VTV News

1.2M Followers

નિર્ણય / રાજ્યમાં કર્ફ્યૂ લાગવાની ચર્ચા વચ્ચે મોટા સમાચાર, ગુજરાત યુનિ.ની પરીક્ષાઓ કરાઈ મોકૂફ

06 Apr 2021.6:21 PM

ગુજરાત યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર આવ્યા છે. આગામી 12 અને 23 એપ્રિલથી શરૂ થનારી પરીક્ષાઓ કોરોનાને કારણે મોકૂફ રાખવામાં આવી છે.

  • ગુજરાત યુનિવર્સિટીની પરીક્ષા મોકૂફ
  • 12 એપ્રિલે શરૂ થનારી પરીક્ષા મોકૂફ
  • કોરોનાના કેસ વધતા લેવાયો નિર્ણય

પ્રાપ્ત થતી જાણકારી પ્રમાણે, BA,B.COM,BSC,BBA,BCA,B.EDની પ્રથમ સેમની પરીક્ષાઓ 12 અને 23 એપ્રિલથી શરૂ થવાની હતી. પરંતુ રાજ્યમાં અને ખાસ કરીને અમદાવાદમાં કોરોના વાયરસના વધી રહેલા કેસને પગલે આ પરીક્ષાઓ હાલ પુરતી મોકૂફ રાખવાનો યુનિવર્સીટી તંત્ર દ્વારા નિર્ણય લેવાયો છે.

આગામી આદેશ ન મળે ત્યાં સુધી પરીક્ષાઓ રહેશે મોકૂફ

યુનિ.ના વહીવટી તંત્ર દ્વારા તાજેતરમાં જાહેર કરવામાં આવેલ સત્તાવાર પરિપત્રમાં કહેવામાં આવ્યું છે કે, પ્રવર્તમાન કોવિડ-19 મહામારીને ધ્યાને લેતા 12 એપ્રિલ અને 23 એપ્રિલના રોજ યોજાનારી પરીક્ષાઓ હાલ પુરતી મોકૂફ રાખવામાં આવેલ છે. તો આ સાથે જ એવું પણ કહેવાયું છે કે, જ્યાં સુધી આગામી આદેશ ન મળે ત્યાં સુધી મોકૂફ રાખવામાં આવેલ છે.

ગુજરાતમાં 3160 નવા કેસ નોંધાતા હડકંપ મચી ગયો

રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ આંકડા પ્રમાણે રાજ્યમાં ગઇકાલે 24 કલાકમાં કોરોનાના 3160 કેસ નોંધાયા હતા. તો 2028 દર્દીઓ સાજા થયાં હતા. આ સાથે જ અત્યાર સુધીમાં 3,00,765 દર્દીઓ કોરોના મુક્ત થયાં છે. તો ગઇકાલે 15 લોકોના સારવાર દરમિયાન મોત થયાં હતા. આમ ગુજરાતમાં અત્યાર સુધીમાં 4581 લોકોના મોત કોરોનાને કારણે થયાં છે. ગઇકાલ કરતા આજે કોરોનાના કેસમાં ચિંતાજનક ઉછાળો નોંધાયો છે તો સાથોસાથ મૃત્યુનો આંકડો પણ દિવસેને દિવસે વધી રહ્યો છે.

રાજ્યમાં વિકેન્ડ કર્ફ્યુની જરૂર પડે તેવી સ્થિતિનું હાઈકોર્ટનું અવલોકન

​ગુજરાતમાં વધતા કોરોનાના કેસને લઈને હાઈકોર્ટે સરકારને નિર્દેશ કર્યો છે. રાજ્યમાં 2-3 દિવસના વિકેન્ડ કર્ફ્યુની જરૂરિયાત હોવાનું હાઈકોર્ટે અવલોકન કર્યું છે. રાજકીય કાર્યક્રમો પર અંકુશ લગાવવાનો પણ આદેશ કર્યો છે. રાજ્યમાં સરકાર 2 કે 3 દિવસના વિકેન્ડ કર્ફ્યું લગાવે તેઓ હાઇકોર્ટે નિર્દેશ કર્યો છે. રાજ્યમાં કડકાઇની જરૂર પડે તેવી સ્થિતિનું હાઈકોર્ટનું અવલોકન કર્યું છે. રાજ્ય સરકાર 2 દિવસમાં વિકેન્ડ કર્ફ્યુની જાહેરાત કરે તેવી સંભાવના છે.

Disclaimer

Disclaimer

This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt Publisher: VTV Gujarati

#Hashtags