સંદેશ

1.5M Followers

કોરોનાને કાબૂમાં લેવા રૂપાણી સરકારનો નિર્ણય, રાજ્યમાં કડક નિયંત્રણો સાથે 36 શહેરોમાં રાત્રિ કર્ફ્યૂ

04 May 2021.8:22 PM

ગુજરાતમાં કોરોના મહામારીનું સંક્રમણે ભયાનક પરિસ્થિતિનું નિર્માણ કર્યું છે. વધતા સંક્રમણને અટકાવવા માટે લોકડાઉન ખુબજ જરૂરી છે જેવું અનેક ડૉક્ટરો અને નિષ્ણાંતો કહી ચૂક્યા છે. છતા રૂપાણી સરકાર દ્વારા લોકડાઉન લઈને કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. જોકે કોરોના મહામારીને લઇ રાજ્યના અનેક ગામડાઓ જાગૃત બન્યા છે અને સ્વૈચ્છિક લોકડાઉન આપી પોતાના ગામને કોરોના મુક્ત બનાવવાના પ્રયત્ન કરી રહ્યા છે.

કોરોના મહામારીમાં ગુજરાત બરાબરનું સપડાયું છે. દેશના મોટાભાગના રાજ્યો લોકડાઉન તરફ વળ્યા છે. ત્યારે ગુજરાતમાં લોકડાઉન આવશે કે નહીં? તેના પર લોકો મીટ માંડીને બેઠા છે. ત્યારે આજે સાંજે મુખ્યમંત્રી વિજય રૂપાણીના નિવાસસ્થાને તેમની અધ્યક્ષતામાં હાઇપર કમિટિની બેઠક યોજાઇ હતી.

જ્યાં રાજ્યના 29 શહેરો પર લગાવેલ પાંબંધીઓ પર ચર્ચા થઇ હતી.

જણાવી દઇએ કે, ગુજરાતનાં 29 શહેરોમાં કર્ફ્યૂની મર્યાદા પૂર્ણ થઇ રહી છે. આ અંગે નિર્ણય કરવા ગાંધીનગર ખાતે કોર કમિટીની બેઠકમાં મળી હતી. આ બેઠકમાં રાજ્યના વધુ 7 શહેરો એવા ડીસા, અંકલેશ્વર, રાધનપુર, વાપી, કડી, મોડાસા અને વિસનગરમાં રાત્રિ કર્ફ્યૂ લાદી દેવામાં આવ્યું છે. આમ 36 શહેરોમાં 6થી 12 મે સુધી રાત્રિ કર્ફ્યૂ રહેશે. હવેથી રાજ્યના 36 શહેરોમાં કડક નિયંત્રણો લાદી દેવામાં આવ્યા છે. 7 મહાનગરો ઉપરાંત 29 શહેરોમાં નિયંત્રણો લાદી દેવામાં આવ્યા છે. રાજ્યના 36 શહેરોમાં રાત્રિના 8થી સવારના 6 વાગ્યા સુધી કોરોના કરફ્યુ રહેશે. રાજ્યના વધુ 7 શહેરોમાં નિયંત્રણો લાગુ કરાયા છે. સાથે જ રાજ્યના કરફ્યૂ લાદેલા મહાનગરો-શહેરોની અવધિ 12 મે સુધી લંબાવી દેવામાં આવી છે. જણાવી દઇએ કે, આ દરમિયાન રાજકીય અને સામાજિક મેળાવડા બંધ રહેશે અને ધાર્મિકો સંસ્થાનો પણ બંધ રહેશે.

જોકે રાજ્ય સરકાર દ્વારા લાદવામાં આવેલા કડક નિયંત્રણો દરમિયાન તમામ આવશ્યક સેવાઓ ચાલુ રહેશે. અનાજ-કરિયાણાની દુકાન, શાકભાજી, મેડિકલ સ્ટોર, મિલ્ક પાર્લર, બેકરી તથા ખાદ્યપદાર્થોની દુકાનો ચાલુ રહેશે. સાથે જ 36 શહેરોમાં તમામ ઉદ્યોગો, ઉત્પાદન એકમો, કારખાનાઓ અને બાંધકામ પણ ચાલુ રહેશે. ખાનગી ઓફિસોમાં 50 ટકા સ્ટાફની હાજરી સાથે કામકાજ કરી શક્શે પરંતુ આ દરમિયાન તમામ સ્ટાફ ફરજીયાત માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિગના નિયમોના પાલન કરવાનું રહેશે જેનું ચેકિંગ માટે જી.એસ.ટી વિભાગ કચેરીઓનું ઓચિંતું ચેકિંગ કરશે.

મુખ્યમંત્રીના નિવાસસ્થાને હાઇપાવર કમિટીની બેઠકમાં ભુપેન્દ્રસિંહ ચુડાસમા, સૌરભ પટેલ, મુખ્ય સચિવ અનિલ મુકિમ, ગૃહના અધિક મુખ્ય સચિવ પંકજ કુમાર, અધિક મુખ્ય સચિવ રાજીવ ગુપ્તા, એમ.કે.દાસ અને આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિ સહિત સચિવો હાજર રહ્યા હતા.

આ વીડિયો પણ જુઓ : કોરોનાએ ભાજપના દિગ્ગજ નેતાનો ભોગ લીધો

Disclaimer

Disclaimer

This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt Publisher: Sandesh

#Hashtags