GSTV

1.3M Followers

ગુજરાતમાં બાળકો કોરોનામુક્ત? : મોદી સરકારે બાળકોની સુરક્ષાને ધ્યાને લઈ પરીક્ષાઓ રદ કરી રૂપાણી સરકારે કરી જાહેર, ઉતાવળ ભારે પડી

01 Jun 2021.8:10 PM

Last Updated on June 1, 2021 by Dhruv Brahmbhatt

કેન્દ્ર સરકારે કોરાના કાળને ધ્યાને રાખી સમગ્ર દેશમાં CBSE ની પરીક્ષા રદ કરી છે. હવે ઉતાવળમાં ધોરણ 12નો કાર્યક્રમ જાહેર કરી દેનાર રૂપાણી સરકાર ભરાઈ પડી છે. મોદીએ સ્પષ્ટ કહ્યું છે કે, 'પરીક્ષા કરતા અત્યારે વિદ્યાર્થીઓનું સ્વાસ્થ્ય વધારે મહત્વનું છે.' તો ગુજરાતમાં બાળકો કોરોનાપ્રૂફ થઈ ગયા છે તેવા સવાલો ઉઠ્યા છે. બોર્ડની પરીક્ષા દરમિયાન બાળકોને ચેપ લાગે તો એના માટે જવાબદાર કોણ? દેશમાં ત્રીજી લહેરમાં બાળકો સૌથી વધારે ભોગ બનવાની આગાહી છતાં રૂપાણી સરકારે 4 લાખ બાળકોના સ્વાસ્થ્યના ભોગે પરીક્ષાઓ કરવાનો નિર્ણય લીધો છે. હવે આ નિર્ણય રૂપાણી સરકારને ભારે પડે તેવી સંભાવના છે.


કોવિડને લગતા તમામ લેટેસ્ટ અપડેટ અહીં વાંચો

વડાપ્રધાન, સંરક્ષણ મંત્રી તથા અન્ય વરિષ્ઠ મંત્રીઓ સાથેની બેઠકમાં આ નિર્ણય લેવાયો છે. જો કે, બીજી તરફ ગુજરાત સરકારે ઉતાવળ કરીને આજે CBSE ની પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કરી દીધો હતો. હજુ તો એ કાર્યક્રમ જોઈને વિદ્યાર્થીઓ તૈયારી શરૂ કરે એ પહેલાં જ કેન્દ્ર સરકારે ગુજરાતની ઉતાવળ પર પાણી ફેરવી દીધું છે.

નોંધનીય છે કે, એક તરફ હજુ પણ સમગ્ર દેશમાંથી કોરોનાના કેસો હજુ ઘટ્યા નથી. ત્યારે કેન્દ્ર સરકારે વિદ્યાર્થીઓના હિતમાં મહત્વનો નિર્ણય કર્યો છે. ત્યારે અહીં સવાલ એ ઊભો થાય છે કે, જો કેન્દ્ર સરકાર CBSE ની પરીક્ષા કેન્સલ કરે તો પછી ગુજરાત સરકાર શા માટે વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય ના લઇ શકે. કારણ કે હજુ તો દેશમાં બીજી લહેર ગઇ નથી ત્યાં તો ત્રીજી લહેરના પણ ભણકારા વાગી રહ્યાં છે. એવી સ્થિતિમાં જો વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા જાય અને હજુ તો ગુજરાતમાં ધીરે-ધીરે માંડ માંડ કેસ ઓછાં થઇ રહ્યાં છે ત્યાં તો એકાએક જો કેસો વધી જશે તો કોણ જવાબદાર રહેશે.

ગુજરાત સરકારે ધોરણ 10 ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપ્યું છે તો બીજી બાજુ ધોરણ 12ના વિદ્યાર્થીઓની જો પરીક્ષા ચાલુ રાખવામાં આવશે તો સંક્રમણ વધારે ફેલાઇ શકવાની શક્યતા છે. કારણ કે ખુદ વડાપ્રધાન મોદીએ જ CBSE ની પરીક્ષા કેન્સલ કરતા જણાવ્યું કે, 'પરીક્ષા કરતા અત્યારે વિદ્યાર્થીઓનું સ્વાસ્થ્ય વધારે મહત્વનું છે.' તો પછી રૂપાણી સરકાર શા માટે ઉતાવળ કરી રહી છે.

તમને જણાવી દઇએ કે, હાલમાં સમગ્ર ગુજરાતમાં કોરોનાના કુલ કેસો 8 લાખને પાર છે અને મોતની સંખ્યા પણ 9 હજારને પાર છે તો જ્યારે એક બાજુ ધીરે-ધીરે કેસો ઘટી રહ્યાં છે એવામાં રૂપાણી સરકાર શા માટે વિદ્યાર્થીઓના સ્વાસ્થ્યને જોખમમાં મૂકી રહી છે. તેને લઇને અનેક સવાલો અહીં ઊભા થઇ રહ્યાં છે કે, જો કેન્દ્ર સરકાર CBSE ની પરીક્ષા કેન્સલ કરી શકે તો શું ગુજરાત સરકાર વિદ્યાર્થીઓની પરીક્ષા મોડી ના લઇ શકે? શું સરકાર વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય અંગે વિચાર ના કરી શકે? કારણ કે વિદ્યાર્થીઓ એ દેશનું ભવિષ્ય છે જેથી જો આવા કોરોનાકાળમાં જો તેઓના સ્વાસ્થ્ય સાથે જોખમ ખેડવામાં આવે તો બની શકે કે તેની વાલીઓ પર પણ વિપરિત અસર થઇ શકે છે. જો કે હવે શું કેન્દ્ર સરકારના નિર્ણય બાદ રૂપાણી સરકાર પણ ધોરણ 12ના વિદ્યાર્થીઓની પરીક્ષા રદ કરશે કે કેમ તેને લઇને અનેક સવાલો ઊભા થઇ રહ્યાં છે.

