VTV News

1.2M Followers

શિક્ષણ વિભાગ / કોરોના સંકટ વચ્ચે રાજ્યભરની કોલેજોમાં શિક્ષણકાર્ય બંધ કરવા મુદ્દે સરકારનો મોટો નિર્ણય

11 Apr 2021.6:16 PM

ગુજરાતમાં કોરોનાની વકરતી પરિસ્થિતિને ધ્યાનમાં રાખી કોલેજોમાં શિક્ષણ બંધ કરવાનો સરકારે કર્યો નિર્ણય, 30 એપ્રિલ સુધી કોલેજોમાં શિક્ષણકાર્ય બંધ રહેશે

  • હવે કોલેજો બંધ રાખવાનો નિર્ણય
  • ઓનલાઈન શિક્ષણ કાર્ય જ રહેશે ચાલુ
  • વધતા સંક્રમણને લઈ લેવાયો નિર્ણય

રાજ્યમાં વકરેલા કોરોના સંક્રમણને લઈ રાજ્ય સરકારે સૌથી મોટો નિર્ણય કર્યો છે. આગામી 30 એપ્રિલ સુધી તમામ સરકારી અને ખાનગી કોલેજો બંધ રાખવાનો નિર્ણય હાલ પુરતો કરાયો છે. પરિસ્થિતિ અનુસાર આગામી દિવસોમાં નવા નિર્ણય સામે આવી શકે છે.

જો કે, રાજ્યમાં શાળાઓ બંધ કરવાનો નિર્ણય સરકારે પહેલા જ આપી દીધો હતો. કોલેજોમાં શિક્ષણ બંધ કરાયું છે પરંતુ ઓનલાઈન માધ્યમથી શિક્ષણ આપી શકાશે. કોરોનાની બગડતી પરિસ્થિતિને ધ્યાનમાં રાખી પરીક્ષા મુદ્દે યુનિવર્સિટીએ પહેલા જ કેટલીક જાહેરાતો કરી દીધી છે. અને પરીક્ષાઓ મોકૂફ રાખી દીધી છે.

ગુજરાતમાં 3 એપ્રિલે શાળાઓ બંધ કરવાનો આદેશ કરાયો

ગુજરાતમાં શાળાઓને બંધ કરવાના આદેશ કરાઈ ચૂક્યા છે. કોરોનાના વધતા કેસના કારણે ધો.1થી 9 સુધીના શાળાઓ બંધ કરવાનો આદેશ કોર કમિટી દ્વારા કરાયો હતો. જો કે, વિદ્યાર્થીઓના અભ્યાસ માટે ઓનલાઈન ક્લાસ શરૂ રખાશે. હાલ પુરતું ઓફલાઈન શિક્ષણ બંધ કરાયું છે. ગુજરાતમાં બાળકોમાં કોરોના કેસ જોવા મળી રહ્યા છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષ સ્થાને કોર કમિટીની બેઠક મળી હતી. જેમાં એક મહત્વપૂર્ણ નિર્ણય કરાયો હતો. કોર કમિટીના આ નિર્ણય અનુસાર રાજ્યમાં પ્રવર્તમાન કોરોના સંક્રમણની સ્થિતીને ધ્યાનમાં લઈને કરાયો છે. રાજ્યમાં ધોરણ 1થી 9ની તમામ શાળાઓ બંધ કરાશે.

અન્ય આદેશ સુધી શાળાઓ બંધ કરાઈ

સોમવાર 5મી એપ્રિલથી શાળાકાર્ય બંધ થઈ છે. અને અન્ય સૂચનાઓ કે, આદેશ ન થાય ત્યાં સુધી શિક્ષણકાર્ય બંધ રાખવામાં આવશે. રાજ્યમાં તમામ સરકારી અને ખાનગી શાળાઓને આ સૂચનાઓનો અમલ કરવાનો રહેશે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યના વિદ્યાર્થીઓના વ્યાપક હિત અને કોરોનાના સંક્રમણને નિયંત્રણમાં લાવવાના ઉદ્દેશ્યથી આ નિર્ણય કર્યો છે.

Disclaimer

Disclaimer

This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt Publisher: VTV Gujarati

#Hashtags