GSTV

1.4M Followers

ખાસ વાંચો/ આધાર કાર્ડ સાચવીને રાખજો : ખોવાયુ કે ફાટ્યુ તો નહીં થાય રિપ્રિન્ટ, જાણી લો હવે તમારી પાસે છે શું વિકલ્પ

27 May 2021.2:59 PM

Last Updated on May 27, 2021 by Karan

Aadhaar Card News Update: આધાર કાર્ડ એક એવુ ડોક્યુમેન્ટ છે જે આપણી દરેક જરૂરિયાતમાં કામ આવે છે. તેના વિના તમે કોઇપણ સરકારી સ્કીમનો લાભ નથી લઇ શકતાં. સમય સાથે આધાર કાર્ડમાં ઘણા બદલાવ થયા છે. Unique Identification Authority of India (UIDAI) આ વર્ષે PVC આધાર કાર્ડ લઇને આવ્યું છે. જેને રાખવુ સરળ છે અને લાંબા સમય સુધી રહે છે.

Aadhaar Card ની આ સર્વિસ થઇ બંધ

UIDAI એ આધાર કાર્ડને લઇને અનેક સેવાઓને બહેતર અને સરળ બનાવી છે, જેમ કે જો આધાર કાર્ડમાં તમારો ફોટો, સરનામુ અથવા મોબાઇલ નંબર બદલાવવાનો હોય તો તમે આ કામ સરળતાથી ઘરે બેઠા કરી શકો છો.

UIDAIએ હવે આધારને લગતી એક સર્વિસ બંધ કરી દીધી છે. હકીકતમાં પહેલા આધાર કાર્ડ ખોવાઇ જવા પર અથવા ફાટી જવા પર તમે UIDAI ની વેબસાઇટ પર જઇને નવા આધાર કાર્ડ માટે Reprint નો ઓર્ડર આપીને રજીસ્ટર્ડ એડ્રેસ પર મંગાળી શકતા હતાં, તેના માટે તમારે 50 રૂપિયા ચાર્જ પણ ચુકવવો પડતો હતો. પરંતુ હવે એવુ થઇ નહીં શકે કારણ કે આ સર્વિસ હવે UIDAIએ બંધ કરી દીધી છે.

હવે સરળતાથી બનાવો ખિસ્સામાં રાખી શકાય એવું PVC આધાર કાર્ડ

હકીકતમાં UIDAI હવે આધાર કાર્ડને PVC ફોર્મેટમાં બનાવી રહ્યું છે. જેની સાઇઝ એક ડેબિટ કાર્ડ જેટલી જ છે, જે પહેલાના કાર્ડની સરખામણીએ સરળતાથી તમારા ખિસ્સા અથવા વોલેટમાં રાખી શકાય છે. જે આધાર કાર્ડને પ્રિન્ટ કરવાનું UIDAI એ બંધ કર્યુ છે તે સાઇઝમાં ઘણુ મોટુ હતું. તેનુ સ્થાન હવે PVC આધાર કાર્ડે લઇ લીધું છે. તેથી જો તમારે નવુ આધાર કાર્ડ મંગાવવુ હોય તો તમે PVC આધાર કાર્ડ માટે ઓર્ડર કરી શકો છો. કોઇ કામ માટે જો ફિઝિકલ કોપી જમા કરવાની છે તો તેની પ્રિન્ટ લઇ સકાય છે.

UIDAI એ શું કહ્યું

હકીકતમાં એક વ્યક્તિએ ટ્વિટર પર આધાર કાર્ડ હેલ્પલાઇન(Aadhaar Help Centre) પર એક સવાલ પૂછ્યો કે શું મારો આધાર લેટર રિપ્રિન્ટ કરી શકું છુ? મને વેબસાઇટ પર કોઇ ઓપ્શન નથી દેખાઇ રહ્યો. તેના પર આધાર હેલ્પ સેન્ટરે જવાબ મબ્યો કે હવે સર્વિસ હવે બંધ કરી દેવામાં આવી છે. તમે ઓનલાઇન માધ્યમથી આધાર પીવીસી કાર્ડ ઓનલાઇન ઓર્ડર કરી શકો છો. જો તમે ફ્લેક્સિબલ પેપર ફોર્મેટમાં રાખવા માંગતા હોય તો તમે ઇ-આધારની પ્રિન્ટ કાઢી શકો છો.

PVC કેવી રીતે બનાવડાવશો

અત્યાર સુધી આધાર કાર્ડ કાગળ પર પ્રિન્ટેડ ફોર્મમાં જ આવતું હતું પરંતુ UIDAI એ આધાર કાર્ડના ડિજિટલ રૂપને મંજૂરી આપી છે. એટલે કે તમે તમારા મોબાઇલમાં પણ તેને ડાઉનલોડ કરીને સેવ કરી શકો છો. જરૂર પડે ત્યારે તેનો ઉપયોગ કરી શકો છો. ડિજિટલ આધાર કાર્ડની એટલી જ માન્યતા છે જેટલી ફિઝિકલની.

