VTV News

1.2M Followers

સારા સમાચાર / સરકારી નોકરી માટે મહેનત કરતાં યુવાઓ માટે સારા સમાચાર, GPSC પરીક્ષાને લઈને મોટું એલાન

29 May 2021.11:56 AM

જરાતમાં સરકારી નોકરી માટે તૈયારી કરી રહેલા યુવાનો માટે સારા સમાચાર આવ્યા છે કોરોના કેસ ઘટતા ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ભરતી પરીક્ષાઓને લઈને મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો

  • GPSCની પરીક્ષાની તૈયારી કરતા લોકો માટે સારા સમાચાર
  • કોરોનાના કેસ વધતા અટકાવી દેવામાં આવી હતી ભરતી પ્રક્રિયા
  • અગાઉ ફોર્મ ભરાયા હતા તેમને ચિંતા કરવાની જરૂર નથી

GPSCની પરીક્ષાની તૈયારી કરતા લોકો માટે સારા સમાચાર
કોરોનાના કારણે છેલ્લા દોઢ વર્ષ કરતા વધુ સમયથી ભરતી પ્રક્રિયા પર રોક લાગી ગઈ છે, ત્યારે ગુજરાતમાં સરકારી નોકરી માટે તૈયારી કરી રહેલા યુવાનો માટે સારા સમાચાર આવ્યા છે.


કોવિડને લગતા તમામ લેટેસ્ટ અપડેટ અહીં વાંચો

કોરોના કેસ ઘટતા ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ભરતી પરીક્ષાઓને લઈને મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. મહત્વનું છે કે અગાઉ અનેક ભરતી પરીક્ષાના ફોર્મ ભરાઈ ગયા હતા પરતું કોરોના કેસ વધતા પરીક્ષાઓ મોકૂફ રાખવામાં આવી હતી. પરતું GPSCની પરીક્ષાની તૈયારી કરતા લોકો માટે સારા સમાચાર આવ્યા છે.

કોરોનાના કેસ વધતા ભરતી પ્રક્રિયા અટકાવી દેવાઇ

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના ચેરમેન દિનેશ દાસાએ જણાવ્યું કે જે સરકારી વિભાગોમાં જગ્યાઓ ખાલી પડી હતી એમાં ભરતી કરવા માટે GPSC એ કેલેન્ડર જાહેર કર્યું હતું અને મોટી સંખ્યામાં પરીક્ષાઓ જાહેર કરી દીધી હતી અને તેના ફોર્મ ભરવાની પ્રક્રિયા પણ પૂરી કરી દેવામાં આવી હતી, પરંતુ રાજ્યમાં કોરોનાના કેસ વધતાં સંક્રમણ ફેલાતું અટકાવવા માટે લોકોની સુરક્ષાને ધ્યાને લઇને પરીક્ષાઓ અટકાવી દેવામાં આવી હતી. પરતું હવે સદનસીબે હાલમાં રાજ્યમાં કોરોનાના કેસ ઘટી રહ્યા છે અને આગામી મહિનામાં રાજ્યમાં 1 હજારથી ઓછા કેસ નોંધાશે તેવી આશા સેવાઇ રહી છે ત્યારે જીપીએસસી પણ જૂન મહિનાથી ભરતી પરીક્ષા શરૂ કરવાની આયોજન કરી રહ્યું છે.

અગાઉ ફોર્મ ભરાયા છે તેમને ચિંતા કરવાની જરૂર નથી

આગામી જૂન મહિનાથી વિવિધ પરીક્ષાઓ યોજવાની તૈયારી શરૂ થનાર છે જેમાં અગાઉ ફોર્મ ભર્યા છે તે વયમર્યાદા માન્ય ગણવામાં આવશે પોણા બે વર્ષથી ભરતી પ્રક્રિયા અટકતા કેટલાક યુવાઓમાં એ વાતની ચિંતા હતી કે ફોર્મ ભરતી વખતે પોતે વયમર્યાદામાં હતા પરંતુ પોણા બે વર્ષનો સમય વીતી જતા તેમની ઉંમર હાલમાં વધી ગઇ છે તો આવા ઉમેદવારોએ ચિંતા કરવાની જરૂર નથી, અગાઉ જે ફોર્મ ભરાઇ ગયા છે તે ઉમેદવારની અત્યારે ઉંમર વયમર્યાદા કરતાં વધી ગઇ હશે તો તે ઉમેદવારો પણ પરીક્ષા આપી શકશે.

આ જગ્યાઓ માટે ભરતી પરીક્ષા

  • ફોરેસ્ટ ઓફિસર
  • આસિસ્ટન્ટ ઈજનેર GMC
  • પોલીસ ઈન્સ્પેક્ટર (ફિઝિકલ)
  • વર્ગ-1 અને 2(મેઈન્સ)
  • એસટીઆઈ (મેઈન્સ)
  • ઓફિસ આસિસ્ટન્ટ વર્ગ- 3
  • ખેતી અધિકારી વર્ગ 2
  • એઆરટીઓ
  • સંશોધન અધિકારી વર્ગ-2
  • ટેક્નિકલ પોસ્ટની અન્ય 12 પરીક્ષા
Disclaimer

Disclaimer

This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt Publisher: VTV Gujarati

#Hashtags