ધોરણ 10 અને ધોરણ 12 માંના બોર્ડની પરીક્ષાનું ટાઈમ ટેબલ થયું જાહેર

કોરોના મહામારી વચ્ચે ધોરણ-12ની પરીક્ષા સમયસર યોજી શકાઈ નથી. પરંતુ શિક્ષણ બોર્ડે હવે પહેલી જુલાઇથી કોરોનાની ગાઇડ લાઇનના પાલન સાથે લેવાનો નિર્ણય લીધો છે. અને હવે પરીક્ષાનું ટાઈમટેબલ જાહેર કર્યું છે. તમામ પરીક્ષા બે ભાગમાં લેવામાં આવશે. સાયન્સમાં 1 જુલાઈએ પહેલું પેપર ફિઝિક્સનું જ્યારે સામાન્ય પ્રવાહમાં પહેલું પેપર એકાઉન્ટનું રહેશે. આ પરીક્ષા 1 જુલાઈથી 16 જુલાઈ સુધી ચાલશે. સાયન્સના ટાઈમટેબલ પર નજર કરીએ તો પહેલી જુલાઈએ ફિઝિક્સ, ત્રીજી જુલાઈએ કેમેસ્ટ્રી, પાંચમી જુલાઈએ બાયોલોજી, છઠ્ઠી જુલાઈએ ગણિત, આઠ જુલાઈએ અંગ્રેજી અને 10 જુલાઈએ ભાષાની પરીક્ષા લેવાશે.

હવે સામાન્ય પ્રવાહના ટાઈમટેબલ પર નજર કરીએ તો પહેલી જુલાઈએ એકાઉન્ટ, બીજી જુલાઈએ આંકડાશાસ્ત્ર, ત્રીજી જુલાઈએ તત્વજ્ઞાન, પાંચમી જુલાઈએ વાણિજ્ય વ્યવસ્થા, છઠ્ઠી જુલાઈએ અર્થશાસ્ત્ર, સાતમી જુલાઈએ ભાષાની પરીક્ષા, આઠ જુલાઈએ મનોવિજ્ઞાન, નવ જુલાઈએ ભૂગોળ, 10 જુલાઈએ બીજી ભાષા હિંદી, 13 જુલાઈએ સમાજશાસ્ત્ર, 14 જુલાઈએ બીજી ભાષા ગુજરાતી, અંગ્રેજી, 15 જુલાઈએ કોમ્પ્યુટર પરિચય, 16 જુલાઈએ સંસ્કૃતની પરીક્ષા લેવાશે. આમ પહેલી જુલાઈથી 16 જુલાઈ સુધી પરીક્ષાઓ ચાલશે. ધોરણ 12 સાયન્સમાં 1.40 લાખ અને સામાન્ય પ્રવાહમાં 5.43 લાખ મળીને કુલ 6.83 લાખ વિદ્યાર્થીઓ નોંધાયા છે.

CBSE બોર્ડની પરીક્ષા મુદ્દે PM નરેન્દ્ર મોદીની અધ્યક્ષતા હેઠળ એક મહત્ત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી

નોંધનીય છે કે, સીબીએસઈ બોર્ડની પરીક્ષાઓ મુદ્દે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતા હેઠળ એક મહત્ત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં વડાપ્રધાન મોદી દ્વારા સીબીએસઈ ધોરણ 12ની પરીક્ષાઓ રદ કરવાનો નિર્ણય લીધો હતો. કોરોના સંકટને કારણે બાળકોના સ્વાસ્થ્યના જોખમને ધ્યાને લેતા પરીક્ષોઓ રદ કરવાનો નિર્ણય લેવાયો હતો. વડાપ્રધાન મોદીએ બેઠકમાં કહ્યું હતું કે, કેન્દ્ર સરકારની પ્રાથમિકતા હાલ બાળકોની સુરક્ષા છે. બેઠકમાં રક્ષા મંત્રી રાજનાથ સિંહ અને કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકર પણ હાજર રહ્યાં હતા. આ ઉપરાંત શિક્ષા મંત્રાલયના બંને સચિવ અને સીબીએસઈના ચેરમેન પણ બેઠકમાં સામેલ થયા હતાં.

તાજેતરમાં ધો. 12 સાયન્સના 1.40 લાખ અને 5.43 લાખ સામાન્ય પ્રવાહના મળીને કુલ 6.83 લાખ વિદ્યાર્થીની લેખિત પરીક્ષા આગામી તા.1 જુલાઇથી કોરોનાની ગાઇડ લાઇનના પાલન સાથે લેવાનો નિર્ણય લીધો છે. આજે પરીક્ષાનું ટાઈમ ટેબલ પણ જાહેર કરવામાં આવ્યું છે. તમામ પરીક્ષા બે ભાગમાં લેવામાં આવશે. સાયન્સમાં 1 જુલાઈએ પહેલું પેપર ફિઝિક્સનું જ્યારે સામાન્ય પ્રવાહમાં પહેલું પેપર એકાઉન્ટનું રહેશે. આ પરીક્ષા 1 જુલાઈથી 16 જુલાઈ સુધી ચાલશે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

Last Updated on June 1, 2021 by Dhruv Brahmbhatt

Disclaimer

Disclaimer

This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt Publisher: GSTV

#Hashtags