GSTV

1.3M Followers

જાણવા જેવું/ આ છે દુનિયાનું સૌથી કિંમતી બ્લડ ગ્રુપ! દુનિયાભરમાં માત્ર 43 લોકો પાસે છે ભગવાનનું આ વરદાન

29 May 2021.12:02 PM

Last Updated on May 29, 2021 by Karan

આમ તો તમે એ,બી,ઓ,એબી….નેગેટિવ-પોઝિટિવ અનેક બ્લડ ગ્રુપ વિશે વાંચ્યુ અને સાંભળ્યું હશે. પરંતુ શું તમે જાણો છો કે એક એવુ બ્લડ ગ્રુપ પણ છે જે દુનિયાભરમાં માત્ર ગણતરીના લોકો પાસે હોય છે. હકીકતમાં અમે જે બ્લડ ગ્રુપ વિશે વાત કરી રહ્યા છીએ જેને દુનિયાના સૌથી બ્લડ ગ્રુપ માનવામાં આવે છે.

વૈજ્ઞાનિકોએ તેને ગોલ્ડન બ્લડ નામ આપ્યું

અમે વાત કરી રહ્યાં છીએ ગોલ્ડન બ્લડની જેનું અસલ નામ આરએચ નલ (Rh null) છે.

તમારી જાણકારી માટે જણાવી દઇએ કે સૌથી રેર હોવાના કારણે સંશોધન કરી રહેલા વૈજ્ઞાનિકોએ તેને ગોલ્ડન બ્લડ નામ આપ્યું છે. રેયરેસ્ટ હોવા અને કોઇપણ બ્લડ ગ્રુપને ચડાવી શકાય તેવું હોવાથી આ બ્લડને ખૂબ જ કિંમતી માનવામાં આવે છે.

તેવામાં લોહીના તમામ પ્રકારોમાંથી ગોલ્ડન બ્લડ કહેવામાં આવે છે. તેની સૌથી મોટી ખાસિયત એ જ છે કે તેમાં કોઇપણ પ્રકારનું એન્ટીજન મળી આવતુ નથી. એટલે કે લોહી કોઇપણ બ્લડ ગ્રુપને ચડાવવામાં આવે તો શરીર તેને સ્વીકારી લે છે.

અત્યાર સુધીમાં માત્ર 43 લોકોમાં જ મળી આવ્યું છે ગોલ્ડન બ્લડ

યૂએસ રેયર ડિસીઝ ઇન્ફોર્મેશન સેન્ટર અનુસાર ગોલ્ડન બ્લડ ગ્રુપ એન્ટીજનથી રહિત હોય છે તેથી જે લોકોના શરીરમાં આ લોહી હોય છે તેમને એનીમિયાની ફરિયાદ હોય છે. આ જ કારણે આવા લોકોની જાણ થતા જ ચિકિત્સક તેમને ડાયટ પર ખાસ ધ્યાન આપવા અને આયરન ધરાવતી વસ્તુઓ વધુ ખાવાની સલાહ આપે છે .

તમારી જાણકારી માટે જણાવી દઇએ કે એક રિસર્ચ અનુસાર આ અત્યાર સુધીમાં માત્ર 43 લોકોમાં જ મળી આવ્યું છે. તેમાં બ્રાઝીલ, કોલંબિયા, જાપાન, આયરલેન્ડ અને અમેરિકાના લોકો સામેલ છે. રેયરેસ્ટ હોવા અને સેમ બ્લડ ગ્રુપને સ્વીકાર કરવાના કારણે ડોક્ટર આ લોકોને સતત રક્તદાન કરવા માટે પ્રોત્સાહિત કરે છે. જેથી જરૂર ઉભી થાય ત્યારે આ લોહી કામ આવી શકે.

Last Updated on May 29, 2021 by Karan

Disclaimer

Disclaimer

This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt Publisher: GSTV

#Hashtags