GSTV

1.3M Followers

ગુજરાત સરકારનો મોટો નિર્ણય: પોલીસ વાહનચાલકો પાસે માસ્ક સિવાયના દંડ નહીં વસૂલે, થશે મોટી રાહત

22 Apr 2021.5:27 PM

Last Updated on April 22, 2021 by Dhruv Brahmbhatt

હાલ રાજ્યમાં કોરોનાનો કાળો વર્તાઈ રહ્યો છે. એક બાજૂ જનતા પાસે હાલ કમાણીના કોઈ અવસરો દેખાતા નથી, સ્થિતી લોકડાઉન જેવી છે જેથી રોજગાર અને નોકરી પર ખતરો આવ્યો છે. ત્યારે આવા સમયે વાહનચાલકો પાસે અલગ અલગ ટ્રાફિક નિયમો હેઠળ મસમોટો દંડ અને ક્યાંક વાહનો જપ્ત કરવા સંબંધિત કિસ્સાઓ પણ બનતા રહેતા હોય છે. રસ્તાઓ પર ઉભેલા ટ્રાફિક પોલીસના કાફલાઓ જનતા માટે ઘણી વાર મુશ્કેલીઓ નોતરતા હોય છે. જો કે, હવે રાજ્ય સરકાર તરફથી વાહનચાલકોને હાલ પુરતી મોટી રાહત આપતો નિર્ણય લેવાયો છે.

જે અંતર્ગત હવે RTO માં થતી ભીડ અટકાવવા રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે.

જેમાં કહેવાયુ છે કે, પોલીસ વાહનચાલકો પાસે માસ્ક સિવાયના દંડ નહીં વસૂલે. ટ્રાફિકના અન્ય નિયમોના ભંગ બદલ હાલ કોઈ દંડ નહીં વસૂલવામાં આવે, ટ્રાફિક નિયમના ઉલ્લંઘન બદલ વાહન ડિટેઈન પણ નહીં કરાય. CM રૂપાણીએ આ અંગે આર.સી.ફળદુ અને પ્રદીપસિંહ જાડેજાને સૂચના આપી છે.

Last Updated on April 22, 2021 by Dhruv Brahmbhatt

Disclaimer

Disclaimer

This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt Publisher: GSTV

#Hashtags