Mantavya News

297k Followers

નવા નિયમો હેઠળ યૂઝર્સની પ્રાઇવસીનું કરાશે સમ્માન, ડરવાની નથી જરૂરઃ રવિશંકર પ્રસાદ

28 May 2021.08:19 AM

માહિતી ટેકનોલોજી પ્રધાન રવિશંકર પ્રસાદે વ્હોટ્સએપ તરફથી નવા નિયમોની ગોપનીયતા ઉલ્લંઘનનાં આરોપોનો જવાબ આપ્યો છે. તેમણે સ્થાનિક સોશિયલ મીડિયા એપ Koo પર પોસ્ટ કરીને પોતાનો મત વ્યક્ત કર્યો છે.

રાજકારણ / મહુઆ મોઇત્રાએ રામદેવ પર કટાક્ષ કરતા કર્યું ટ્વીટ- એરેસ્ટ તો કોઇનો બાપ પણ નથી કરી શકતો

રવિશંકર પ્રસાદે કહ્યું, 'સરકાર ગોપનીયતાનાં અધિકારનો સંપૂર્ણ આદર કરે છે. નવા નિયમોથી WhatsApp નાં સામાન્ય યૂઝર્સને પરેશાન થવાની કોઇ જરૂર નથી.

આ નિયમોનો ઉદ્દેશ્ય એ છે કે, આ મંચનો દૂરોપયોગ અટકાવવા માટે બનાવવામા આવ્યા છે. નવા નિયમો અનુસાર, સોશિયલ મીડિયા કંપનીઓએ ભારતમાં એક ઓફિસ ખોલવાની રહેશે, જેમાં એક નોડલ અધિકારીની નિમણૂક કરવામાં આવશે અને તેઓ સરકાર અને લોકોની ચિંતાઓને દૂર કરવા માટે કામ કરશે. પ્રસાદે કહ્યું કે, સરકાર પ્રશ્નો પૂછવાના અધિકાર સહિતની ટીકાઓને આવકારે છે. પ્રસાદે માઇક્રો-બ્લોગિંગ પ્લેટફોર્મ Koo પર પોસ્ટ કરી, અને સાથે ટ્વીટ પણ કર્યું કે, નવા નિયમો સોશિયલ મીડિયાનાં સામાન્ય યૂઝર્સને કોઈપણ ગેરવર્તન અને દુરૂપયોગની સ્થિતિમાં સશક્ત બનાવે છે. તેમણે કહ્યું કે સરકાર ગોપનીયતાનાં અધિકારનો સંપૂર્ણ રીતે માને છે અને તેનો આદર કરે છે. પ્રસાદે કહ્યું કે, વોટ્સએપનાં સામાન્ય યૂઝર્સે નવા નિયમોથી ડરવાની જરૂર નથી. તેમનો મૂળ ઉદ્દેશ્ય એ છે કે નિયમોમાં ઉલ્લેખિત વિશિષ્ટ ગુનાઓ ચલાવનારા સંદેશની શરૂઆત કોણે કરી. તેમણે જણાવ્યું હતું કે નવા આઇટી નિયમો હેઠળ સોશિયલ મીડિયા કંપનીઓએ સોશિયલ મીડિયાનાં લાખો યૂઝર્સને તેમની ફરિયાદોનાં નિવારણ માટે એક મંચ આપવા માટે ભારત કેન્દ્રિત ફરિયાદ નિવારણ અધિકારી, અનુપાલન અધિકારી અને નોડલ અધિકારીની નિમણૂક કરવાની રહેશે.

વિશ્વમાં નોંધ્યો પહેલો કેસ / આંતરડા સુધી પહોંચ્યું વ્હાઈટ ફંગસ, મહિલાના આંતરડામાં પડી ગયું કાણું

ઉલ્લેખનીય છે કે, WhatsApp એ સરકારનાં નવા ડિજિટલ નિયમોને દિલ્હી હાઈકોર્ટમાં પડકાર્યો છે, જેના એક દિવસ બાદ સરકારનો આ પ્રતિસાદ સામે આવ્યો છે. WhatsApp કહે છે કે એન્ક્રિપ્ટેડ મેસેજોને એક્સેસ આપવાથી ગોપનીયતા સુરક્ષા કવચ તૂટી જશે. જો કે, માહિતી ટેકનોલોજી પ્રધાન રવિશંકર પ્રસાદે કહ્યું કે, ભારતે જે પણ પગલા સૂચવ્યા છે તેનાથી WhatsApp નાં સામાન્ય કામકાજ પર કોઈ અસર નહીં પડે. ઉપરાંત, સામાન્ય યૂઝર્સ પર તેની કોઈ અસર નહીં પડે. નવા નિયમોની જાહેરાત 25 ફેબ્રુઆરીએ કરવામાં આવી હતી. આ નવા નિયમ હેઠળ, ટ્વિટર, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને વ્હોટ્સએપ જેવા મોટા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ (જેના દેશમાં 5 મિલિયનથી વધુ યૂઝર્સ છે) માટે વધારાનાં પગલા લેવાની જરૂર રહેશે. આમાં ચીફ કમ્પ્લાયન્સ ઓફિસર, નોડલ ઓફિસર અને ભારતમાં સ્થિત ફરિયાદ અધિકારીની નિમણૂક વગેરેનો સમાવેશ થાય છે. જો સોશિયલ મીડિયા કંપનીઓ નિયમોનું પાલન નહીં કરે તો તેમને પોતાની ઇંટરમીડિએટરી સ્થિતિને ગુમાવવી પડી શકે છે. આ સ્થિતિ તેમને કોઈ તૃતીય પક્ષની માહિતી અને તેમના દ્વારા 'હોસ્ટ' કરવામાં આવેલ ડેટા માટે જવાબદારીઓને મુક્તિ અને રક્ષણ આપે છે. બીજા શબ્દોમાં કહીએ તો, તેની સ્થિતિની સમાપ્તિ થયા પછી, ફરિયાદ પર કાર્યવાહી કરી શકાય છે.

Disclaimer

Disclaimer

This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt Publisher: Mantavya News Gujarati

#Hashtags