સંદેશ

1.5M Followers

ખગોળીય ઘટના: આજે બપોરે આટલા વાગ્યે તમારો પડછાયો થોડીક ક્ષણો માટે થઇ જશે ગાયબ!

30 May 2021.09:38 AM

તમારી સાથે રહેતો પડછાયો પણ ક્યારેક ગાયબ થઈ શકે છે જો એવું કહીએ તો તમને કદાચ વિશ્વાસ નહીં થાય, પરંતુ આ હકીકત છે. અવકાશમાં એવી એવી ખગોળીય ઘટના જોવા મળે છે જે જાણીને તમને પણ નવાઇ લાગશે જશો. આવી જ એક ખગોળીય ઘટના વર્ષમાં બે વાર જોવા મળે છે જેને 'ઝીરો શેડો ડે' કહેવાય છે. જેમાં અમુક ક્ષણ સુધી તમારો પડછાયો પણ તમારો સાથ છોડી દેશે.

ગુજરાત સરકારના વિજ્ઞાન વિભાગના પેટા વિભાગ ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેક્નોલોજી, ગાંધીનગર દ્વારા લોક વિજ્ઞાન કેન્દ્રો સ્થાપિત કરવામાં આવ્યા છે તેના અંતર્ગત ભાવનગર જિલ્લામાં ગણિત, વિજ્ઞાન, ટેકનોલોજી અને ખગોળ વિજ્ઞાન વિગેરેનો સૈધાંતિક અને પ્રાયોગિક પ્રચાર-પ્રસાર દ્વારા લોક ભોગ્ય બનાવવા હેતુ કલ્યાણ ફાઉન્ડેશન ટ્રસ્ટ, ભાવનગર પ્રેરિત GUJCOST માન્ય કલ્યાણ પ્રાદેશિક લોક વિજ્ઞાન કેન્દ્ર, ભાવનગર વર્ષ 2002થી કાર્યરત છે.

'ઝીરો શેડો ડે' એટલે કે વર્ષમાં બે વખત અવકાશમાં સૂર્ય તેના ઉચ્ચતમ સ્થાને પહોંચે ત્યારે અમુક ક્ષણો પૂરતો પડછાયો સાથ છોડી દે છે, જેને ઝીરો શેડો દિવસ તરીકે ઓળખવામાં આવે છે. સુર્યની આજુબાજુ પૃથ્વી પરિભ્રમણ દરમિયાન 23.5 ડીગ્રીની ધરી સાથે પરિભ્રમણ કરે છે તેથી જ આપણને ઋતુઓ અનુભવાય છે આનો અર્થ એ પણ છે કે સૂર્ય, તેના ઉચ્ચતમ તબક્કે દક્ષિણ વિષુવવૃત્ત ની દિશામાં અને એક વર્ષમાં ફરી (દક્ષિણાયન) અમુક ચોક્કસ અંતરે +23.5(ઉત્તરાયન) અને -23.5(દક્ષિણાયન) ડિગ્રી અક્ષાંશ વચ્ચેના બે અયન બિંદુઓ એ સમપ્રકાશીય હોય છે આથી વર્ષ માં બે વખત અમુક સેકન્ડ્સ માટે પડછાયો ગાયબ થઇ જાય છે.

ભાવનગરમાં આ ઘટના 30 મે 2021 ના રોજ 12:39 કલાકે તથા 13 જુલાઇ 2021 ના રોજ 12:47 કલાકે માણી શકાશે. હાલની પરિસ્થિતિમાં ઘરે રહીને પણ લોકો આ અવકાશીય ઘટનાના સાક્ષી બની શકે અને તેની પાછળનું વૈજ્ઞાનિક તથ્ય સમજી શકે તેવા હેતુથી વિશેષ માહિતી સાથે કલ્યાણ પ્રાદેશિક લોક વિજ્ઞાન કેન્દ્ર,ભાવનગર દ્વારા તા.30 મે ,2021ને રવિવારના રોજ YouTube ચેનલ krcscbhavnagar પર લાઇવ કરવામાં આવશે, રસ ધરાવતા વ્યક્તિઓએ લોક વિજ્ઞાન કેન્દ્ર , ભાવનગરની વેબસાઈટ www.krcscbhavnagar.org / current events પર તા.30/5/2021 બપોરે 12 કલાક સુધીમાં પોતાના નામની નોંધણી કરવાની રહેશે.

Disclaimer

Disclaimer

This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt Publisher: Sandesh

#Hashtags