GSTV

1.4M Followers

સાવધાન / જો તમારા WhatsApp ઉપર આવી રહ્યાં છે એમેઝોન ફ્રી ગિફ્ટના મેસેજ તો ચેતી જજો, નહીં તો તમારૂ એકાઉન્ટ થઈ જશે ખાલી

24 Mar 2021.8:10 PM

જો તમને WhatsApp ઉપર એક સર્વેમાં ભાગ લેવા માટે ફ્રી ગીફ્ટ જીતવાનો મેસેજ આવે છે તો સાવધાન થઈ જાઓ. કારણ કે આ મેસેજથી તમને ભારે નુકશાની થઈ શકે છે. તેનાથી તમારું બેંક એકાઉન્ટ ખાલી થઈ જવાની સાથે પર્સનલ ડેટાની ચોરી પણ કરવામાં આવી શકે છે.

WhatsApp ઉપર ફોર્વર્ડ કરવામાં આવી રહેલા મેસેજમાં લખ્યું હોય કે, એમેઝોનની 30મી એનવર્સરી સેલિબ્રેશન..

સૌના માટે ફ્રી ગીફ્ટ. તેની સાથે એક URL (https://ccweivip.xyz/amazonhz/tb.php?v=ss1616516) પણ દેવામાં આવી છે. મેસેજમાં દાવો કરવામાં આવ્યો છે કે, આ લીંક ઉપર ક્લિક કરવાથી તમે ફ્રી ગીફ્ટ મેળવી શકશો.

સર્વેમાં માગવામાં આવશે તમારી જરૂરી જાણકારી

જો તમે આ લીંક ઉપર ક્લિક કરો છો તો તમને એક સર્વે પેજ ઉપર લઈ જશે. જેમાં યુઝર્સને ચાર સવાલો પૂછવામાં આવશે. જેમાં દાવો કરવામાં આવ્યો છે કે, આ સવાલ એમેઝોનની સર્વિસને ઈમ્પ્રુવ કરવા માટે છે. આ સવાલ તમારા એજ ગ્રુપ, જેંડર અને તમે એમેઝોનની સર્વિલને કેવી રીતે રેટ કરો છો તેની સાથે જોડાયેલો છે. તે સિવાય આ સર્વેમાં યુઝર્સ પાસેથી તેના ડિવાઈસ અંગે સવાલો પુછવામાં આવે છે કે તે એન્ડ્રોઈડ ફોનનો ઉપયોગ કરે છે કે પછી iPhone. આ પેજ ઉપર એક ટાઈમર પણ ચાલે છે. જેનાથી લોકો ઉપર પ્રભાવ બનાવવા માટે ચલાવવામાં આવે છે.

Huawei Mate 40 Pro 5G દેવા માટે આપવામાં આવે છે લાલચ

તમામ સવાલોનો જવાબ આપ્યા બાદ યુઝર્સના સ્ક્રીન ઉપર ઘણા સારા ગિફ્ટ બોક્સ આવશે. તે બાદ સર્વેમાં ભાગ લેનારા 100 લક્કી વિનર્સને Huawei Mate 40 Pro 5G સ્માર્ટફોનનું ઈનામ દેવાનો દાવો કરવામાં આવે છે. હવે અહીંયાથી સાચી ટ્રિકની શરૂઆત થાય છે. જેમા યુઝર્સને આ પ્રશ્નને 5 વ્હોટ્સગ્રુપમાં કે પછી 20 ઈન્ડિવિઝ્યુઅલ ચેટ્સમાં મોકલવા માટે કહેવામાં આવે છે. પરંતુ તેમાં યુઝર્સને કોઈ પ્રકારની ગિફ્ટ નથી મળતી અને તે સમગ્ર રીતે ટ્રેપ થઈ જાય છે.

ક્યારેય આવી ભૂલ ન કરો

મેસેજની સાથે દેવામાં આવેલી લીંકમાં જેવી રીતે ગિફ્ટ દેવાનો દાવો કરવામાં આવ્યો છે તે સમગ્ર રીતે ખોટો છે અને મોટાભાગના યુઝર્સ તેને સમજી નથી શકતા. એક વાત જણાવી દઈએ કે, કોઈ પણ કંપની કોઈ સર્વેના અવેજમાં આ પ્રકારની ગિફ્ટ નથી આપતી. તેવામાં સ્કેમ્સથી બચવા માટે યુઆરએલ લિંક ઉપર જરૂર ધ્યાન આપો. આવા યુઆરએલને સ્કેમર્સ દ્વારા તૈયાર કરવામાં આવે છે. જેનાથી તમારી જાણકારી મેળવી લે છે અને બાદમાં તેનો ખોટો ઉપયોગ કરી શકે છે.

Disclaimer

Disclaimer

This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt Publisher: GSTV

#Hashtags