VTV News

1.2M Followers

Surya Grahan 2021 / આજે વર્ષનું પહેલું સૂર્યગ્રહણ, જાણો કયા શહેરોમાં જોઈ શકાશે અને શું રહેશે સમય

10 Jun 2021.07:46 AM

સૂર્યગ્રહણ ભારતીય સમયાનુસાર સાંજે લગભગ 6.41 મિનિટે ખતમ થશે, વિશ્વમાં અનેક સંગઠન સૂર્યગ્રહણની ઘટનાને લાઈવ કરશે.

  • આજે વર્ષનું પહેલું સૂર્યગ્રહણ
  • જાણો કયા શહેરોમાં જોઈ શકાશે અને શું રહેશે સમય
  • ભારતમાં યોજાશે આંશિક સૂર્યગ્રહણ, નહીં લાગૂ પડે સૂતક

આ વર્ષનું પહેલું સૂર્યગ્રહણ આજે યોજાઈ રહ્યું છે. આ વલયાકાર સૂર્યગ્રહણ રહેશે. આ ખગોળીય ઘટના ત્યારે થાય છે જ્યારે સૂર્ય, ચંદ્ર અને પૃથ્વી એક સીધી રેખામાં આવે છે. આજે થનારું આ સૂર્યગ્રહણ દુનિયાના અનેક દેશમાં રિંગ ઓફ ફાયરના રૂપમાં જોવા મળશે.

આ ગ્રહણ સમયે ચંદ્રની થાયા સૂર્યને લગભગ 94 ટકા ઘેરી લેશે. આ કારણે સૂરજ હીરાની વીંટીની જેમ ચમકતો દેખાશે. વિજ્ઞાનની ભાષામાં તેને રિંગ ઓફ ફાયર કહેવાય છે.

જાણો ભારતમાં ક્યાં દેખાશે સૂર્યગ્રહણ અને શું રહેશે સમય
આજે સૂર્યગ્રહણ ભારતમાં ફક્ત અરુણાચલ પ્રદેશ અને લદ્દાખના કેટલાક ભાગમાં સૂર્યાસ્તના સમય પહેલા દેખાશે. એમ પી બિરલા તારામંડલના નિર્દેશક દેબીપ્રસાદ દુરઈએ કહ્યું કે સૂર્યગ્રહણ ભારતમાં અરુણાચલ પ્રદેશ અને લદ્દાખના કેટલાક ભાગમાં જોઈ શકાશે. અહીં દિબાંગ વન્યજીવ અભ્યારણ્યની પાસે સાંજે 5.52 મિનિટે ખગોળીય ઘટના જોઈ શકાશે. લદ્દાખના ઉત્તરી ભાગમાં સાંજે 6.15 મિનિટે સૂર્યાસ્ત થશે અને સાંજે 6 વાગે સૂર્યગ્રહણ જોઈ શકાશે.

દુનિયાના અન્ય ભાગમાં આ સમયે જોવા મળી શકે છે સૂર્યગ્રહણ
આ સૂર્યગ્રહણ ઉત્તરી અમેરિકા, યૂરોપ અને એશિયાના મોટા વિસ્તારોમાં સૂર્યગ્રહણ જોઈ શકાશે. ભારતીય સમયાનુસાર 11.42 મિનિટે આંશિક સૂર્યગ્રહણ થશે અને આ બપોરે 3.30 મિનિટે વલયાકાર રૂપ લેવાનું શરૂ કરશે. સાંજે 4.52 મિનિટ સુધી આકાશમાં સૂર્ય અગ્નિ વલયની જેમ આકાર લેશે.

ભારતમાં માન્ય નથી ગ્રહણ
સૂર્યગ્રહણ ભારતીય સમયાનુસાર સાંજે લગભગ 6.41 મિનિટે ખતમ થશે. વિશ્વમાં અનેક સંગઠન સૂર્યગ્રહણની ઘટનાના લાઈવ પ્રસારણની વ્યવસ્થા કરી રહ્યા છે. આ વખતે સૂર્યગ્રહણ કોરોના કાળમાં પડી રહ્યું છે. ભારતમાં આ ગ્રહણ આંશિક રીતે જોવા મળશે. આ માટે ગ્રહણ કાળ માન્ય રહેશે નહીં. અમેરિકાના ઉત્તરી ભાગ, યૂરોપ અને એશિયામાં પણ આંશિક ગ્રહણ જોવા મળશે. પૂર્ણ ગ્રહણ ઉત્તરી કેનેડા, ગ્રીનલેન્ડ અને રશિયામાં જોવા મળશે.

Disclaimer

Disclaimer

This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt Publisher: VTV Gujarati

#Hashtags