GSTV

1.3M Followers

સાતમું પગાર પંચ : સરકારી કર્મચારીઓને મળી શકે હોળી ગિફ્ટ, મોંઘવારી ભથ્થામાં થઇ શકે આટલાં ટકા વધારો!

08 Mar 2021.6:49 PM

કેન્દ્ર સરકાર અંદાજે 52 લાખ કર્મચારીઓ અને 60 લાખ સેવાનિવૃત્ત કેન્દ્રીય સરકારી કર્મચારીઓને નરેન્દ્ર મોદી સરકાર ખૂબ જ જલ્દી હોળી ગિફ્ટ આપી શકે છે. મીડિયા રિપોર્ટ અનુસાર, આ કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં સારો એવો વધારો થઇ શકે છે. જો કે, અત્યાર સુધી સરકાર તરફથી કોઇ પણ જાતની ઓફિશીયલ જાહેરાત નથી કરવામાં આવી.

તમને જણાવી દઇએ કે, કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરોને ઘણા લાંબા સમયથી ડીએમમાં વધારો થવાની રાહ જોઇ રહ્યાં છે.

કોરોના મહામારીના કારણે કર્મચારીઓના DA માં વધારો નથી થઇ શક્યો.

.તો 25 ટકા થઇ જશે DA

જો નરેન્દ્ર મોદી સરકાર તરફથી DA માં વધારો કરવામાં આવે છે, તો કેન્દ્રીય કર્મચારીઓ માટે આ મોટી ખુશખબરી હશે. કર્મચારીઓનો DA વધીને 25 ટકા થઇ જશે. તમે એવું વિચારી રહ્યાં હશો કે, આખરે આવું કેમ થાય છે, તો અહીં અમે તમને જણાવી દઇએ કે, આ વખતે DM માં 4 ટકા, ગયા વર્ષનો DA બાકી રહેલો 4 ટકા અને તમામ કર્મચારીઓને 17 ટકા DA આપવામાં આવી રહ્યો છે. આ પ્રકારે તમામને મિલાવી દેવામાં આવે તો કુલ DA વધીને 25 ટકા થઇ જશે.

બીજી બાજુ કેન્દ્ર સરકારે તાજેતરમાં જ બજેટ દરમ્યાન મોટી જાહેરાત કરી છે. જેમાં જણાવવામાં આવ્યું હતું કે, 'સરકારી કર્મચારીઓના મોત પરના પરિવારવાળાઓને પેન્શનના રૂપમાં હવે 1.25 લાખ રૂપિયા મળશે. અત્યાર સુધી આ સીમા વધારેમાં વધારે 45 હજાર રૂપિયા હતી.'

દિવ્યાંગ આશ્રિતોને રાહત

સરકારે બજેટમાં મૃત સરકારી સેવક/પેન્શનરોના તે બાળકો/ભાઇ-બહેનના પેન્શનને લઇને નિર્દેશ જારી કરવામાં આવ્યો, જે માનસિક અથવા શારીરિક રૂપથી નિ:શક્ત છે. જો કુલ આવક પાત્ર પારિવારિક પેન્શન મૃતક સરકારી સેવક/પેન્શનરો દ્વારા લેવામાં આવેલ અંતિમ વેતનથી 30 ટકા ઓછું છે તો તેઓ સમગ્ર જીવન માટે પારિવારિક પેન્શન માટેના પાત્ર હશે. આ સાથે જ મોંઘવારી રાહતના પણ પાત્ર થશે.

આમાં કહેવામાં આવ્યું છે કે, કેન્દ્રીય સિવિલ સેવા (પેન્શન) નિયમ, 1972ના નિયમ 54 (6) અંતર્ગત મૃત સરકારી સેવક અથવા પેન્શનરોના તે બાળકો/ભાઇ-બહેન માનસિક અથવા શારીરિક રૂપથી નિ:શક્ત છે અને તેઓ આને કારણે આજીવિકા મેળવવામાં અસમર્થ છે, તો સમગ્ર જીવન પારિવારિક પેન્શન માટે પાત્ર ગણાશે.

Disclaimer

Disclaimer

This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt Publisher: GSTV

#Hashtags