KhabarPatri

63k Followers

ચલો રાઈડ હેઈલ લઈને આવ્યા છે ભારતની સૌપ્રથમ યુવી (અલ્ટ્રાવાયોલેટ) સેનિટાઇઝ કેબ સર્વિસ

04 Jun 2021.3:20 PM

આ ન્યુ નોર્મલના સમયમાં, કાર એ મોજશોખ કરતાં વધુ જરૂરી છે. હાલના પોસ્ટ લોકડાઉન દરમિયાન ટ્રાન્સપોર્ટેશન એ અનેક લોકોની વચ્ચે મુખ્ય મુદ્દો બન્યો છે. ટ્રાન્સપોર્ટેશન સંદર્ભે સલામતીના પ્રશ્નો આવતા જ, મોટાભાગના લોકો વ્યક્તિગત ટ્રાવેલિંગને પસંદ કરતા થયા છે. જે બાબતને ધ્યાનમાં રાખી ગુજરાત સ્થિત પ્રથમ સ્થાનિક કેબ સર્વિસ 'ચલો' ભારતની પ્રથમ યુવી (અલ્ટ્રાવાયોલેટ) સેનિટાઇઝ્ડ કેબ સર્વિસ લઈને આવ્યા છે. યુવી સ્ટેરીલાઈઝાર એ ચલોની ઇન-હાઉસ ટેકનોલોજી છે.

રાઈડરની સલામતી એ ચલોનું પહેલેથી પ્રાધાન્ય રહ્યું છે, એ બાબતને કેન્દ્રસ્થાને રાખીને જ હવેથી દરેક સફર પૂરી થયા પછી કેબ્સને યુવીથી સેનીટાઈઝ કરવામાં આવશે. આ પ્રકારની સેવા ભારતમાં પ્રથમવાર શરુ થવા જઈ રહી છે.

ચલો કેબ્સમાં 1000+થી વધુ ડ્રાઇવર્સ, 15000+ રાઇડર્સ અને 25000 થી વધુ રાઇડ્સ અત્યાર સુધીમાં બુક થઇ ચુકી છે અને હાલની તારીખમાં પણ થઇ રહી છે. ચલોમાં સૌપ્રથમ રાઈડમાં ડિજિટલ પેમેન્ટનો ઓપ્શન પસંદ કરતા સવારીની કુલ રકમ પર 50% ઓફ પણ આપવામાં આવી રહ્યું છે. સરેરાશ દૈનિક 25 થી 125 લોકો ચલો એપ્લિકેશન ડાઉનલોડ કરે છે.

ચલોના ફાઉન્ડર પ્રિયંક રાઠોડ અને વિવેક મિસ્ત્રીએ જણાવ્યું કે, 'અમારું મિશન દરેકને સસ્ટેનેબલ ટ્રાન્સપોર્ટેશનના સંદર્ભમાં વધુ સુવિધાસંપન્ન બનાવવાનું તથા તેના માટે પોસાય તેવી, વિશ્વસનીય અને રીવોર્ડ્સથી ભરપુર રાઈડ આપવાનું છે. ભારતમાં પ્રથમ વાર અમે યુવી (અલ્ટ્રાવાયોલેટ) સેનિટાઈઝડ કેબ સર્વિસ શરુ કરી રહ્યા છીએ. જેમાં દરેક રાઇડ પછી સેનિટાઇઝેશન પ્રક્રિયા કરવામાં આવશે. તથા રાઈડ દરમિયાન, કારમાં પ્રવેશ કરતી વખતે, તથા બહાર નીકળતા સમયે રાઈડર્સ વચ્ચે સોશિયલ ડીસ્ટન્સ જળવાયું છે એ બાબત પણ સુનિશ્ચિત કરવામાં આવશે.'

ચલોના કો-ફાઉન્ડર રજત રાઠોડે જણાવ્યું કે, ' અમે ભારતમાં સ્કેન અને ગો કેબ સર્વિસ રજૂ કરનારા પ્રથમ છીએ. અત્યારે અમદાવાદ અને ગાંધીનગર ખાતે ચલો કેબ સર્વિસ ઉપલબ્ધ છે અને અમે આ વર્ષના અંત સુધીમાં સમગ્ર ગુજરાતમાં સેવા શરૂ કરવાનું વિચારી રહ્યા છીએ. ચલો કેબ સર્વિસ ગયા વર્ષે નવેમ્બર મહિનામાં ઇઝી ઇંટરફેસ, એસઓએસ - સલામતી સુવિધા, ફેમિલી શેરિંગ, બિઝનેસ પ્રોફાઇલ અને અનન્ય રીવોર્ડ સિસ્ટમ જેવી ઘણી મહત્વપૂર્ણ સુવિધાઓથી શરૂ કરવામાં આવી છે.'

Related

Disclaimer

Disclaimer

This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt Publisher: KhabarPatri

#Hashtags