સંદેશ

1.5M Followers

રૂપાણીનું મોટું નિવેદન: ગુજરાતમાં લોકડાઉન મુદ્દે આજ સાંજ સુધીમાં નિર્ણય લેવાશે, બપોરે મીટિંગ

04 May 2021.1:03 PM

કોરોના મહામારીમાં ગુજરાત બરાબરનું સપડાયું છે. દેશના મોટાભાગના રાજ્યો લોકડાઉન તરફ વળ્યા છે. ત્યારે ગુજરાતમાં લોકડાઉન આવશે કે નહીં? તેના પર લોકો મીટ માંડીને બેઠા છે. આજે સીએમ વિજય રૂપાણી જૂનાગઢમાં કોરોનાની સ્થિતિ જાણવા પહોંચ્યા હતા. ત્યાં એક ઉચ્ચસ્તરીય બેઠક બાદ રાજ્યમાં લોકડાઉન અંગે એક નિવેદન આપ્યું છે.

રાજ્યના સીએમ વિજય રૂપાણીએ ગુજરાતમાં લોકડાઉન અંગે જણાવ્યું હતું કે, ગુજરાતમાં લોકડાઉન આવશે કે નહીં તે મુદ્દે આજે સાંજ સુધીમાં યોગ્ય નિર્ણય લેવાશે. તેના માટે આજે બપોર પછી એક બેઠક મળવાની છે. જેમાં રાજ્યની સ્થિતિની સમીક્ષા કરીને કોઈ યોગ્ય નિર્ણય લેવામાં આવશે તેમ રૂપાણીએ જણાવ્યું હતું.

જૂનાગઢ શહેર-જિલ્લામાં કોરોનાની સ્થિતિ અને તેના નિયંત્રણ માટે મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષ સ્થાને કલેક્ટર કચેરી જૂનાગઢ ખાતે આજે ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક મળી હતી. જેમાં મુખ્યમંત્રીએ જૂનાગઢ શહેર તેમજ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં કોરોના કેસ, ટેસ્ટિંગ, ટ્રેસિંગ, કોવિડ ડેડિકેટેડ હોસ્પિટલો, બેડની સંખ્યા,ઓકિસજનની સુવિધા, વેન્ટીલેટર, દવાઓ, સારવારની સુવિધા, આરોગ્ય સ્ટાફ સહિતની વિગતો મેળવીને કોરોના નિયંત્રણ અને જરૂરી વ્યવસ્થા ઉપલબ્ધ કરાવવા વહીવટી તંત્રને માર્ગદર્શન કરીને સૂચનોઓ આપી હતી.

સીએમ વિજય રૂપાણીએ જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં કોરોનાની સ્થિતિ અંગે સમીક્ષા કરી હતી. જેમાં દર્દીઓના સગાઓને મળીને CMએ આશ્વાસન આપ્યું હતું. સિવિલ હોસ્પિટલોમાં અચાનક કેસમાં ઘટાડો નોંધાયો છે.

આ બેઠકમાં મંત્રી જવાહર ચાવડા, સાંસદ રાજેશ ચૂડાસમા, જૂનાગઢના મેયર ધિરુ ગોહેલ, ધારાસભ્ય દેવાભાઇ માલમ, મુખ્ય સચિવ અનિલ મુકીમ, જિલ્લા પંચાયત પ્રમુખ શાંતાબેન, આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિ, ખાસ ફરજ પરના અધિકારીઓ, જિલ્લા કલેક્ટર, મ્યુનિસિપલ કમિશનર, જિલ્લા વિકાસ અધિકારી, રેન્જ આઇજી, જિલ્લા પોલીસ વડા સહિત પદાધિકારી અને અધિકારીઓ ઉપસ્થિત રહીને કોરોનાની સ્થિતિ અંગે ચર્ચા- વિચારણા કરી હતી.

Disclaimer

Disclaimer

This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt Publisher: Sandesh

#Hashtags