GSTV

1.3M Followers

Bank of Baroda ના ગ્રાહકો માટે ખુશખબર / વોટ્સએપ પર જ મેળવી શકશો આ તમામ સુવિધા, આ નંબરો થશે ઉપયોગી

11 May 2021.8:13 PM

Last Updated on May 11, 2021 by Dhruv Brahmbhatt

કોરોના કાળમાં ડિજિટલ લેણદેણ ખૂબ જ વધી ગઇ છે. એવામાં બેલેન્સ ચેક કરવા અથવા તો ચેક બુક મંગાવવા વગેરે માટે ગ્રાહકોએ હવે બેંકના ચક્કર નહીં ખાવા પડે. બેંક ઑફ બરોડા (Bank of Baroda) એ ગ્રાહકોને સુવિધા આપવા માટે કેટલાંક ખાસ નંબરો રજૂ કર્યા છે. જેના આધારે તેઓ માત્ર વોટ્સએપ દ્વારા જ ટ્રાન્ઝેક્શનની માહિતી જોવા સહિત બેલેન્સ પણ ચેક કરી શકે છે. આ સાથે જ ટોલ ફ્રી નંબર પર કોલ કરીને અન્ય સુવિધાઓનો પણ લાભ ઉઠાવી શકો છો.

BOB તરફથી રજૂ કરવામાં આવેલા આ નંબર 24 કલાક શરૂ રહેશે.

એવામાં બેંકએ પણ ટ્વિટ કરીને આ અંગેની જાણકારી આપી છે. તેની મદદથી તમે ઘરે બેઠા જ બેંકિંગની સુવિધાઓનો લાભ લઇ શકો છો. તેનાથી તમારે એટીએમ અથવા તો કઇ બેંક જવાની જરૂર નહીં પડે. તો અહીં જાણીશું કે આખરે તે કયા નંબરો છે...

વોટ્સએપ પર જ ચેકબુક મંગાવવા સહિત કરી શકશો આ કામ

જો તમે ડેબિટ કાર્ડને બ્લોક કરવા ઇચ્છો છો અથવા તો વ્યાજ દરના વિશે જાણકારી મેળવવા ઇચ્છો છો અથવા તો નજીકની શાખા વિશે જાણકારી મેળવવા ઇચ્છો છો તો તમે વોટ્સએપ સુવિધાનો લાભ લઇ શકો છો. એ માટે તમારે મોબાઇલના કોન્ટેક્ટ લિસ્ટમાં બેંકના વોટ્સએપ બિઝનેસ એકાઉન્ટ સંખ્યા 8433888777 ને સેવ કરવાની રહેશે. આ નંબરના આધારે તમે બેલેન્સ ચેક કરવા, છેલ્લી પાંચ લેણદેણના વિશે પણ જાણકારી મેળવી શકો છો અને ચેક બુક માટે પણ એપ્લાય કરી શકો છો.

M Connect Plus એપ પણ છે ફાયદાકારક

બેંક ઑફ બરોડાએ તાજેતરમાં જ Baroda M Connect Plus એપ પણ લોન્ચ કરી છે, જેના આધારે ગ્રાહક બેંકિંગ સુવિધાઓનો લાભ લઇ શકે છે. તેના આધારે 24 કલાક બેંકિંગની સુવિધાનો લાભ લઇ શકો છો. તેને જોતા ડિજિટલ બ્રાન્ચ પણ શરૂ કરવામાં આવેલ છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને કેસ ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

Last Updated on May 11, 2021 by Dhruv Brahmbhatt

Disclaimer

Disclaimer

This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt Publisher: GSTV

#Hashtags