GSTV

1.3M Followers

વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર: કોરોનાનો કહેર જોતા JEE મેઈન પરીક્ષા સ્થગિત, પરીક્ષાના 15 દિવસ પહેલા કરશે જાણ

18 Apr 2021.10:56 AM

Last Updated on April 18, 2021 by Pravin Makwana

કોરોના વાયરસના કહેરની વચ્ચે JEE મેનની પરીક્ષા સ્થગિત કરી દેવામાં આવી છે. નેશનલ ટેસ્ટીંગ એજન્સીએ જણાવ્યુ હતું કે, નવી તારીખની જાહેરાત પરીક્ષાના ઓછામાં ઓછા 15 દિવસ પહેલા જાહેર કરવામાં આવશે.

દેશમાં કોરોના સંક્રમણના વધતા કેશને કારણે નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ જેઈઈ મેઈન્સ 2021ની પરીક્ષાઓ સ્થગિત કરી છે. પરીક્ષાના 2 સેશન ફેબ્રુઆરી અને માર્ચમાં યોજાઈ ચૂક્યા છે. વિદ્યાર્થીઓ અને વાલીઓની સતત માંગને કારણે નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ પરીક્ષાની તારીખના 10 દિવસ અગાઉ તેને સ્થગિત કરવાનો નિર્ણય કર્યો છે. પરીક્ષા 27,28 અને 30 એપ્રિલે યોજાવવાની હતી. પરીક્ષાઓની નવી તારીખ થોડા સમયમાં જાહેર કરવામા આવશે.

કેન્દ્રીય શિક્ષણમંત્રી રમેશ પોખરિયાલ નિશંકે કોરોનાની સ્થિતિને જોતા જેઈઈ મેઈન્સ સ્થગિત કરવાનું સૂચન આપ્યું હતું. પરીક્ષાની નવી તારીખ 15 દિવસ અગાઉ જણાવવામાં આવશે જેથી વિદ્યાર્થીઓને તૈયારી માટે સમય મળી રહે.

ભારતમાં વધી રહ્યુ છે કોરોનાનું સંક્રમણ

ભારતમાં કોરોના વાઇરસના નવા કેસો દિવસે ને દિવસે બધા જ રેકોર્ડ તોડી રહ્યા છે. છેલ્લા ૨૪ કલાકમાં પહેલી વખત ૨.૩૪ લાખ નવા કેસો સામે આવ્યા હતા. જ્યારે આ જ સમય દરમિયાન ૧૩૪૧ લોકોના મોત નિપજ્યા હતા જેથી હાલ દેશમાં કુલ મૃત્યુઆંક વધીને ૧.૭૫ લાખે પહોંચી ગયો છે. તે સાથે જ દેશમાં એક્ટિવ કેસોનો આંકડો ૧૬ લાખને પાર કરી ગયો છે.

દેશભરમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના નવા ૨૩૪૬૯૨ કેસો સામે આવતા કુલ કેસોનો આંકડો હવે ૧.૪૫ કરોડને વટાવી ચુક્યો છે. છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના કુલ ૧૫ લાખ જેટલા સેંપલોનું ટેસ્ટિંગ કરાયું હતું જ્યારે કુલ ટેસ્ટનો આંકડો ૨૬.૫૦ કરોડને વટાવી ચુક્યો છે. નવા કેસોમાં સૌથી વધુ ૬૭ હજાર કેસ મહારાષ્ટ્ર, ૨૭ હજારથી વધુ કેસ ઉત્તર પ્રદેશમાં અને દિલ્હીમાં ૨૫ હજાર જેટલા કેસો સામે આવ્યા છે. આ ત્રણ રાજ્યો હાલ નવા કેસોમાં ટોપ ત્રણમાં સામેલ છે.

હોસ્પિટલોમાં ઓક્સિજનની ખામી

દિલ્હીમાં પણ મહારાષ્ટ્ર જેવી સ્થિતિ થવા લાગી છે. રાજધાનીમાં હાલ ઓક્સિજનની મોટા પાયે અછત જોવા મળી રહી છે. જ્યારે સરકારી હોસ્પિટલોમાં આઇસીયુ ફુલ થવા લાગ્યા છે, સારવાર માટે કોઇ જ સુવિધા ન હોવાથી દર્દીઓએ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. દિલ્હીની સ્થિતિ કથળતા મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલે વીકેન્ડ કરફ્યૂ લાદી દીધો હતો. આ વીકેન્ડ કરફ્યૂ શુક્રવારે રાત્રે ૧૦ વાગ્યાથી સોમવારે સવારે ૫ વાગ્યા સુધી લાગુ રહેશે.

કેજરીવાલે લોકોને મોટી સંખ્યામાં એકઠા ન થવાની અને માસ્ક સહિતના નિયમોનું પાલન કરવાની અપીલ કરી હતી. કેજરીવાલે કહ્યું છે કે રાજ્યમાં રેમડેસિવિર, ઓક્સિજન, બેડની મોટા પાયે અછત છે કેન્દ્ર સરકાર તાત્કાલીક મદદ કરે. દિલ્હીમાં દેશની સૌથી મોટી કોવિડ ફેસિલિટી આવેલી છે, રાધા સોઆમી સતબાગમાં આવેલી આ સુવિધાને ફેબુ્રઆરીમાં બંધ કરી દેવાઇ હતી જેને ફરી શરૂ કરવામાં આવી છે. મહારાષ્ટ્રમાં પણ ઓક્સિજનની અછત છે.

હાલ નેતાઓને પણ કોરોના થવા લાગ્યો છે. કર્ણાટકના પૂર્વ મુખ્ય મંત્રી એચ ડી કુમારસ્વામી અને તેના પુત્ર નિખિલ કુમારસ્વામીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જેને પગલે તેઓને સારવાર અપાઇ રહી છે. આ પહેલા કુમારસ્વામીના પિતા અને પૂર્વ વડાપ્રધાન એચ.ડી. દેવે ગૌડાનો કોરોના રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો હતો, જેમને ૩૧મી માર્ચે હોસ્પિટલમાં દાખલ કરાયા હતા અને પાંચમી એપ્રીલે ડિસચાર્જ કરાયા હતા, તેઓની સ્થિતિ હાલ સુધારામાં છે.

Last Updated on April 18, 2021 by Pravin Makwana

Disclaimer

Disclaimer

This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt Publisher: GSTV

#Hashtags