VTV News

1.2M Followers

કામની વાત / આવનાર 9 દિવસમાં 5 દિવસ બેંક રહેશે બંધ, જલ્દી જ પતાવી લો તમારા જરૂરી કામ, નહીં તો થશે ધક્કો

09 Mar 2021.09:25 AM

આવનારા 9 દિવસમાં તહેવારો અને બીજા શનિવાર તથા રવિવાર સહિત 2 દિવસની બેંક હડતાળ રહેશે. જેના કારણે 5 દિવસ બેંક બંધ રહેશે.

  • આવનાર 9 દિવસમાં 5 દિવસ બેંક રહેશે બંધ
  • તહેવાર, બીજો શનિવાર, રવિવાર અને બેંક હડતાળના કારણે રહેશે રજા
  • જલ્દી જ પતાવી લો તમારા તમામ કામ


આવનારા 9 દિવસોમાં 5 દિવસ બેંક બંધ રહેશે. આ અઠવાડિયે 11 તારીખે ગુરુવારે શિવરાત્રી નિમિત્તે બેંકમાં રજા રહેશે. આ પછી 12 તારીખે શુક્રવારે બેંક ખુલશે અને 13 તારીખે બીજો શનિવાર અને 15 તારીખે રવિવારની રજા રહેશે.

આ પછી 15 અને 16 માર્ચે બેંક હડતાળના કારણે પણ બેંકો બંધ રહેશે.

શુક્રવારે બેંકમાં રહી શકે છે ભીડ

લાંબી રજા હોવાના કારણે બેંક કર્મચારીઓ પણ રજા પર હોઈ શકે છે. એવામાં તમારે બેંકના કામ કરવા માટે બેંક બ્રાન્ચમાં શુક્રવારે વધારે સમય લાગે તેવી શક્યતા છે. તો તમે પણ આ દિવસો પહેલા જ તમારા તમામ કામ પ્લાન કરી લો જેથી તમને વધારે સમય ન લાગે અને મુશ્કેલી પણ ન રહે. જો કે આ દિવસોમાં તમે ઓનલાઈન ટ્રાન્સફરની મદદ લઈ શકો છો. તેનાથી તમારું અરજન્ટ કામ અટકશે નહીં.

આવનારા 9 દિવસમાં 5 દિવસ બેંક રહેશે બંધ

  • 11 માર્ચ - મહાશિવરાત્રિના કારણે ગુજરાત, કર્ણાટક, મધ્યપ્રદેશ, ઓરિસ્સા, પંજાબ, ઉત્તરાખંડ, તેલંગાણા, રાજસ્થાન, જ્મ્મૂ, ઉત્તરપ્રદેશ, મહારાષ્ટ્ર, કેરળ, છત્તીસગઢ, ઝારખંડ, કાશ્મીર, હિમાચલમાં બેંકમાં રજા રહેશે. દિલ્હીમાં આ દિવસે બેંકો ચાલુ રહેશે.
  • 13 માર્ચ - આ દિવસે બેંકમાં બીજા શનિવારની રજા રહેશે.
  • 14 માર્ચ - આ દિવસે રવિવાર હોવાથી બેંકની રજા રહેશે.
  • 15 અને 16 માર્ચ - આ દિવસોએ બેંકની હડતાળ હોવાના કારણે બેંક બંધ રહેશે.

શા માટે રખાઈ છે હડતાળ
15 અને 16 માર્ચે બેંક હડતાળના કારણે બંધ રહેશે. આ બેંકોમાં રાષ્ટ્રવ્યાપી હડતાળનું યુનાઈટેડ ફોરમ ઓફ બેંક યુનિયને જાહેરાત કરી છે. હડતાળની જાહેરાત સાર્વજનિક ક્ષેત્રોના બેંકોના ખાનગીકરણના વિરોધમાં બેંક યૂનિયને કરી છે.

Disclaimer

Disclaimer

This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt Publisher: VTV Gujarati

#Hashtags