GSTV

1.4M Followers

સાવધાન/ શું તમારા નામ પર કોઈ અન્ય તો નથી કરી રહ્યાને ખોટા સિમ કાર્ડનો વપરાશ? ચપટીમાં જાણીને કરો નંબર બ્લોક

13 May 2021.4:16 PM

Last Updated on May 13, 2021 by pratik shah

શું તમારા નામ પર અન્ય કોઈ વ્યક્તિતો સિમ કાર્ડ નથી વાપરી રહ્યું ને, તો આ મામલે ટેલીકોમ વિભાગે જાહેર કરી છે એક પોર્ટલ સાઈટ. જેમાં ખોટા સિમ કાર્ડની માહિતી પ્રાપ્ત થાય છે. ગેરકાયદેસર રીતે જાહેર કરેલા સિમ કાર્ડ લાંબા સમયથી કાર્ડ હોલ્ડર્સની સાથે સાથે સરકાર માટે પણ એક પ્રકારની પડકાર બનેલા છે. આ પડકારને નિવારવા માટે ટેલિકોમ વિભાગે એક ખાસ પોર્ટલનું નિર્માણ કર્યું છે. આ પોર્ટલ દ્વારા તેઓ જાણી શકે છે કે તમારા મોબાઈલ નંબરને પોતાની મરજીની વિના કોઈએ પણ વપરાશ તો નથી કર્યો ને, જો તમારા નામ પર અન્ય સીમ કાર્ડ જાહેર કર્યો છે તો તમે તેને બ્લોક કરી શકો છો.

હાલની સરકારી ગાઈડલાઈન્સ મુજબ એક વ્યક્તિના નામ પર વધુમાં વધુ 9 મોબાઈલ કનેક્શન જાહેર કરવામાં આવે છે. જો કોઈ વ્યક્તિને 9થી વધારે મોબાઈલ નંબર જાહેર કરવામાં આવ્યો છે તો આ મામલે ટેલિકોમ વિભાગને જો જાણકારી મળશે તો તેમની વિરુદ્ધ કાર્યવાહી થઈ શકે છે.

સરકારે eSIM ની લિમિટ વધારીને 18 કરી દીધી છે

વર્ષ 2018માં સરકારે 9 સિમ કાર્ડની આ લિમિટ વધારીને 18 સુધી કરી દીધી હતી પરંતુ આ નવી લિમિટ એમ્બેડેડ-સબ્સ્ક્રાઇબર આઇડેન્ટિટી મોડ્યુલ (eSIM) રાખનારા ગ્રાહકોને જ મળશે. eSIM રાખનારા યુઝર્સને નવા કનેક્શન લેતા સમયે અથવા તો સર્વિસ પ્રોવાઇડર બદલવા પર નવું સિમકાર્ડ ખરીદવાની જરૂરિયાત નથી હોતી. તે ગ્રાહકના ડિવાઇસમાં જ ઇન્સ્ટોલ જ હોય છે. નવું કનેક્શન લેતા સમયે જ સર્વિસ પ્રોવાઇડની વિગત અપડેટ કરી દેવામાં આવે છે.

કઈ રીતે તપાસ કરશો તમારો નંબર

  • 1 પોતાના નંબરનો મિસયૂઝના વિશે જાણવા માટે સૌથી પહેલા પોર્ટલ (https://tafcop.dgtelecom.gov.in/alert.php) પર લોગિન કરવાનું રહેશે.
  • 2 ત્યાર બાદ તમારો મોબાઈલ નંબર અપલોડ કરવો પડશે. ત્યાર બાદ OTP નાખવામાં આવશે.
  • 3 ત્યાર બાદ ટેલિકમ વિભાગની તરફથી ગ્રાહકને SMS દ્વારા જાણકારી મળશે, જેમાં જાણકારી હશે કે તેમના નામ પર એક્ટિવ કનેક્શન છે
  • 4 ત્યાર બાદ યૂઝર્સને કોઈ એવા નંબર વિશે જાણ થાય છે કે જે તેમની જાણકારી નથી તો તેને બ્લોક કરવા માટે રિક્વેસ્ટ મોકલી શકે છે.
  • 5 રિક્વેસ્ટ કર્યા બાદ વિભાગની તરફથી વધુ એક ટિકિટ આઈડી મોકલવામાં આવશે, તેથી તમે તેને ટ્રેક કરી શકો.

સરકારે શા માટે જાહેર કરી રિવાઈઝ્ડ ગાઈડલાઈન્સ

મોબાઈલ થી મોબાઈલ કોમ્યુનિકેશન માટે વધારે સંખ્યામાં સિમને ધ્યાનમાં રાખીને જે ટેલિકોમ વિભાગે આ લિમિટને 9થી વધારીને 18 કરી દીધી છે. જેમાં 9 સિમ કાર્ડ ફોન્સ માટે અને 9 મોબાઈલ 2 મોબાઈલ કનેક્શન માટેવપરાશ કરી શકો છો. ટેલિકોમ વિભાગની તરફથી કહેલી વાત એ રિવાઈઝ ગાઈડલાઈન્સ એક એવા સમય પર આવી છે. જ્યારે રિલાયન્સ જિયો અને ભારતી એરટેલે એપ્પલ વોચ સીરીઝ 3નું વેચાણ શરૂ કર્યું છે.

Last Updated on May 13, 2021 by pratik shah

Disclaimer

Disclaimer

This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt Publisher: GSTV

#Hashtags