GSTV

1.3M Followers

સરકારી કર્મચારીઓ આનંદો/ સરકારે પેન્શનને લઈને કરી સૌથી મોટી જાહેરાત, જાણો માત્ર એક ક્લિકે

02 Apr 2021.08:50 AM

કેન્દ્ર સરકારે સરકારી કર્મચારીઓને અંતર્ગત સૌથી મોટી જાહેરાત કરી છે. કર્મચારી, જાહેર ફરિયાદ અને પેન્શન વિભાગએ રાષ્ટ્રીય પેન્શન યોજના (એનપીએસ)ના હેઠળ આવતી કેન્દ્ર સરકારના કર્મચારીઓની સેવાઓના બાબતોને નિયમિત કરવા માટે જાહેરનામું બહાર પાડ્યું છે. એક અહેવાલ મુજબ કેન્દ્ર સરકારે તેના કર્મચારીઓને મોટી સુવિધા આપી છે. કેન્દ્ર સરકારની લાયકાત પૂર્ણ કરી ચૂકેલા કર્મચારીઓને રાષ્ટ્રીય પેન્શન સિસ્ટમ (NPS)ને છેડીને જૂની પેન્શન યોજના (OPS)નો લાભ લેવા માટેની છૂટ આપવામાં આવી છે. હવે તેનો ફાયદો 31 મે 2021 સુધી મેળવી શકાશે.

જૂની પેન્શન યોજના (OPS)નો લાભ લેવા માટેની છૂટ આપવામાં આવી

યોગ્ય કર્મચારીઓને પુરી પેંશન સ્કીમ (OPS)નો લાભ લેવા માટે 5 મે 2021 સુઘીમાં અરજી કરવી પડશે.

અરજી ન કરનારા સરકારી કર્મચારીઓ નેશનલ પેંશન સિસ્ટમની જોગવાઈઓ હેઠળ ફાયદો મળતો રહેશે. તો 1 જાન્યુઆરી 2004થી 28 ઓક્ટોબર 2009 વચ્ચે નિમણૂક થયેલા અને CCS(પેંશન) નિયમ હેઠળ પેંશન લાભ લેનારા સરકારી કર્મચારીઓને પહેલાની જેમ જ ફાયદો મળતો રહેશે.

પેંશન લાભ લેનારા સરકારી કર્મચારીઓને પહેલાની જેમ જ ફાયદો મળતો રહેશે

એક રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે, 1 જાન્યુઆરી 2004થી 28 ઓક્ટોબર 2009ની વચ્ચે જૂની પેન્શન સિસ્ટમ અંતર્ગત પાછલી સેવાઓના કાઉન્ટીંગનો લાભ નહીં મળવાના કારણે રાજ્ય સરકાર કર્મચારી 1 જાન્યુઆરી 2004 બાદ અને 28 ઓક્ટોબર 2009 સુધી નિમણૂંક પહેલા વોલિંટિયરી રિટાયર્મેન્ટ લેવા માટે મજબૂર થવુ પડ્યું.

કર્મચારીઓને વોલંટિયરી રિટાયર્મેંટ લેવા માટે ટેકનિકલ રિટાયર્મેંટ માનવામાં આવશે.

આવા મામલામાં કર્મચારીઓને વોલંટિયરી રિટાયર્મેંટ લેવા માટે ટેકનિકલ રિટાયર્મેંટ માનવામાં આવશે. આવા સરકારી કર્મચારીઓને જૂની પેન્શન સ્કિમનો લાભ આપવામાં આવશે. જો કે, તેમણે પાછલી સેવાઓનું કાઉન્ટીંગનો લાભ લેવા માટે જરૂરી બાકી તમામ શરતો પુરી કરવાની રહેશે.

ઓપીએસનો વિકલ્પ પસંદ કરવાની સુવિધા તે કર્મચારીઓને મળશે જે રેલવે પેંશન રૂલ્સ અથવા સીસીએસ (પેંશન) રૂલ્સ 1972ની સાથે સાથે જૂની પેંશન સ્કીમ હેઠળ આવતા બીજા કેન્દ્રીય સંસ્થાઓ અથવા સીસીએસ (પેંશન) રૂલ્સ જેવી જૂની પેંશન સ્કીમ હેઠળ આવતા રાજ્ય સરકારના વિભાગો અથવા સ્વાયત સંસ્થાઓમાં 1 જાન્યુઆરી 2004 પહેલા નિયુક્ત કરવામાં આવ્યા હોય.

ત્યારબાદ, તેમણે કેન્દ્ર સરકારના પેંશનભોગી વિભાગ અથવા કાર્યાલય અથવા કેન્દ્રીય સ્વાયત સંસ્થામાં નિયુક્તિ માટે પાછલી નોકરી માંથી રાજીનામુ આપી દીધું હોય. ત્યારબાદ, રાષ્ટ્રીય પેંશન યોજના અંતર્ગત આવનાર તામાં કેન્દ્રીય કર્મચારીઓને ડીઓપીપીડબ્લ્યુના કાર્યાલય જ્ઞાપન તા. 26.08.2016 અનુસાર સીસીએસ(પેંશન) નિયમો અનુસાર લાગુ નિયમો હેઠળ સેવા નિવૃત્તિ ગ્રેજ્યુટી અને મૃત્યુ ગ્રેજ્યુટીના લાભ આપવામાં આવશે.

Disclaimer

Disclaimer

This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt Publisher: GSTV

#Hashtags