VTV News

1.2M Followers

મોટા સમાચાર / પોસ્ટ ઓફિસમાં ખાતું હોય તો જાણી લેજો, નહીંતર 1લી એપ્રિલથી પૈસાનું નુકસાન થશે

18 Mar 2021.8:01 PM

જો તમારૂ પોસ્ટ ઑફિસમાં સેવિંગ એકાઉન્ટ છે તો પૈસા જમા કરવા અને ઉપાડવા માટે પેમેન્ડ કરવા માટે તૈયાર થઇ જાઓ. 1લી એપ્રિલથી કેટલાક નવા નિયમો લાગૂ થવા જઇ રહ્યા છે.

  • પોસ્ટ ઑફિસ ખાતાધારકો માટે મોટા સમાચાર
  • 1 એપ્રિલથી પોસ્ટ ઑફિસમાં કેટલાક નવા નિયમ
  • પૈસા લેવડ-દેવડનો નિયમ બદલાયો

1 એપ્રિલથી પોસ્ટ ઑફિસમાં કેટલાક નવા નિયમ લાગવાના છે. India Post Paments Bank(IPPB)વાળા ગ્રાહકો પાસે પૈસા જમા કરવા અને ઉપાડવા માટે વધુ ચાર્જ વસૂલવામાં આવશે. આ સિવાય હવે Aadhaar Enabled Payments System(AEPS) માટે વધુ ચાર્જ ચુકવવો પડશે.

પરંતુ ગ્રાહકોને આ વાતની માહિતી હોવી જોઇએ કે તેમણે વધુ ચાર્જ ત્યારે ચૂકવવો જોઇએ જ્યારે ફ્રી ટ્રાન્જેકશનની લિમિટ પૂર્ણ થઇ ગઇ હોય.

જાણો શું છે નવો નિયમ

1. નવા નિયમ અનુસાર, બેઝિક સેવિંગ એકાઉન્ટમાં એક મહિનામાં 4 વખત ટ્રાન્જેક્શન કરવા પર કોઇ ચાર્ચ નહીં લગાવવામાં આવે. ત્યારબાદ પૈસા ઉપાડવા પર 0.50 ટકા અથવા 25 રૂપિયા પ્રતિ ટ્રાન્જેક્શન ચાર્જના રૂપમાં લેવામાં આવશે.

2. સેવિંગ એકાઉન્ટ અને કરંટ એકાઉન્ટ છે તો દર મહિને 25,00 રૂપિયા સુધી ઉપાડી શકો છો. જેમાં કોઇ ચાર્જ નહીં લાગે. તેનાથી વધુ પૈસા ઉપાડવા પર 0.50 ટકા અથવા ઓછામાં ઓછું 25 રૂપિયા ચાર્જ આપવો પડશે.

3. ગ્રાહક દર મહિને 10,000 રૂપિયા સુધી જમા કરાવે છે તો, તેમાં કોઇ વધુ ચાર્જ નહીં વસૂલવામાં આવે. આનાથી વધુ જમા કરાવવા પર તેમની જમા થનારી રકમ 0.50 ટકા અથવા ઓછામાં ઓછા 25 રૂપિયા દર જમા પર ચાર્જ આપવો પડશે.

4. જો તમારી પાસે નૉન IPPB એકાઉન્ટ છે તો 3 વખત ફ્રી ટ્રાન્જેક્શન કરી શકો છો. આ નિયમ મિની સ્ટેટમેન્ટ, કેશ ઉપડવા અને કેશ જમા કરવા માટે છે. ફ્રી લિમિટ પૂર્ણ થયા બાદ દરેક ટ્રાન્જેક્શન પર એક ચાર્ચ આપવો પડશે. લિમિટ પૂર્ણ થયા બાદ કોઇ પણ જમા રકમ પર 20 રૂપિયા ચાર્જ આપવો પડશે.

5. આ સિવાય ફંડ ટ્રાન્સફર માટે 5 રૂપિયા વસૂલવામાં આવશે. તમામ એકાઉન્ટ હોલ્ડર્સને IPPBમાં 500 રૂપિયા મિનિમમ બેલેન્સ રાખવું પડશે. જો મિનિમમ બેલેન્સ તમારા એકાઉન્ટમાં નહીં હોય તો 100 રૂપિયા વધુ ચાર્જ લગાવવામાં આવશે.

પોસ્ટ ઓફિસમાં હાલના સમયમાં છે નાની બચત યોજનાઓઃ

1. પબ્લિક પ્રોવિડન્ટ ફંડ
2. સુકન્યા સમુદ્ધ યોજના
3. વરિષ્ઠ નાગરિક બચત યોજના
4. રાષ્ટ્રીય બચત પત્ર
5. કિસાન વિકાસ પત્ર
6. પોસ્ટ ઑફિસ ટાઇમ ડિપોઝિટ 5 વર્ષ માટે

Disclaimer

Disclaimer

This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt Publisher: VTV Gujarati

#Hashtags