Zee News ગુજરાતી

736k Followers

રાત્રિ કર્ફ્યૂ કે લોકડાઉન અંગે જનતાનું કન્ફ્યુઝન થયુ દૂર, ગુજરાત સરકારે લીધો આ મહત્વનો નિર્ણય

04 May 2021.5:25 PM

ઝી મીડિયા/બ્યૂરો: ગુજરાતમાં કોરોના કહેરની (Gujarat Corona Cases) ચેઈન તોડવા માટે સરકાર દ્વારા મહત્વની બેઠક યોજવામાં આવી હતી. જેમાં સરકાર દ્વારા લોકડાઉન (Lockdown) લગાવવું કે નહીં તે અંગે નિર્ણય લેવામાં આવ્યો છે. સરકાર દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે. કે રાજ્યમાં લોકડાઉન (Lockdown In Gujarat) લગાવવામાં આવશે નહીં. 29 સહિત અન્ય શહેરોમાં રાત્રિ કર્ફ્યૂ (night curfew) લગાવવામાં આવશે. આ ઉપરાત દિવસ દરમિયાન આવશ્યક સેવાઓ સિવાયની દૂકાનો બંધ રાખવામાં આવશે.

રાજયના 29 શહેરોમાં કફર્યૂની (curfew) મર્યાદા પુર્ણ થઇ રહી છે, ત્યારે આજે સાંજે કોર કમિટીની બેઠક (Core Committee Meeting) મળી હતી.

જેમાં નિર્ણય રાત્રિ કરફ્યૂની મુદત વધારાશે કે નહિ તે અંગે નિર્ણય લેવામાં આવ્યો છે. જો કે, રાજ્યમાં લોકડાઉન લાગવાની અફવાઓને લઇને જનતા કન્ફ્યુઝન હતી. ત્યારે આ બેઠકમાં લેવામાં આવેલા મહત્વના નિર્ણય બાદ રાત્રિ કરફ્યૂ (night curfew) કે લોકડાઉન (lockdown) બંનેની ચર્ચાઓ પર પૂર્ણવિરામ લાગી ગયો છે.

GMERS મેડિકલ કોલેજના તબીબી શિક્ષકો સરકાર સામે મેદાને ઉતર્યા, 11 મેથી આંદોલનની ચીમકી

મુખ્યમંત્રી વિજય રૂપાણી આજે જુનાગઢમાં સ્થિતિનું નિરીક્ષણ કરવા પહોંચ્યા હતા. જ્યાં તેમણે સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી હતી. તેના બાદ કલેક્ટર કચેરી ખાતે સમીક્ષા બેઠક યોજી હતી. તેમણે મેયર, જિલ્લા કલેક્ટર, કમિશનર, આરોગ્ય અધિકારી સહિત સાથે કોવિડ 19 ની પરિસ્થિતિ સમીક્ષા કરી હતી. ત્યારે તેમણે મીડિયા સંબોધનમાં સીએમ રૂપાણીએ કહ્યું હતું કે, છેલ્લાં પાંચ સાત દિવસથી કેસ ઓછા આવી રહ્યાં છે. અગાઉ રોજ દોઢ હજાર જેટલા કેસ આવી રહ્યા હતા.

સુરત: નવી સિવિલના બાયોકેમેસ્ટ્રી ડિપાર્ટમેન્ટની સરાહનીય કામગીરી, અંદાજિત 3.50 લાખ જેટલા કરાયા રિપોર્ટ

પરંતુ હવે કેસ ઘટી રહ્યાં છે. તેથી તંત્રને રાહત મળી છે સાથે જ લોકોને પણ રાહત થઈ રહી છે. છતા અતિવિશ્વાસમાં રહેવું ન જોઈએ. 15 મી મેએ કોરોનાનો મોટો પિક આવશે તેની વ્યવસ્થા અમે કરી રહ્યાં છીએ. તેથી આજે સાંજે કોર ગ્રૂપની મીટિંગમાં પરિસ્થિતિ વિશે માહિતી મેળવીને નિર્ણય કરીશું. 5 તારીખનું કફ્યૂનો નોટિફિકેશન વિશે પણ ચર્ચા કરીશું.

Viral Video: કોરોનીયા તું ક્યાંથી આવ્યો... કોરોનાની વાસ્તવિક સ્થિતિનો ચિતાર આપતો વીડિયો વાયરલ

મુખ્યમંત્રી રૂપાણીએ હોસ્પિટલ કેમ્પસમાં દર્દીઓના સંબંઘીઓને રૂબરૂ મળી ખબર-અંતર પૂછીને તેમના દુઃખમાં સહભાગી થતા લાગણીસભર દ્રશ્યો સર્જાયા હતા. આ તકે મુખ્યછમંત્રી રૂપાણીએ તેમના સ્વજનો જલ્દીથી સાજા થઇ ઘરે જશે તેવી હૈયાઘારણા આપીને રાજય સરકાર તમામ મદદ કરશે તેવી ખાત્રી આપી હતી.

Disclaimer

Disclaimer

This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt Publisher: Zee News Gujarati

#Hashtags