GSTV

1.3M Followers

DGCAની સૌથી મોટી જાહેરાત : 30 એપ્રિલ સુધી તમામ આંતરરાષ્ટ્રીય ઉડાનો પર પ્રતિબંધ, કોરોનાના કેસો વધતાં લેવાયો નિર્ણય

23 Mar 2021.7:34 PM

ભારતમાં કોરોના વાયરસની બીજી લહેર આવી હોય તેમ સતત કેસોમાં વધારો થઈ રહ્યો છે. આવા સમયે હાલમાં ભારતમાં કોરોનાના વધતા કેસને લઈને વધુ એક સખ્તાઈથી પગલાં ભરવા માંડી છે. આવી સ્થિતિમાં, ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (ડીજીસીએ) એ બધી આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ માટે લાગુ સસ્પેન્શન 30 એપ્રિલ 2021 સુધી વધારી દીધું છે.

બધી આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ પર પ્રતિબંધ મૂકવામાં આવશે

અર્થાત આવતા મહિનાના અંત સુધી બધી આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ પર પ્રતિબંધ મૂકવામાં આવશે.

વળી, ડીસીસીએ ઓફિસે કહ્યું છે કે જો જરૂર જણાશે તો સંબંધિત આંતરરાષ્ટ્રીય માર્ગો પર સંબંધિત અધિકારીઓની મંજૂરીથી ફ્લાઇટ્સ ચલાવવામાં આવી શકે છે.

ફેબ્રુઆરીના અંતમાં, કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે અનેક દેશોમાંથી આવતી ફ્લાઇટ્સ અને મુસાફરો માટે સુધારેલી માર્ગદર્શિકાઓનો એક સેટ બહાર પાડ્યો. આ દિશા નિર્દેશો બ્રિટન, યુરોપ અને મધ્ય પૂર્વથી ફ્લાઇટ્સ દ્વારા આવતા તમામ આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ માટે લાગુ કરવામાં આવી હતી. નવી સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ ગાઈડલાઈન (એસઓપી) 22 ફેબ્રુઆરી 2021 થી લાગુ કરવામાં આવી.

ટોપ-10 દેશ, જ્યાં અત્યાર સુધીમાં સૌથી વધુ લોકોને સંક્રમણ લાગ્યું

દેશ કેસ મૃત્યુ સાજા થયા
અમેરિકા 30,521,765 555,314 22,754,252
બ્રાઝિલ 11,998,233 294,115 10,449,933
ભારત 11,646,081 160,003 11,151,468
રશિયા 4,456,869 95,030 4,069,395
યૂકે 4,296,583 126,155 3,673,211
ફ્રાન્સ 4,282,603 92,305 279,646
ઈટલી 3,376,376 104,942 2,699,762
સ્પેન 3,212,332 72,910 2,945,446
તુર્કી 3,013,122 30,061 2,825,187
જર્મની 2,670,000 75,270 2,415,200

દુનિયામાં 12.42 કરોડ કેસ

દુનિયાભરમા કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં 4.05 લાખ લોકોમાં કોરોનાની પુષ્ટિ થઈ છે અને 7 હજારથી વધુ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. દુનિયામાં અત્યાર સુધીમાં 12.38 કરોડ લોકો કોરોનાની ઝપેટમાં આવી ચૂક્યા છે. 10.02 કરોડ લોકો સાજા થયા છે અને 27.35 લાખ લોકો મૃત્યુ પામ્યા છે. જો કે 2.12 કરોડ દર્દીઓ સારવાર હેઠળ છે. આ આંકડા www.worldometers.info/coronavirus મુજબના છે.

કામ વિના વિદેશયાત્રા કરી તો થશે 5 લાખનો દંડ

પુરી દુનિયામાં ફરીવાર કોરોનાના કેસો વધતા કેટલાક દેશોએ કડક વલણ અપનાવ્યુ છે. હવે વિદેશ યાત્રા પર લાગૂ પાબંદીને જૂલાઈ સુધી વધારવામાં આવી છે. સાથે જ બિનજરૂરી કારણોથી દેશ છોડનારાઓ પર 5 હજાર પાઉંડ એટલે કે લગભગ 5 લાખ રૂપિયાનો દંડ પણ લગાવી શકે છે. એક રિપોર્ટ અનુસાર બ્રિટનમાં નવા નિયમ આગામમમી સપ્તાહથી લાગૂ થઈ શકે છે. અને હવે સરકાર લોકડાઉનથી બહાર આવવાનો પુરો રોડમેપ તૈયાર કરવામાં લાગી ગઈ છે. આગામી 29 માર્ચથી આ કાયદો લાગૂ થવા જઈ રહ્યો છે. જેમાં કહેવાયું છે કે, કોઈ વ્યાજબી કારણ વગર કોઈપણ દેશની બહાર યાત્રા પર નહિ જઈ શકે. જો નિયમો તોડવામાં આવે તો 5 લાખનો દંડ લાદવામાં આવી શકે છે. આ સિવાય મુસાફરીના દસ્તાવેજો યોગ્ય રીતે ન ભરવા બદલ 200 પાઉન્ડના દંડની જોગવાઈ છે. આ ફોર્મમાં, મુસાફરને તેની યાત્રાથી સંબંધિત વિગતો અને કારણોને સ્પષ્ટ રીતે સમજાવવા પડશે. તે જ સમયે, આ પ્રતિબંધ સામાન્ય મુસાફરી ક્ષેત્ર અથવા આયર્લેન્ડની યાત્રા કરનારાઓને લાગુ થશે નહીં.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

Disclaimer

Disclaimer

This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt Publisher: GSTV

#Hashtags