VTV News

1.2M Followers

OMG / ધરતી પર રહેનાર આ એકમાત્ર જીવનું ક્યારેય મૃત્યુ નથી થતું, અમરત્વ પ્રાપ્ત કયો જીવ છે?

16 Mar 2021.12:51 PM

કહેવાય છે કે જે જન્મે છે તેનુ મૃત્યુ નિશ્ચિત છે પરંતુ આ એક જીવ છે જે ક્યારેય મરતુ નથી. આ જીવની ખાસિયત છે કે સેક્સુઅલી મેચ્યોર થયા બાદ તે બાળકના સ્ટેજમાં આવી જાય છે.

  • આ જીવ ક્યારેય મૃત્યુ નથી પામતુ
  • ધરતી પરનો એક માત્ર જીવ
  • સમુદ્રમાં રહે છે આ પ્રકારની જેલીફિશ

આ જીવનું નામ Turritopsis Dohrnii છે. આ એક જેલીફિશની પ્રજાતિ છે. સામાન્ય લોકો તેને અમર જેલી ફિશ કહે છે. તેનો આકાર ખુબ જ નાનો હોય છે અને જ્યારે તે સંપૂર્ણ રીતે વિકસીત થઇ જાય છે ત્યારે તેના શરીરનો વ્યાસ 4.5 મિલિમીટર હોય છે. તેની લંબાઇ અને પહોળાઇ બરાબર છે.

યુવા Turritopsis Dohrnii ના 8 ટેંટિકલ એટલે કે સૂંઢ હોય છે. જ્યારે સેક્સુઅલી મેચ્યોર જેલીફિશના 80 થી 90 ટેંટિકલ હોય છે. સામાન્ય રીતે સમુદ્રની તળેટીમાં આ પ્રકારની ફિશ જોવા મળે છે. આના બે ફોર્મ હોય છે. જે દુનિયાભરના વિભિન્ન સાગરોમાં જોવા મળે છે.

Turritopsis Dohrniiનો જન્મ પ્રશાંત સાગરમાં થયો હતો. હવે તે લગભગ બધા જ મહાસાગરોમાં જોવા મળે છે. ટ્રાંસ આક્રટિકની યાત્રા કરીને તે દુનિયાભરના સમુદ્રોમાં ફેલાઇ ગઇ હતી. આ પ્રજાતિ દુનિયાભરમાં ફેલાઇ તેની જાણ કોઇને ન હતી. કારણકે આકારમાં તે અત્યાધિક નાના અને પારદર્શી હોય છે.

Turritopsis Dohrnii સામાન્ય રીતે સમુદ્રમાં કેટલા દિવસ સુધી જીવે છે તે જણાવવામાં આવ્યો છે પરંતુ તેનુ મૃત્યુ ક્યારે થશે તે નથી જણાવવામાં આવ્યું. જો સમુદ્રનુ તાપમાન 20થી 22 ડિગ્રી છે તો તે 25 થી 30 દિવસમાં વયસ્ક થઇને ફરી બાળક બની જાય છે. જો સમુદ્રનુ તાપમાન 14 થી 25 ડિગ્રી છે તો 18 થી 22 દિવસમાં તે બાળક બની જાય છે.

મોટેભાગે જેલીફીશની ઉંમર નક્કી હોય છે. કેટલાક મહિના સુધી તે જીવે છે અને બાદમાં મૃત્યુ પામે છે. એકમાત્ર પ્રજાતિ તેવી છે કે જેને અમરત્વ પ્રાપ્ત છે. આ વયસ્ક થયા બાદ ફરીથી બાળક બની જાય છે. આ પ્રક્રિયા માટે તેના શરીરમાં ખાસ પ્રકારની કોશિકાઓ હોય છે.

Disclaimer

Disclaimer

This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt Publisher: VTV Gujarati

#Hashtags