50 રૂપિયામાં બની જશે PVC આધાર કાર્ડ

સૌથી સારી વાત એ છે કે હવે તમે એક મોબાઇલ નંબરથી જ આખા પરિવાર માટે PVC આધાર કાર્ડ બનાવડાવી શકો છો. PVC કાર્ડને સાથે રાખવુ ખૂબ જ સરળ છે. આ પ્લાસ્ટિક ફોર્મમાં હોય છે, તેની સાઇઝ એક એટીએમ કાર્ડ જેટલી હોય છે, તેને તમે સરળતાથી તમારા ખિસ્સા અથવા વોલેટમાં રાખી શકો છો. જો તમે PVC આધાર કાર્ડ બનાવડાવવા માંગતા હોય તો તમારે ફક્ત 50 રૂપિયાની મામૂલી ફી ચુકવવાની છે.

PVC આધાર કાર્ડ માટે અપ્લાય કરવાની પ્રોસેસ

  • UIDAIની ઑફિશિયલ વેબસાઇટ https://resident.uidai.gov.in/ પર જાઓ.
  • My Aadhaar Section પર કર્સર મુકવાથી એક ડ્રોપ મેન્યૂ જોવા મળશે. જેમાં Get Aadhaarના ટેબ ઓપ્શનમાં Order Aadhaar PVC Card પર ક્લિક કરો.
  • તમારો 12 અંકનો આધાર નંબર (UID), 16 અંકોનો વર્ચ્યુઅલ આઇડેંટિફિકેશન નંબર (VID) અથવા તો 28 અંકોનો એનરોલમેન્ટ આઇડી નાંખીને સિક્યોરિટી કોડ નાંખો.
  • My Mobile number is not registered (મારો મોબાઇલ નંબર રજીસ્ટર્ડ નથી)ની આગળ ચેકબોક્સ પર ક્લિક કરો.
  • મોબાઇલ નંબર નાંખીને Send OTP પર ક્લિક કરો.
  • Terms and Conditionsના ચેક બોક્સને ક્લિક કરીને સબમિટ બટન પર ક્લિક કરો.
  • અહીં ધ્યાન રાખો કે તમને આધાર કાર્ડનુ પ્રિવ્યુ નહી જોવા મળે કારણ કે તમે નૉન રજીસ્ટર્ડ મોબાઇલ નંબર દ્વારા OTP મંગાવ્યો છે.
  • Make Payment પર ક્લિક કરો.
  • પેમેન્ટ ગેટવે પેજ ખુલશે જેમાં ક્રેડિટ, ડેબિટ કાર્ડ, નેટ બેન્કિંગ અથવ યુપીઆઇ દ્વારા પેમેન્ટો વિકલ્પ મળશે. અહીં તમારે 50 રૂપિયાનુ પેમેન્ટ કરવાનું છે.
  • પેમેન્ટ સફળ થયા બાદ રિસિપ્ટ જનરેટ થશે જેને પીડીએફ ફોર્મેટમાં ડાઉનલોડ કરી શકો છો.
  • એક સર્વિસ રિકવેસ્ટનંબર એસએમએસ દ્વારા મળશે. તેના દ્વારા તમે ડિસ્પેચ થતા પહેલા PVC કાર્ડ સ્ટેટસ ચેક કરી શકો છો.
  • એક એસએમએસ તમને એવો પણ આવશે જેમાં AWB Number હશે. આ નંબર દ્વારા તમે આધાર PVC કાર્ડને ડિસ્પેચ થયા બાદ ટ્રેક કરી શકો છો કે તે ક્યારે ડિસ્પેચ થયુ અને ક્યાં સુધીમાં તમારી પાસે પહોંચશે.
  • આધાર PVC કાર્ડ રજીસ્ટર્ડ એડ્રેસ પર 15 વર્કિંગ દિવસોમાં પહોંચી જશે. આ કાર્ડને ડિસ્પેચથી લઇને ડિલિવરી સુધીની તમામ જાણકારી રજીસ્ટર્ડ મોબાઇલ નંબર દ્વારા મોકલવામાં આવશે.

આધાર PVC કાર્ડની ખાસિયત

આધાર પીવીસી કાર્ડની વિશેષતા એ છે કે તે લાંબા સમય સુધી ચાલશે અને તે દેખાવમાં આકર્ષક છે. આ સિવાય તેમાં લેટેસ્ટ સિક્યોરિટી ફિચર્સ છે. તેના સિક્યોરિટી ફીચર્સમાં હોલોગ્રામ, Guilloche Pattern, ઘોસ્ટ ઇમેજ અને માઇક્રોટેક્સ્ટ શામેલ છે. ત્યાં પીવીસી (પોલિવિનાઇલ કાર્ડ) છે જે પ્લાસ્ટિકની બનેલુ છે. તેના પર તમારી બધી વિગતો આ પર આપવામાં આવી છે. તમે તેને સરળતાથી તમારા ખિસ્સામાં એટીએમ કાર્ડની જેમ રાખી શકો છો.

Last Updated on May 27, 2021 by Karan

Disclaimer

Disclaimer

This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt Publisher: GSTV

#Hashtags