VTV News

1.2M Followers

ગાંધીનગર / ગુજરાત સરકારના તમામ કર્મચારીઓને વેક્સિન આપવા મુદ્દે CM રૂપાણીનો મહત્વનો નિર્ણય

25 Mar 2021.5:11 PM

સરકારના તમામ કર્મચારીઓને વેક્સિન આપવામાં આવશે. સરકારી કર્મચારીઓના વેક્સિનેશન માટે કોઇ વય મર્યાદા ધ્યાને લેવાશે નહીં.

  • તમામ સરકારીકર્મીઓને અપાશે વેક્સિન
  • મુખ્યમંત્રી દ્વારા લેવામાં આવ્યો મોટો નિર્ણય
  • ઉંમરની મર્યાદા સરકારીકર્મીઓ માટે નહીં

કોરોનાના વધતા સંક્રમણને લઈ મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા મોટો નિર્ણય કરાયો છે. સરકારના તમામ કર્મચારીઓને વેક્સિન આપવામાં આવશે. સરકારી કર્મચારીઓના વેક્સિનેશન માટે કોઇ વય મર્યાદા ધ્યાને લેવાશે નહીં. તમામ વયના સરકારી કર્મચારીઓને કોરોના વેક્સિન અપાશે.

સરકારી કર્મચારીઓને ફ્રન્ટલાઇન વર્કર માની વેક્સિન અપાશે.

આજે CM કાર્યાલયના 70થી વધુ કર્મીઓને પણ અપાઇ છે વેક્સિન

ગાંધીનગર મુખ્યમંત્રી કાર્યાલયના કર્મચારીઓએ કોરોનાની રસીનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે. કોરોના સમયથી સતત કાર્યરત સચિવાલયનામાં કાર્યરત 70થી વધુ કર્મચારીઓને કોવિશિલ્ડ વેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો હતો. સચિવાલયના રસીકરણમાં કર્મચારીઓમાં વયમર્યાદા રાખવામાં આવી નથી.

રાજ્યમાં દરરોજના 3 લાખ લોકોને વેક્સિન આપવાનો ટાર્ગેટ

રાજ્યમાં સતત કોરોના સંક્રમણ વધી રહ્યુ છે ત્યારે કોરોનાથી બચવા ફક્ત બે જ વિકલ્પ છે. એક માસ્ક તથા બીજું વેક્સિન ત્યારે તંત્ર દ્વારા વેક્સિનેશન પર ખાસ ધ્યાન આપવામાં આવી રહ્યુ છે. મહત્વપૂર્ણ છે કે રાજ્યમાં દરરોજના 3 લાખ લોકોને વેક્સિન આપવાનો ટાર્ગેટ નક્કી કરવામાં આવ્યો છે. તથા શહેરમાં સંક્રમણ વધતા લોકોમાં જાગૃતતા પણ વધી છે. ત્યારે વીટીવી પણ લોકોને વેક્સિન લેવા માટે અપીલ કરી રહ્યુ છે.

નિરાધારો અને વંચિતોને આધાર કાર્ડ વિના પણ અપાશે કોરોના વેક્સિન

થોડા દિવસ અગાઉ પણ કોરોના મુદ્દે સરકારે મહત્વનો નિર્ણય લીધો હતો. વૃદ્ધાશ્રમો અને દિવ્યાંગ કલ્યાણ સંસ્થામાં રહેતા લોકોને વેક્સિન આપવામાં આવશે. 45 વર્ષથી ઓછી વયના વ્યક્તિઓને આ વેક્સિન આપવામાં આવશે. જેમાં આધાર કાર્ડ વિના પણ વેક્સિનનો લાભ લઈ શકશે. આ ઉફરાંત વંચિત અને નિરાધાર લોકોને પણ વેક્સિન મળી રહે તે માટે નિર્ણય લેવામાં આવ્યો છે.

Disclaimer

Disclaimer

This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt Publisher: VTV Gujarati

#Hashtags