સંદેશ

1.5M Followers

રાજ્યમાં કોરોનાનો હાહાકાર! આજે એક દિવસના અત્યાર સુધીના સર્વાધિક કેસ નોંધાયા, મોતનો આંકડો પણ વધ્યો?

24 Mar 2021.7:44 PM

રાજ્યમાં કોરોના વાયરસનો જબરદસ્ત કહેર જોવા મળી રહ્યો છે. છેલ્લા 10 દિવસથી કોરોના વાયરસના આંકડાઓમાં ઉત્તરોતર વધારો થઈ રહ્યો છે. હાલ ગુજરાત સહિત સમગ્ર દેશમાં કોરોના વાયરસની જબરદસ્ત લહેર આવી છે. ગુજરાતમાં આજે કોવિડ 19ના અત્યાર સુધીના તમામ રેકોર્ડ તોડીને રેકોર્ડબ્રેક 1790 કેસ નોઁધાતા ખળભળાટ મચી જવા પામ્યો છે. બીજી બાજુ આજે 1277 દર્દીઓ કોરોનામાંથી સાજા થઈને ઘરે પહોંચ્યા છે. આ સાથે જ રાજ્યનો રિકવરી રેટ 95.45 ટકાએ પહોંચ્યો છે. રાજ્યમાં અત્યાર સુધીમાં આરોગ્ય વિભાગના સઘન પ્રયાસોના લીધે 2,78,880 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. કોરોનાના કેસ વધતા રાજ્ય સરકારે ધન્વતંરી રથની સેવાઓને વધુ સુદ્દઢ કરવામાં આવી છે.

775થી વધારી આજે 958 ધન્વંતરી રથ કાર્યરત કરાયા છે. બીજી બાજુ ગુજરાતમાં કોરોનાના કેસ વધતા રાજ્ય સરકારે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. મહારાષ્ટ્ર રાજ્યમાંથી આવતા વ્યક્તિઓ માટે કોવિડ 19નો RTPCR ટેસ્ટ ફરજિયાત બનાવી દેવામાં આવ્યો છે.

આજે ગુજરાતમાં કોરોનાના સૌથી વધુ કેસની વાત કરીએ તો રાજ્યમાં કોરોનાના 1790 નવા કેસ અને 8ના મોત થયા છે. આજે વધુ 1277 દર્દીઓ સાજા થયા છે. જેમાં અમદાવાદમાં 514 કેસ અને 2નાં મોત નિપજ્યા છે, તેવી રીતે સુરતમાં 582 કેસ, 2નાં મોત, વડોદરામાં 165 કેસ 1 મોત, રાજકોટમાં 164 કેસ, ભાવનગરમાં 38, જામનગરમાં 35, ગાંધીનગરમાં 39 કેસ, ખેડા, પાટણમાં 19 - 19, મહેસાણામાં 17 કેસ, નર્મદામાં 17, દાહોદમાં 16, કચ્છમાં 15 કેસ, બનાસકાંઠામાં 15, ભરૂચમાં 13, મોરબીમાં 12 કેસ, મહિસાગરમાં 11, આણંદમાં 10, સાબરકાંઠામાં 9 કેસ, સુરેન્દ્રનગર, તાપીમાં 8 - 8, દ્વારકામાં 7 કેસ, વલસાડ, નવસારીમાં 7 - 7, ગીર સોમનાથમાં 6 કેસ, પંચમહાલમાં 5, ડાંગમાં 4, અરવલ્લીમાં 2 કેસ, પોરબંદરમાં 2, બોટાદ, છોટા ઉદેપુરમાં 1 - 1 કેસ નોંધાયા છે.

રાજ્યમાં હાલ કુલ દર્દીઓની વિગત જોઈએ તો હાલ કુલ 8823 એક્ટીવ કેસ નોંધાયેલા છે, તેમાંથી 79 દર્દીઓ વેન્ટીલેટર પર છે અને 8744 લોકોની હાલત સ્ટેબલ છે. ગુજરાતમાં અત્યાર સુધીમાં 4466 લોકોના મોત થઈ ચૂક્યા છે. રાજ્યમાં આજે કોવિડ-19ના કારણે કુલ 08 લોકોના દુ:ખદ મોત નોંધાયેલા છે. જેમાં સુરત કોર્પોરેશનમાં 2, અમદાવાદ કોર્પોરેશનમાં 2, ગાંધીનગરમાં 1, જામનગર કોર્પોરેશનમાં 1, રાજકોટ કોર્પોરેશનમાં 1, વડોદરા કોર્પોરેશનમાં 1 મોત થયા છે.

અત્રે નોંધનીય છે કે, કોવિડ 19થી નાગરિકોને સુરક્ષિત કરવા માટે આગામી 1લી એપ્રિલથી 45થી વધુ વયની વ્યક્તિઓને કોવિડની રસી અપાશે. આજે કુલ 1,90,858 વ્યક્તિઓનું રસીકરણ કરવામાં આવ્યું છે. અત્યાર સુધીમાં કુલ 36,77,467 વ્યક્તિઓનું પ્રથમ ડોઝનું અને 6,17,132 વ્યક્તિઓના બીજા ડોઝનું રસીકરણ પૂર્ણ થયું છે. આમ કુલ 42,94,599 રસીકરણના ડોઝ આપવામાં આવ્યા છે. આજે 60 વર્ષથી વધુ વયના તેમજ 45થી 60 વર્ષના ગંભીર બિમારી ધરાવતા કુલ 1,76,574 વ્યક્તિઓનું રસીકરણ કરાયું છે. અત્યાર સુદીમાં રાજ્યમાં એક પણ વ્યક્તિને આ રસીના કારણે ગંભીર આડઅસર જોવા મળી નથી.

Disclaimer

Disclaimer

This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt Publisher: Sandesh

#Hashtags