GSTV

1.3M Followers

ખાસ વાંચો/ બ્લૂટૂથથી સ્માર્ટફોનમાં ફેલાય છે આ ખાસ વાયરસ, કોરોના ટ્રેક કરવામાં થશે મદદરૂપ

16 Mar 2021.12:21 PM

વાયરસનું નામ સાંભળથાં જ કોઇના પણ મગજમાં એક એવુ ચિત્ર ઉભુ થાય છે જે નુકસાન પહોંચાડનારી હોય પરંતુ રિસર્ચર્સે હવે એક એવો વાયરસ તૈયાર કર્યો છે જે કોરોના જેવા વાયરસ વિશે બ્લૂટૂથ દ્વારા ઘણી ઝડપથી લોકોને એલર્ટ કરે છે. આ ખાસ વાયરસને Safe Blues નામ આપવામાં આવ્યું છે અને દાવો કર્યો છે કે આ કોરોના ટ્રેકિંગનું કામ એકદમ ચોક્કસપણે કરે છે. જણાવી દઇએ કે આ વર્ચ્યુઅલ વાયરસ છે અને તેનાથી તમારા સ્માર્ટફોનને કોઇ પ્રકારનો ખતરો નથી.

રિસર્ચર્સે સંયુક્ત રૂપે આ વર્ચુઅલ વાયરસને તૈયાર કર્યો

અમેરિકાની યુનિવર્સિટી ઑફ ક્વીંસલેંડ, મેલબર્ન યુનિવર્સિટી અને મેસાચુસેટ્સ ઇંસ્ટીટ્યૂટ ઑફ ટેક્નોલોજી (એમઆઇટી)ના રિસર્ચર્સે સંયુક્ત રૂપે આ વર્ચુઅલ વાયરસને તૈયાર કર્યો છે.

તેને તૈયાર કરનાર રિસર્ચર્સે કહ્યું છે કે આ વાયરસના ટ્રાન્સમિશન દરમિયાન કોઇ પણ યુઝર્સનો ડેટા રેકોર્ડ નથી હોતો અને કોઇ સર્વર પર પણ ડેટા સ્ટોર નથી થતો.

ભીડ, પ્રસંગ વગેરેને પણ ઓટોમેટિક ટ્રેક કરે છે આ વાયરસ

આ વાયરસ સટીક રીતે જણાવી શકે છે કે સોસ્યલ ડિસ્ટંસિંગના નિયમનું પાલન થઈ રહ્યુ છે કે નહિ. તે ઉપરાંત ભીડ, પ્રસંગ વગેરેને પણ આ ઓટોમેટિક ટ્રેક કરે છે. આ વાયરસ બ્લૂટૂથ દ્વારા કામ કરે છે. આ વાયરસથી કોરોના મહામારી દ્વારા સમગ્ર દુનિયામાં કોનેટોકટ ટ્રેસિંગ માટે તૈયાર કરાયેલી સિસ્ટમના આધાર પર જ તૈયાર કરાઈ છે.

તમને જણાવી દઈએ કે સરકારે કોરોના મહામારીમાં કોન્ટેક્ટ ટ્રેસિંગ માટે આરોગ્ય સેતુ એપ લોન્ચ કરી છે. જોકે હેવ આ એપનો વપરાશ કોરોના વેક્સિનના રજીસ્ટ્રેશન માટે પણ થઈ રહ્યો છે. આરોગ્ય સેતુ એપને અંદાજીત દેશના 17 કરોડથી વધુ લોકોએ ડાઉનલોડ કરી છે, અને રેલ્વે યાત્રા દરમ્યાન આ એપ ફરજીયાત રીતે ફોનમાં હોવી જરૂરી છે.

ટોપ-10 દેશ, જ્યાં અત્યાર સુધીમાં સૌથી વધુ લોકોને સંક્રમણ લાગ્યું

દેશ કેસ મૃત્યુ સાજા થયા
અમેરિકા 30,138,586 548,013 22,286,551
બ્રાઝિલ 11,525,477 279,602 10,111,954
ભારત 11,409,595 158,892 11,025,631
રશિયા 4,400,045 92,494 4,003,576
યૂકે 4,263,527 125,580 3,526,715
ફ્રાન્સ 4,078,133 90,762 273,771
ઈટલી 3,238,394 102,499 2,605,538
સ્પેન 3,195,062 72,424 2,857,714
તુર્કી 2,894,893 29,552 2,716,969
જર્મની 2,585,385 74,115 2,365,100

વિશ્વમાં વધી રહ્યાં છે કોરોનાના કેસ

માર્ચના પ્રથમ 15 દિવસમાં જ 61 લાખથી વધુ કેસ નોંધાયા છે. તેમાં પણ 7 દિવસ તો દરરોજ મળી આવેલા પોઝિટિવ કેસનો આંક 4 લાખથી પણ વધારે હતો. જ્યારે, 12 માર્ચે સૌથી વધુ કોરોનાના 4.90 લાખ કેસ મળી આવ્યા હતા. આ 15 દિવસમાં અત્યાર સુધીમાં 61 લાખ 4 હજાર 599 કેસ નોંધાયા, જ્યારે એક લાખ 27 હજાર 43 લોકોના મૃત્યુ થયા હતા.

Disclaimer

Disclaimer

This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt Publisher: GSTV

#Hashtags