GSTV

1.3M Followers

OMG! આ છે વિશ્વનો સૌથી મોટો પ્રાણી, એક વખતમાં ખાય છે હજારો માછલી, 33 હાથીઓ બરાબર છે વજન

29 May 2021.4:01 PM

Last Updated on May 29, 2021 by Bansari

વિશ્વનો સૌથી મોટો પ્રાણી આટલો મોટો છે કે હાથી પણ તેની સામે ઠીંગણુ લાગે. આ સાંભળીને તમે આશ્ચર્યચકિત થઇ ગયા હશો, પરંતુ આવો એક પ્રાણી અત્યારે પણ દુનિયામાં છે. આ પ્રાણી એન્ટાર્કટિક બ્લૂ વ્હેલ છે. આ એ સ્તનધારી પ્રાણી છે, જેને બચાવવાના પ્રયાસો થઇ રહ્યા છે. આ ધરતી પર એકલો એવો પ્રાણી છે, જે આકારમાં દરેકને પાછળ કરી દે છે.

કાર જેટલુ હ્રદયનું વજન

એક બ્લૂ વ્હેલનું વજન અંદાજે 400,000 હોય છે, એટલે કે 33 હાથીના વજન સમાન એક વ્હેલ હોય છે.

તેની લંબાઈ કેટલી હોય છે, તેને જાણી તમે અચંભિત થઇ જશો. એક બ્લૂ વ્હેલ બ્રાઝીલના રિયો ડિ જિનેરિયામાં સ્થિત ક્રાઇસ્ટના સ્ટેચ્યૂ બરાબર છે એટલે એક વ્હેલની લંબાઈ 98 ફૂટ જેટલી હોય છે. ક્રાઇસ્ટના સ્ટેચ્યુને વર્લ્ડ રેકોર્ડમાં જગ્યા મળી છે. તેનું હ્રદય કોઈ નાની કાર જેટલુ હોય છે.

બ્લૂ વ્હેલ ફીડિંગના સમયે દરરોજ 3600 નાની માછલીઓ ગ્રહણ કરી જાય છે. તમને જાણીને નવાઈ લાગશે કે બ્લૂ વ્હેલનું આકાર ડાયાનાસોર કરતા પણ મોટું હોય છે. ડાયનાસોરના સૌથી મોટા હાડપિંજરની લંબાઈ અંદાજે 27 મીટર છે, પરંતુ બ્લૂ વ્હેલની લંબાઈ 30 મીટર અથવા તેનાથી વધુ હોઇ શકે છે. બ્લૂ વ્હેલની જીભનું વજન એક હાથી સમાન હોય છે. બ્લૂ વ્હેલના માથાની લંભાઈ 5.8 મીટર માપવામાં આવી છે.

જેટ એન્જીન કરતા પણ વધારે અવાજ

બ્લૂ વ્હેલની અવાજ પણ વિશ્વમાં સૌથી તેજ છે. બ્લૂ વ્હેલની અવાજ જેટ એન્જીન કરતા વધારે છે. એક જેટ એન્જીન 140 ડેસીબલની અવાજ જ પેદા કરી શકે છે, જ્યારે બ્લૂ વ્હેલ એક વખતમાં 188 ડેસિબલ સુધીની ધ્વની ઉત્પન્ન કરી શકે છે. તેની ધીમી અવાજ પણ દૂર સુધી સંભળાઇ શકે છે.

કહેવાય છે કે બીજી બ્લૂ વ્હેલને આકર્ષિત કરવા માટે તે ઓછી ફ્રિક્વેન્સીમાં અવાજ કાઢે છે. બ્લૂ વ્હેલના ઉત્તર એટલાન્ટિક મહાસાગર અને નોર્થ પેસિફિક સિવાય દક્ષિણ સાગર, હિંદ મહાસાગર અને દક્ષિણ પ્રશાંત મહાસાગરમાં જોઇ શકાતો સૌથી મોટો પ્રાણી છે.

જોખમમાં છે આ પ્રાણી

વર્લ્ડ વાઇલ્ડ લાઇફ ઓર્ગેનાઇઝેશન એટલે કે ડબ્લૂડબ્લૂએફ મુજબ બ્લૂ વ્હેલ પર હાલ જોખમ તોળાઇ રહ્યુ છે. એન્ટાર્કટિકા પર કોમર્શિયલ એક્ટિવિટીઝના કારણે વ્હેલ હવે જોખમમાં આવી ગઈ છે અને દિવસેને દિવસે તેની વસ્તી ઘટી રહી છે. વર્ષ 1904માં દક્ષિણ એટલાન્ટિક મહાસાગર પર કોમર્શિયલ વ્હેલિંગ શરૂ થઈ હતી.

વર્ષ 1960માં ઇન્ટરનેશનલ વ્હેલિંગ કમિશન તરફથી કાયદાકિય સુરક્ષા આપ્યા પછી પણ આ ગતિવિધી જારી હતી. વર્ષ 1972 સુધી વ્હેલનો ગેરકાયદેસર રીતે શિકાર થતો હતો. વર્ષ 1926માં 1,25,000 બ્લૂ વ્હેલ હતી, તે વર્ષ 2018 સુધીમાં માત્ર 3000 રહી ગઇ હતી. ત્યારબાદ આ પ્રાણીને સંવેદનશીલ ઘોષિત કરવામાં આવ્યો હતો.

Last Updated on May 29, 2021 by Bansari

Disclaimer

Disclaimer

This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt Publisher: GSTV

#Hashtags