GSTV

1.3M Followers

BIG NEWS/ બોર્ડની પરીક્ષા પહેલાં ધોરણ 10-12ના 4 લાખ છાત્રોને કોરોના રસી આપવાની સરકારે કરી તૈયારી, સૌથી મોટો માસ્ટરપ્લાન

28 May 2021.09:23 AM

Last Updated on May 28, 2021 by Bansari

ધો.૧૦-૧૨ની બોર્ડ પરીક્ષા માર્ચમાં લેવાતી હોય છે પરંતુ કોરોનાને પગલે આ વર્ષે પ્રથમવાર બોર્ડ પરીક્ષા જુલાઈમાં લેવામા આવનાર છે.જેને લઈને ૧ જુનની કટ ઓફને પગલે ધો.૧૨ના ૩ લાખથી વધુ વિદ્યાર્થીઓ ૧૮ વર્ષથી ઉપર જતા તેઓને રસી આપવી પડશે. ધો.૧૦માં પણ રીપિટર અને ખાનગી વિદ્યાર્થીઓ મળીને ૧.૧૦ લાખ જેટલા વિદ્યાર્થીઓ ૧૮ વર્ષથી ઉપરના છે. આમ આ વિદ્યાર્થીઓને પરીક્ષા પહેલા કોરોના રસી આપવાની વિચારણા સાથે તૈયારી શરૃ કરાઈ છે.

ધો.૧૨ના વિદ્યાર્થીઓ મોટા ભાગે બોર્ડ પરીક્ષા સમયે ૧૭થી ૧૮ વર્ષની વચ્ચેના હોય છે. ખૂબ જ ઓછા વિદ્યાર્થીઓ એવા હોય છે કે જેઓના ૧૮ વર્ષ ઉપર થયા હોય.

પરંતુ આ વર્ષે ધો.૧૨ની બોર્ડ પરીક્ષામાં ૩ લાખ જેટલા વિદ્યાર્થીઓ એવા છે કે જેઓ ૧૮ વર્ષથી ઉપરના છે.

ધો.૧૨માં ૩ લાખ જેટલા વિદ્યાર્થીઓ ૧૮ વર્ષથી વધુ વયના

ધો.૧માં પ્રવેશ માટેની જે કટ ઓફ ડેટ ૧લી જુન છે તે મુજબ ૬ વર્ષે પહેલા ધોરણમાં પ્રવેશ મુજબ ૧લી જૂન પહેલા માર્ચની બોર્ડ પરીક્ષા સમયે મોટા ભાગના વિદ્યાર્થીઓ ૧૭ વર્ષના હોય છે. પરંતુ આ વર્ષે કોરોનાને લીધે પ્રથમવાર બોર્ડ પરીક્ષા જુલાઈમાં યોજાઈ રહી છે. જેથી જુનની કટ ઓફ જતી રહેતા ધો.૧૨માં ૩ લાખ જેટલા વિદ્યાર્થીઓ ૧૮ વર્ષથી વધુ વયના થઈ જાય છે. જ્યારે ધો.૧૦ની વાત કરીએ તો ધો.૧૦માં રીપિટર અને એક્સટર્લની બોર્ડ પરીક્ષા લેવામા આવનાર છે અને રીપિટરમાં અનેક વિદ્યાર્થીઓ વર્ષો જુના છે અને તેઓ ૧૮ વર્ષથી વધુના તેમજ ખાનગી તરીકે આપતા અનેક વિદ્યાર્થીઓ ૧૮ વર્ષથી ઉપરના છે.

૧૮ વર્ષથી ઉપરના વિદ્યાર્થીઓને રસી આપવાની વિચારણા

આમ ધો.૧૦-૧૨ની જુલાઈમા લેવાનારી બોર્ડ પરીક્ષા પહેલા ૪ લાખથી વધુ વિદ્યાર્થીઓને કોરોના રસી આપવી પડે. હાલ ૧૮ વર્ષથી ઉપરના લોકોને રસી આપવાનુ ચાલુ છે ત્યારે સરકારે બોર્ડ પરીક્ષા પહેલા ધો.૧૦-૧૨ના ૧૮ વર્ષથી ઉપરના વિદ્યાર્થીઓને રસી આપવાની વિચારણા કરી રહી છે. જેને લઈને બોર્ડ પાસે ડેટા પણ માંગવામા આવ્યા છે અને બોર્ડ દ્વારા હાલ જિલ્લાવાર આવા ૧૮ વર્ષની ઉપરની વયના વિદ્યાર્થીઓના ડેટા તૈયાર કરવામા આવી રહ્યો છે.

જે સરકારને આપ્યા બાદ સરકાર દ્વારા હેલ્થ વિભાગ સાથે મળીને જિલ્લાવાર વિદ્યાર્થીઓને રસી આપવાનું શરૃ કરાય તેવી શક્યતા છે. જો કે એક બાજુ કોરોના રસીના ડોઝની અછત છે ત્યારે આવા ૪ લાખ જેટલા વિદ્યાર્થીને રસી આપી દેવાશે કે કેમ તે પણ પ્રશ્ન છે. જ્યારે વિદ્યાર્થીઓ-વાલીઓ તો રસીકરણને લઈને ચિંતામાં છે અને પરીક્ષામાં પુરતી તકેદારી પણ ઈચ્છી રહ્યા છે. ૧૮ વર્ષથી વધુની વયના વિદ્યાર્થીઓ-યુવાનોમાં પણ રસી લેવા માટે ભાર ઉત્સાહ છે.

Last Updated on May 28, 2021 by Bansari

Disclaimer

Disclaimer

This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt Publisher: GSTV

#Hashtags