સંદેશ

1.5M Followers

ફ્રીમાં જોવા માગો છો IPL 2021ની બધી મેચ, તો કરો બસ આ કામ

08 Apr 2021.11:48 AM

બે દિવસ પછી ભારતમાં ઈન્ડિયન પ્રિમિયર લીગ(IPL 2021)ના 14માં સિઝનની શરૂઆત થવા જઈ રહી છે. આ વખતે IPL 9 એપ્રિલથી 30 મે સુધ રમાશે. ફાઈનલ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ(Narendra Modi Stadium)માં રમાશે. IPL 2021માં કુલ 8 ટીમો ભાગ લેશે. IPLનો ભારતમાં ખુબ ક્રેઝ રહે છે. આ જ કારણે ટેલિકાસ્ટ ઉપરાંત મોબાઈલમાં કામ કરતા કરતા લોકો તેને જોવાનું પસંદ કરે છે. જો તમે પણ કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને લાઈવસ્ટ્રીમ સ્માર્ટફોન કે સ્માર્ટ ટીવી પર ઘરે બેસીને મેચ જોવાનો વિચાર કરી રહ્યા છો તે તમને જણાવી દઈએ કે, કેવી રીતે IPL 2021ને લાઈવ જોઈ શકાય છે.

IPLની 14મી સિઝનમાં દેશના 6 અલગ અલગ શહેરમાં મેચનું આયોજન કરવામાં આવશે.

તેમા કોલકાતા, અહમદાબાદ, દિલ્હી,ચેન્નાઈ,મુંબઈ અને બેંગ્લુરૂ સામેલ છે. લગભગ બે વર્ષ બાદ આઈપીએલ ભારતમાં રમાઈ રહી છે. કોરોના મહામારીના કારણે ગયા વર્ષે આઈપીએલની મેચો યુએઈમાં સપ્ટેમ્બર-નવેમ્બરમાં રમાઈ હતી.

IPL 2021ની લાઈવસ્ટ્રીમ માટે BCCIએ Disney+ Hotstarની સાથે પાર્ટનરશિપ કરી છે. Disney+ Hotstar
પર IPL 2021ને યૂઝર્સ બે રીતે જોઈ શકે છે. પહેલી રીત Disney+ Hotstar VIPનું સબ્સક્રિપ્શન છે, જેમની વાર્ષિક ફી 399 રૂપિયા છે. તો બીજી રીત Disney+ Hotstar Premiumનું સબ્સક્રિપ્શન છે, જેની માસિક ફી 299 રૂપિયા અને વાર્ષિક ફી 1499 રૂપિયા છે.

આ રીતે ફ્રીમાં જૂઓ IPL

દેશની દિગ્ગજ કંપનીઓ Jio, Airtel અને Vodafone Idea પોતાના કેટલાય પ્રિપેડ પ્લાનની સાથે Disney+ Hotstar VIP સબ્સક્રિપ્શનનો વાર્ષિક પ્લાન ફ્રીમાં આપી રહી છે. આ ઉપરાંત તમે Star Sports Networkની સ્પોર્ટ્સ ચેનલના માધ્યમથી પણ IPL જોઈ શકો છો કેમ કે તેના પર જ આ બ્રોડકાસ્ટ થવાની છે.

સીઝનની પહેલી મેચ 9 એપ્રિલ 2021ના રોજ ચેન્નાઈમાં રમાશે. અહિયાં મંબઈ ઈન્ડિયન્સ અને રોયલ ચેલેન્જર્સ બેગ્લોરની વચ્ચે પહેલી મેચ રમાશે. વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે IPL ની પ્લે ઓફ અને 30 મે 2021ના રોજ અહિં જ ફાઈનલ મેચ રમાશે. IPLમાં કુલ 56 મેચ રમાશે, જેમા ચેન્નાઈ, મુંબઈ, કોલકાતા અને બેંગ્લુરૂમાં 10-10 મેચ રમાશે જ્યારે અમદાવાદ અને દિલ્હીમાં 8-8 મેચ રમાશે.

આ વીડિયો પણ જૂઓ: બનાસકાંઠાના એસઓજી પોલીસે બાઈક ચોરી કરતા ચોરને ઝડપી પાડ્યો

Disclaimer

Disclaimer

This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt Publisher: Sandesh

#Hashtags