સંદેશ

1.5M Followers

પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજનાનો ઉઠાવી લો ફાયદો, ખુબજ ઓછુ પ્રીમિયમ અને મોટો ફાયદો

30 May 2021.09:01 AM

જો તમારી પાસે બેંકમાં ખાતું નથી, તો તરત જ ખોલાવી લો કારણ કે વીમા કંપનીઓ સાથે મળીને કોવિડ 19 મહામારીમાં નાણાકીય સહાય મળી શકે છે. કોવિડ 19 રોગચાળા દરમિયાન 2 લાખ રૂપિયાનું વીમા કવર મેળવી શકો છો. મોદી સરકારે ખુબજ ઓછા પ્રીમિયમમાં પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના શરૂ કરી છે આ વીમા પોલિસીની ખાસ વાત એ છે કે તેનું પ્રીમિયમ ખુબજ ઓછુ છે.PMJJBYમાં 55 વર્ષસુધી કવર મળી રહ્યું છે. તમે આ વીમાનો લાભ મેળવી શકો છો જો તમારૂ બેંકમાં saving account હોય.

આ યોજનાનો કેવી રીતે ઉઠાવશો ફાયદો
પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના દરેક ભારતીય માટે છે. આમાં 18 થી 50 વર્ષના પુખ્ત વયના લોકોનો સમાવેશ થઈ શકે છે.


કોવિડને લગતા તમામ લેટેસ્ટ અપડેટ અહીં વાંચો

પ્રધાન મંત્રી જીવન જ્યોતિ વીમા યોજનામાં 330 રૂપિયા ખાતામાંથી કાપવામાં આવશે, જે વાર્ષિક પ્રીમિયમ છે. તમને આનાથી એક વર્ષ સુધી વીમા કવચ મળશે.

યોજનામાં શું છે ખાસ
પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજનાનું વાર્ષિક પ્રીમિયમ ફક્ત 330 રૂપિયા છે. 2 લાખ રૂપિયાનું વીમા કવર મળે છે. દર વર્ષે તેને રિન્યુ કરવું પડશે. વીમાને રિન્યુ કરતા પહેલા પહેલાં બેંક રિમાઇન્ડર મોકલે છે કે શું તમારે આ વીમો ચાલુ રાખવો છે કે નહીં. વીમાની મુદત 1 જૂનથી 31 મે છે. દર વર્ષે મે મહિનામાં, તેના માટે 330 રૂપિયાનું પ્રીમિયમ ચૂકવવું પડે છે. પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજનામાં 55 વર્ષની વય સુધી Life cover ઉપલબ્ધ છે.

જો આ દરમિયાન કોઇ અઘટીત બનાવ બને તો નોમીને વીમાની રકમ મળે છે. ખાસ વાત એ છે કે કોરોના થયેલ વ્યક્તિનો પણ આ વીમા કવરમાં સમાવેશ થાય છે. કોઈપણ કારણોસર વીમાદાતાનું મૃત્યુ થાય તો નોમિનીને 2 લાખ રૂપિયાનું કવર મળે છે. તેનું વાર્ષિક પ્રીમિયમ 330 રૂપિયા છે. 18 થી 50 વર્ષની ઉંમર ની વ્યક્તિ આ યોજનાનો લાભ લઈ શકે છે

Disclaimer

Disclaimer

This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt Publisher: Sandesh

#Hashtags