GSTV

1.4M Followers

મહત્વના સમાચાર/ કેન્દ્રીય શિક્ષણ મંત્રીએ લૉન્ચ કર્યું CBSE એસેસમેન્ટ ફ્રેમવર્ક, જાણો કયા વિદ્યાર્થીઓને થશે ફાયદો

24 Mar 2021.9:35 PM

સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE) એ આજે ​વિજ્ઞાન, ગણિત અને અંગ્રેજી માટે યોગ્યતા આધારિત મૂલ્યાંકનનું માળખું જાહેર કર્યું છે. મૂલ્યાંકન માળખું ધોરણ 6થી 10 ના વિદ્યાર્થીઓ માટે ભારતની હાલની શાળા શિક્ષણ પ્રણાલીને મજબૂત બનાવવા અને એકંદરે શિક્ષણના પરિણામોને સુધારવા માંગે છે. બ્રિટિશ કાઉન્સિલે આલ્ફાપ્લસની સાથે-સાથે યુકેના જ્ઞાન ભાગીદારે દ્વારા ભારતીય વિદ્યાલયોમાં વર્તમાન શિક્ષણ અને મૂલ્યાંકનના મોડલના વિસ્તૃત સંશોધન અને વિશ્લેષણ બાદ આ માળખાને ડિઝાઇન અને વિકસિત કર્યું છે.

કેન્દ્રીય શિક્ષણ પ્રધાન દ્વારા શરૂ કરાયેલું સીબીએસઈ મૂલ્યાંકન માળખું 6થી 10 ના વર્ગમાં ભણાવવામાં આવતા વિજ્ઞાન, ગણિત અને અંગ્રેજી પાઠના સ્તરમાં સુધાર કરવાનો છે.

આ માળખું શિક્ષણ પરની રાષ્ટ્રીય નીતિ (એનઇપી 2020) અનુસાર રજૂ કરવામાં આવ્યું છે, જે ઉચ્ચ ક્રમની વિચારસરણી કુશળતા, વિવેચનાત્મક વિચાર અને વિશ્લેષણનો ઉપયોગ કરીને વિદ્યાર્થીઓને શીખવવા પર ધ્યાન કેન્દ્રિત કરશે. વિદ્યાર્થીઓને તેમની વિભાવનાઓને સ્પષ્ટ કરવામાં સહાય કરવા પર પણ ધ્યાન આપવામાં આવશે.

આ એસેસમેન્ટ ફ્રેમવર્ક NCERT અને CBSE પાઠ્યક્રમ પ્રમાણે તૈયાર કરવામાં આવ્યો છે. તેનો ઉદ્દેશ્ય છઠ્ઠા ધોરણથી 10માં સુધી ભણાવવામાં આવી રહેલા અંગ્રેજી, વિજ્ઞાન અને ગણિતના વિષયોના સ્તરમાં સુધારો લાવવાનો છે. તો CBSEના કોમ્પિટેંસી બેસ્ડ એજુકેશન પ્રોજેક્ટનો ઉદ્દેશ છાત્રોની અંદર ક્રિએટીવ થિંકિંગ, ક્રિટિકલ થિંકિંગ, પ્રોબ્લમ સૉલ્વિંગ, સેલ્ફ અવેયરનેસ, એમ્પૈથી, ડિસીઝન મેકિંગ, ઈફેક્ટિવ કમ્યુનિકેશન, ઈન્ટરપર્સનલ રિલેશનશિપ, કોપિંગ વિથ સ્ટ્રેસ અને કોપિંગ વિશ ઈમોશન્સ જેવા 10 લાઈફ સ્કિલ્સનો વિકાસ કરવાનો છે.

બ્રિટિશ કાઉન્સિલની સાથે CBSEએ તે યોગ્યતા આધારિત શિક્ષા પરિયોજના છાત્રોના કૌશલ અને વ્યાવહારિક જ્ઞાનને વિકસિત કરવા ઉપર કેન્દ્રીત છે. નવી CBSE પ્રણાલી કક્ષાઓની અંદર છાત્રો માટે દેવામાં આવેલા નિયમિત પાઠ્યપુસ્તક જ્ઞાનની સાથે કામ કરશે. કેન્દ્રીય માધ્યમિક શિક્ષા બોર્ડ 4 મેથી 7 જૂન, 2021 સુધી CBSE ધોરણ 10ની પરીક્ષાઓ શરૂ કરવા માટે તૈયાર છે અને ધોરણ 12ની પરીક્ષાઓ 4 મેથી 11 જૂન, 2021 સુધી શરૂ થશે.

Disclaimer

Disclaimer

This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt Publisher: GSTV

#Hashtags