Mantavya News

297k Followers

પ્લાઝમા શું છે? કોને જરૂર પડે?કોણ આપી શકે? પ્લાઝમાને લઈને ઉદ્ભવતા સવાલના જવાબ જાણો

07 May 2021.06:41 AM

આજકાલ કોરોનાની સાથે સૌથી વધારે સંભળાતું કોઈ નામ હોય તો તે પ્લાઝમા છે. પ્લાઝમા ને લઈને લોકોના મનમાં અનેક તર્ક-વિતર્ક થતાં હોય છે તેમજ તેને ડોનેટ કરવા વિશે પણ લોકોના મનમાં દ્વિધા રહેતી હોય છે. ત્યારે જાણીએ કે પ્લાઝમા શું છે અને આપણને કઈ રીતે લાભદાયક છે તેમજ કોને તેની જરૂર પડે અને કોણ તેને આપી શકે. તેમજ જરૂરિયાત હોય તેને કેટલી વખત ચડાવવું પડે.પ્લાઝમા એ આપણા બ્લડ મા રહેલ લિકવિડ/પ્રવાહી ભાગ છે. આપણા શરીરમાં રહેલ લોહીમાં 55% પ્લાઝમા હોય છે જ્યારે 45% લાલ કણો, શ્વેત કણો અને પ્લેટલેટ હોય છે.

પ્લાઝમા આપણને કેવી રીતે ફાયદો પહોંચાડે છે?

✓ આપણા શરીરમાં રહેલ બ્લડ પ્રેશર ને કન્ટ્રોલ મા રાખે છે અને એની માત્રા ને વધવા દેતું નથી.

✓ બ્લડ કલોટિંગ(ગઠ્ઠા) ન થાય એ માટે પ્રોટીન સપ્લાય કરે છે.

✓ આપણા મસલ ને સોડિયમ અને પોટેશિયમ પૂરું પાસે છે…

✓ શરીર માં pH નુ બેલેન્સ જાળવે છે…

✓ એન્ટી બોડી જનરેટ કરે છે…

કોને જરૂર પડે?

✓ Covid પેશન્ટ ને
✓ દાઝેલા વ્યક્તિઓને
✓ ટ્રોમા પેશન્ટ ને

પ્લાઝમા ક્યા સુધી સચવાય અને કેટલી વારમાં ચડાવવું પડે?

તંદુરસ્ત વ્યક્તિનું પ્લાઝમા લીધા પછી તેને 80 ડિગ્રી (ફેરનહાઇટ) ના તાપમાને ફ્રીઝ કરવામાં આવે છે અને માત્ર 24 કલાકમાં તેનો ઉપયોગ કરવો પડે છે.

જો એક જગ્યાએ થી ફ્રીઝ કરેલું પ્લાઝમા બીજે કાઇ જવું હોય તો તે માત્ર 4 કલાક મા જ ચઢાવવું પડે છે.

કેટલી વાર કરી શકાય?

દર 28 દિવસે અને વરસ મા 13 વખત વધુમાં વધુ પ્લાઝમા ડોનેટ કરી શકાય છે

પ્લાઝમા ડોનેટ કરવામાં કેટલો સમય લાગે છે?

લગભગ 1 થી 1.15 કલાક જેટલો સમય લાગી જાય છે…

કોણ આપી શકે?

✓ કોઈપણ તંદુરસ્ત વ્યક્તિ
✓ 18 થી 60 વરસના વ્યક્તિ
✓ COVID થઈ ચૂકેલ વ્યક્તિ 28 દિવસ પછી (covid પોઝિટિવ થયાના) અને 90 દિવસ સુધી
✓ 50 કી.ગ્રા. થી ઉપરના વ્યક્તિઓ

કોણ ન આપી શકે?

✓ જે COVID પેશન્ટ ન હોય
✓ 18 વરસ થી નીચેના
✓ કોઈપણ સ્ત્રી જે જીવનમાં એકવાર માતા બની ચૂકી હોય
✓ જેમનું હિમોગ્લોબીન ઓછું (લગભગ 12 થી નીચે) હોય
✓ છેલ્લા 28 દિવસ માં વેક્સિન લીધી હોય..
✓ છેલ્લા 3 મહિનામાં એમને પોતાને બ્લડ લેવું પડ્યું હોય કે બદલવું પડ્યું હોય…

( અમારી જાણકારી મુબજની ઉપલબ્ધ શ્રેષ્ઠ માહિતી છે, તેમ છતાં કોઈપણ બ્લડ બેંક , ડોકટર પેથોલોજી નિષ્ણાત આના વિશે વધુ સચોટ માહિતી આપી શકશે)

Disclaimer

Disclaimer

This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt Publisher: Mantavya News Gujarati

#Hashtags