સારવાર આપવા માટે આઈસોલેટ કરવાની જરૂરિયાત છે.

અગાઉના માપદંડો ચાલુ રહેશે

સરકારે જાહેર કરેલા દિશા-નિર્દેશો મુજબ કંટેન્ટમેંટ ઝોનની બહાર પેસેન્જર ટ્રેન, વિમાન સેવાઓ, મેટ્રો રેલ સેવાઓ, સ્કૂલ, ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓ, હોટલ, રેસ્ટોરંટ, શોપિંગ મોલ્સ, મલ્ટીપ્લેક્સ, એન્ટરટેઈનેમ્ટ પાર્ક્સ, યોગા સેન્ટર અને જિમ, એક્સીબિશન જેવા કાર્યક્રમ ચાલુ રહેશે.

જેમાં અગાઉ માફક લાગૂ કરેલા માપદંડો પણ જળવાશે.

કેસોની સંખ્યા જોતા કંટેન્ટમેન્ટ ઝોન નક્કી કરાશે

ગૃહમંત્રાલયના નિર્દેશો મુજબ પ્રોટોકોલ અંતર્ગત સંક્રમિત વ્યક્તિના સંપર્કમાં આવેલા લોકોની જલ્દીમાં જલ્દીમાં ટેસ્ટ કરવમાં આવે અને તેમને આઈસોલેટ કરવામાં આવે. સંક્રમિત મામલા પ્રમાણે અને તેમના સંપર્કમાં આવેલા લોકોને ટ્રેસ કર્યા બાદ કંટેન્ટમેન્ટ ઝોન નક્કી કરવામાં આવશે.

જિલ્લા, શહેર અને વોર્ડ લેવલ પર કડકાઈ કરી શકે છે રાજ્ય

મંત્રાલયે કહ્યુ હતું કે, કંટેન્ટમેન્ટ ઝોનમાં નિયમોનું પાલન કરવા માટે સ્થાનિક પ્રશાસન અને પોલીસ જવાબદાર રહેશે. આ ઉપરાંત જવાબદાર અધિકારીઓની જવાબદારી રાજ્ય સરકાર તરફથી નક્કી કરવામાં આવશે. વર્ક પ્લેસ પર જરૂરી નિયમો ન્કી કરવાનો અધિકાર રાજ્યોને આપવામાં આવ્યો છે. માસ્ક, હૈંડ હાઈઝીન, સોશિયલ ડિસ્ટન્સના નિયમોમાં કડકાઈ અને ફાઈન કરવાનો હક રાજ્યોની પાસે રહેશે. આ ઉપરાંત રાજ્યોને જિલ્લા, તાલુકા અને શહેરી વોર્ડમાં કોરોનાથી જોડાયેલા પ્રતિબંધો લાદવાનો અધિકાર આપવામાં આવ્યો છે.

એક-બીજા રાજ્યમાં એન્ટ્રીને માટે કોઈ રોક નથી

કેન્દ્ર સરકારે ભલે ટેસ્ટ, ટ્રેક અને ટ્રીક પોલીસી દ્વારા કોરોના ગાઈડલાઈન્સને સખ્તી સાથે લાગૂ કરવાનો આદેશ આપ્યો હોય, પણ એક બીજા રાજ્યમાં અવરજવર કરવા પર કોઈ પ્રતિબંધો લગાવ્યા નથી. કેન્દ્રએ સ્પષ્ટ કર્યુ છે કે, કોઈ પણ રાજ્યની અંદર કે, પછી એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં અવરજવર કરવા માટે કોઈ રોક નથી. તેના માટે મૂવમેંટ માટે કોઈ પણ પ્રકારના અપ્રુવલ અથવા ઈ-પરમિટની જરૂર નથી. નવી ગાઈડલાઈન 1 એપ્રિલથી 30 એપ્રિલ સુધી લાગૂ રહેશે.

Disclaimer

Disclaimer

This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt Publisher: GSTV

#Hashtags