VTV News

1.2M Followers

ઓફર / LPG રસોઈ ગેસના બુકિંગ પર મળી રહ્યું છે મોટું ડિસ્કાઉન્ટ, ફક્ત 9 રૂપિયામાં મળશે સિલિન્ડર, જાણો બુકિંગની પ્રોસેસ

19 Apr 2021.07:02 AM

ડિજિટલ પ્લેટફોર્મ પેટીએમ ગ્રાહકો માટે ગેસ સિલિન્ડરના બુકિંગ માટે ખાસ કેશબેકની ઓફર લાવ્યું છે. તમે ફક્ત 9 રૂપિયામાં 30 એપ્રિલ સુધી આ ઓફરનો લાભ લઈ શકો છો.

  • સસ્તામાં મેળવો ગેસ સિલિન્ડર
  • પેટીએમ લાવ્યું છે ખાસ ઓફર
  • મળશે ફક્ત 9 રૂપિયામાં ગેસ સિલિન્ડર
  • મળશે 800 રૂપિયાનું કેશબેક


1 એપ્રિલથી સિલિન્ડરમાં 10 રૂપિયા ઘટી ગયા છે. વગર સબ્સિડિવાળા ગેસ સિલિન્ડરના ભાવ પણ હવે 809 રૂપિયા છે પરંતુ ફક્ત 9 રૂપિયામાં સિલિન્ડર મેળવી શકાશે. આ મોંઘવારીમાં પેટીએમ તમારા માટે ખાસ ઓફર લાવ્યું છે.

તેનું નામ છે ફર્સ્ટ ટાઈમ. જેના આધારે પેટીએમ એપની મદદથી સિલિન્ડરના બુકિંગ પર મોટું કેશબેક મળે છે. આ કારણે તમે 809 રૂપિયાનો સિલિન્ડર ફ્કત 9 રૂપિયામાં મેળવી શકે છો.

કોને મળશે ઓફરનો લાભ
આ ઓફરનો લાભ ફક્ત પેટીએમનો ઉપયોગ કરનારાને મળશે. આ ઓફર 30 એપ્રિલ સુધી કાયમ છે. એટલે કે તમે હજુ 11 દિવસ સુધી આ ઓફરનો લાભ લઈ શકો છો.
809 રૂપિયાનો સિલિન્ડર માત્ર 9 રૂપિયામાં
LPG બૂકિંગ અને પેમેન્ટ પેટીએમે પોતાના ગ્રાહકો માટે બંપર ઓફરની રજૂઆત કરી છે. આ ઓફરમાં ગ્રાહકોને 809 રૂપિયાનો સિલિન્ડર માત્ર 9 રૂપિયામાં જ મળશે. તેમાં તમે કેશબેકનો ઉપયોગ કરી શકશો અને તમને 800 રૂપિયા કેશબેક મળશે.

કેવી રીતે કરાવશો બૂક
આ ઓફરનો ફાયદો ઉઠાવવા માટે તમારે સૌથી પહેલા પેટીએમ એપ્લિકેશનને ફોનમાં ડાઉનલોડ કરવી પડશે. બાદમાં તમારે ગેસ એજન્સીથી સિલિન્ડર બૂક કરવો પડશે. પેટીએમમાં ગયા બાદ શો મોર પર ક્લિક કરીને રિચાર્જ અને પે બિલ્સ પર ક્લિક કરો. બાદમાં તમારે book a cylinderનો વિકલ્પ હશે તેના પર ગેસ પ્રોવાઇડરને સિલેક્ટ કરવો પડશે. બૂકિંગ પહેલા FIRSTLPG પ્રોમો કોડ નાંખવો પડશે. બૂકિંગના 24 કલાકની અંદર તમને કેશબેક સ્ક્રેચકાર્ડ મળશે અને આ સ્ક્રેચકાર્ડને પણ 7 દિવસની અંદર જ યુઝ કરવુ પડશે.

કેવી રીતે મળશે કેશબેક
જો તમે પણ પેટીએમની આ ઓફરનો ફાયદો ઉઠાવવા માંગતા હોવ તો 30 એપ્રિલ સુધીમાં તમારે સિલિન્ડર બૂક કરાવી લેવો પડશે. એક વાતનુ ધ્યાન રાખજો કે આ ઓફર ફક્ત તેના માટે છે જે પહેલી વાર પેટીએમથી સિલિન્ડર બૂક કરી રહ્યાં છે. આ ઓફર મિનિમમ 500 રૂપિયાના પેમેન્ટ પર અપ્લાય થશે.

Disclaimer

Disclaimer

This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt Publisher: VTV Gujarati

#Hashtags