KhabarPatri

63k Followers

શ્રી કડવા પાટીદાર મહિલા વિકાસ ટ્રસ્ટ દ્વારા વિશ્વ મહિલા દિનની ઉજવણી

06 Mar 2021.4:25 PM

છેલ્લાં એક વર્ષથી સમગ્ર વિશ્વ કોરોના મહામારીથી પસાર થઇ રહ્યું છે. આ સમયમાં ઘણી બધી અઘટિત ઘટનાથી આપણે સૌ પસાર પસાર થયા છીએ. આપણે સૌ ધીરે ધીરે આ પરિસ્થિતિમાંથી બહાર આવી રહ્યાં છીએ અને આપણું જીવન રાબેતા મુજબ શરુ થઇ રહ્યું છે ત્યારે આવો આપણે સૌ મિત્રો સાથે મળીને ખૂબ જ આનંદ કરીએ.

8મી માર્ચે આંતરરાષ્ટ્રીય મહિલા દિનની તેમજ પોર્ટલોગની ઉજવણી 6 માર્ચના રોજ મેઘમણી ફાર્મ, આંબલી-બોપલ રોડ, અમદાવાદમાં આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં કોરોના મહામારીમાં સેવા આપેલ ત્રણ મહિલા કોરોના વોરિયર્સનું સન્માન કરવામાં આવ્યું હતું. આપણા સૌ માટે ગૌરવની વાત છે કે આપણી કમીટીના સભ્ય બહેનશ્રી ઇલાક્ષીબેન પટેલના હસ્તે લખાયેલ પુસ્તક બાળ ઉછેરની ચાવી (સર્વાંગી વિકાસ પરિભાષા)નું વિવેચન કરવામાં આવ્યું હતું.

તેમાં કમીટીના સભ્ય બહેનશ્રી અનિલાબેન અને બહેનશ્રી કલ્પનાબેન મેઘમણી ઉપસ્થિત રહ્યાં હતાં. આ કાર્યક્રમમાં કલ્પનાબેન પટેલ, જિગિષાબેન પટેલ, શોભા કે પટેલ, દિનાબેન પટેલ, સોનાલીબેન, પલ્લવીબેન, સીમાબેન, મીનલબેન, ગીતાબેન પટેલ(અમદાવાદ નગરપાલિકાની ચૂંટણીમાં નારણપુરા વિધાનસભાના નારણપુરા વોર્ડ)

8 માર્ચ વિશ્વ મહિલા દિન નિમિત્તે ઉદગમ મહિલા એચીવર્સ એવોર્ડ માટે આપણા પ્રમુખ શ્રીમતી જિગિષા પટેલની પસંદગી થઇ છે તે આપણા માટે ગૌરવની વાત છે.

Related

Disclaimer

Disclaimer

This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt Publisher: KhabarPatri