Mahiti no Khjano

8.1k Followers

09 Apr 2021.09:25 AM

તમારુ આધાર કાર્ડ બીજુ કોઇ તો નથી વાપરી રહ્યું ને! આ રીતે ચેક કરી શકો છો

આજે દરેક જગ્યાએ આધાર કાર્ડની જરુર પડે છે. બીજા શબ્દોમાં કહીએ તો આજે આપણે આધાર પર આધારિત થઇ ગયા છીએ. આધાર વગર કોઇ કામ થતા નથી. જો તમારે નવું સિમ કાર્ડ ખરીદવું છે તો આધાર કાર્ડ, બેન્કમાં એકાઉન્ટ ખોલાવવું છે તો આધાર કાર્ડ, PM Kisan કે પ્રધાનમંત્રી આવાસ યોજના (PMAY)નો લાભ પ્રાપ્ત કરવો છે તેના માટે પણ Aadhaar Cardની જરુરીયાત પડે છે. 12 અંકનો આ નંબર કેટલો મહત્વનો છે તેની બધાને ખબર છે. ત્યારે આપણે આધાર કાર્ડનો ઉપયોગ સમજી વિચારીને કરવો જોઇએ. આ કાર્ડનો દુરુપયોગ ન થાય તેનું ધ્યાન રાખવું જોઇએ.

Aadhaar Card ઇશ્યૂ કરનારી સંસ્થા યુનિક આઇડેન્ટિફિકેશન ઑથોરિટી ઓફ ઇન્ડિયા (UIDAI) આધાર કાર્ડધારકોને એ વાતની સુવિધા આપે છે કે એ ચેક કરી શકાય છે કે તેમનું આધાર કાર્ડ છેલ્લા છ મહિનામાં કેટલી વાર અને ક્યાં વેરિફિકેશન માટે યુઝ કરવામાં આવ્યું હતું. આના દ્ધારા તમે 50 ઑથેન્ટિકેશન સુધીની જાણકારી પ્રાપ્ત કરી શકો છો. જો આ રીતે કોઇપણ પ્રકારના ઉપયોગને ચિન્હિત કરી શકો છો, જે તમે નથી કર્યું. UIDAIએ આ અંગે ટ્વિટ પણ કર્યું છે. આ ટ્વિટમાં કહેવામાં આવ્યું છે કે તમે છેલ્લા છ મહિનામાં 50 આધાર ઑથેન્ટિકેશનની જાણકારી પ્રાપ્ત કરી શકો છો.

આધાર કાર્ડનું ઑથેન્ટિકેશન હિસ્ટ્રી પ્રાપ્ત કરવાની પ્રક્રિયા
સૌથી પહેલા UIDAIની ઓફિસિયલ વેબસાઇટ પર લૉગ ઇન કરો
વેબસાઇટ પર સૌથી ડાબી બાજુ ‘My Aadhaar’ નો ઑપ્શન જોવા મળશે.
અહીં ‘Aadhaar Services’ હેઠળ ‘Aadhaar Authentication History’ નો વિકલ્પ જોવા મળશે.
હવે આધાર નંબરની સાથે કેપ્ચા કોડ નાંખો અને ‘Send OTP’ પર ક્લિક કરો
રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પર પ્રાપ્ત ઓટીપીને નાંખો. ત્યાર બાદ પ્રૉસેસ કરો
તમારે ઑથેન્ટિકેશન સાથેની જાણકારી મળી રહેશે
Disclaimer

Disclaimer

This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt Publisher: Mahiti no Khjano