સંદેશ

1.5M Followers

આજે વિશ્વ સાયકલ દિવસ: રાજકોટમાં મોંઘીદાટ સાયકલોમાં 6 માસનું વેઈટીંગ, કેટલાંક મોડેલની 1થી 4 લાખની કિંમત

03 Jun 2021.08:57 AM

કોરોનાના એક વર્ષમાં લોકો સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત બનતા ટુ વ્હીલર અને ફેર વ્હીલરનું સ્થાન સાયકલ લઇ રહી છે. ત્રીજી જૂનના વિશ્વ સાયકલ દિવસ છે ત્યારે એ નોંધનીય છે કે હવે સસ્તી સાયકલના જમાના ગયા ને સાયકલ પણ હવે મોંઘીદાટ બની છે અને તે માટે પણ ૬ માસનું વેઈટીંગ છે. મોંઘી સાયકલના અમૂક મોડેલની કિંમત 1થી 4 લાખ સુધીની છે.

પહેલા સાયકલ ગરીબોનું વાહન ગણાતી હતી. જોકે હવે આ જ સાયકલ કરોડપતિઓનું લાઈફ્ સ્ટેટસ બની છે. કોરોનામાં લોકો સ્વાસ્થ્ય પ્રત્યે વધુ ચિંતાતુર બન્યા છે ત્યારે સાયકલનો ક્રેઝ વધ્યો છે. રાજકોટ સાયકલ ઝોનના અમિત ટાંક જણાવે છે કે, તાઈવાન એ દુનિયાનું સાયકલ હબ ગણાય છે. જ્યાંથી તમામ સાયકલ અન્ય દેશોમાં પહોચે છે.

ભારતમાં 20,000થી વધુ કિંમતનું ઉત્પાદન થતું નથી. જેથી અન્ય દેશોમાંથી સાયકલ ઈમ્પોર્ટ કરવી પડે છે.

તાઈવાનની મેરીડા, યુ.એસ.એ.ની ટ્રેક, સ્વીત્ઝરલેન્ડની સ્ટોટ અને ઇન્ડોનેશિયાની પોલીગોન સહીતની કંપનીની સાયકલ મોંઘી હોય છે. જેની કિંમત 1થી4 લાખ સુધીની હોય છે. રાજકોટમાં અઢી લાખ સુધીની કિંમતની સાયકલ લોકો ફ્ેરવે છે. જેમાં 6 માસ સુધીનું વેઈટીંગ છે. રાજકોટમાં છેલ્લા 15 વર્ષથી સાયકલ ચલાવતા દિવ્યેશ અઘેરા જણાવે છે કે હાઈબ્રીડ, એમ.ટી.બી. અને રોડ બાઈક પ્રકારની સાયકલ ખૂબ મોંઘી આવે છે. જે કાર્બન ફઈબરમાંથી બને છે અને ખૂબ જ ઓછા વજનવાળી તથા મજબુત હોય છે. હાઈબ્રીડ સાયકલની હાલ શોર્ટેજ છે.

સાયકલના ભાવમાં 10થી 30 ટકાનો વધારો, કંપનીને ટાયર ઈમ્પોર્ટ કરવાની છે મનાઈ

કોરોના વચ્ચે રો મટીરીયલ અને ટ્રાન્સપોર્ટેશન સહીતની કિંમત વધતા સાયકલના ભાવમાં 10થી 30 ટકાનો વધારો થયો છે. કારણકે હાઈબ્રીડ પ્રકારની સાયકલ વિદેશથી ઈમ્પોર્ટ કરવી પડે છે. આ ઉપરાંત સરકારે વિદેશથી ટાયરની આયાત પર પ્રતિબંધ મુક્યો છે ત્યારે સાયકલના ટાયર કંપની પોતે મંગાવી શકતી નથી. જેથી વ્યક્તિએ પોતે મંગાવવા પડતા ટાયર મોંઘા આવે છે. શહેરમાં દર મહીને 150 જેટલી સાયકલનું વેંચાણ થતું હોવાનું વેપારી જણાવે છે.

વિશ્વ બાયસિકલ દિવસના સાયકલીંગ ઇવેન્ટ

રાજકોટ સાયકલ ક્લબના સ્થાપના દિન નિમત્તે વિશ્વ બાયસિકલ દિવસની રાજકોટમાં તા.03/06ના ગુરૂવારના સાયકલીંગ ઇવેન્ટનું આયોજન છે. આ ઇવેન્ટ અંગેના ફેર્મ તા.01/06થી rotaryrajkotmidtown.org પરથી ડાઉનલોડ કરી શકાશે અને ઇવેન્ટ ના દિવસે સાયકલિસ્ટે ડાઉનલોડ કરેલ ફેર્મ તા.03/06/2021 ના રોજ દિવસ 8 સ્થળે રાખવામાં આવેલ ડ્રોપ બોક્સમાં જરૃરી વિગત ભરીને જમાં કરાવવાનું રહેશે.

ફોર્મ જમાં કરાવવાનો સમય સવારે 07થી સાંજે 07 કલાક સુધીનો રહેશે. જેમાં સ્પર્ધકો સ્થળ પર પણ ફેર્મ ભરીને બુથમાં જમા કરાવી શકશે. ફેર્મનો લક્કી ડ્રો કરવામાં આવશે. લક્કી ડ્રો માં વિજેતા થનાર 10 વિજેતાઓને રોટરી મીડટાઉન લાયબ્રેરીની મેમ્બરશીપ તથા સાયકલીંગ એસેસરીઝ મળીને કુલ 50થી વધુ જેટલા સાયકલીસ્ટોને પ્રોત્સાહિત કરવામાં આવશે. ઇવેન્ટમાં ભાગ લેનાર સાયકલીસ્ટોએ ગ્રુપમાં સાયકલીંગ કરી શકાશે નહી. તમામે માસ્ક પહેરવાનું રહેશે.

Disclaimer

Disclaimer

This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt Publisher: Sandesh

#Hashtags