TV9 ગુજરાતી

410k Followers

7th pay Commission : જાણો DA માં વધારા બાદ કેન્દ્રીય કર્મચારીઓના પગારની ગણતરી કેવી રીતે કરવામાં આવે છે, શું હોય છે Fitment Factor?

11 Jun 2021.1:33 PM

7th pay Commission : કેન્દ્ર સરકારે તાજેતરમાં તેના કર્મચારીઓ અને પેન્શનરો માટે મોંઘવારી ભથ્થું વધારવાની જાહેરાત કરી છે. 1 જુલાઈથી કેન્દ્રીય કર્મચારીઓને વધારાનો પગાર મળશે જેમાં તેમને 17 ટકાને બદલે 28 ટકાના મોંઘવારી ભથ્થાનો લાભ મળશે. હાલમાં 52 લાખ કેન્દ્રીય કર્મચારીઓ માટે ફીટમેન્ટ ફેક્ટર(fitment factor) ચર્ચાનો વિષય છે. આ એકફોર્મ્યુલા છે જેના આધારે કેન્દ્રીય કર્મચારીઓના પગાર નક્કી થાય છે.

કેન્દ્રીય કર્મચારીઓનો મોંઘવારી ભથ્થું 17 ટકાથી વધીને 28 ટકા થઈ શકે છે. આ વધારામાં જાન્યુઆરીથી જૂન 2020 સુધીના DA માં 3 ટકાનો વધારો, જુલાઈથી ડિસેમ્બર 2020 માં 4 ટકાનો વધારો અને જાન્યુઆરીથી જૂન 2021 માં 4 ટકાનો વધારો શામેલ છે.

તેનો અર્થ એ કે કુલ DA ગણતરી (17 + 4 + 3 + 4) 28 ટકા થશે

આ રીતે ગણતરી થાય છે
ફીટમેન્ટ ફેક્ટર પગારની ગણતરીમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. 7 મા પગાર પંચ માટે આ ફિટમેન્ટ ફેક્ટર 2.57 રાખવામાં આવ્યું છે. જો ઉદાહરણ સાથે સમજવું સરળ રહેશે. દાખલ તરીકે કોઈ વ્યક્તિની બેઝિક સેલેરી 10000 રૂપિયા છે તો પછી મંથલી બેઝિક સેલેરી પે રૂ 25700 (10000 × 2.57) થશે. મંથલી બેઝિક સેલેરી બાદ તેમાં ઘણા પ્રકારનાં ભથ્થા શામેલ થાય છે. આમાં ડિયરનેસ એલાઉન્સ, ટ્રાવેલ એલાઉન્સ, મેડિકલ રિ-ઇમ્બર્સમેન્ટ જેવા ભથ્થાઓ શામેલ છે. આ સંપૂર્ણ ગણતરી કર્યા પછી બેઝિક સેલેરી અને કુલ માસિક પગાર નક્કી કરવામાં આવે છે.

કેન્દ્ર સરકારના લાખો કર્મચારીઓ કે જેઓ આતુરતાપૂર્વક મોંઘવારી ભથ્થું (DA ) માં વધારો થવાની રાહ જોઈ રહ્યા છે તેઓને 1 જુલાઇથી પગાર વધારો મળશે. સરકારે સંસદમાં પહેલેથી જ કહ્યું છે કે તેમનો અટકેલ મોંઘવારી ભથ્થું (DA) અને મોંઘવારી રાહત (DR) 1 જુલાઈ 2021 થી મળશે

હાલમાં કેન્દ્રીય કર્મચારીઓના પગારના મેટ્રિક્સ અનુસાર લઘુત્તમ પગાર રૂ 18000 છે. હાલના પગાર મેટ્રિક્સ પર 15 ટકા મોંઘવારી ભથ્થું ઉમેરવાની અપેક્ષા છે. તેથી હાલના પગારના મેટ્રિક્સ પર દર મહિને રૂ 2,700 સીધા DA તરીકે પગારમાં ઉમેરવામાં આવશે. આમ, વાર્ષિક ધોરણે કુલ મોંઘવારી ભથ્થું રૂ 32400 વધશે. ગયા વર્ષે કોરોનાને કારણે સરકારે કર્મચારીઓ અને પેન્શનરોનું મોંઘવારી ભથ્થું અને મોંઘવારી રાહત અટકાવી હતી, જે વધારો હવે મળવા જઈ રહ્યો છે.

જુલાઈ, 2021 થી ડીએ બહાલ કરવાના નિર્ણયથી કેન્દ્ર સરકારના 50 લાખ કર્મચારીઓ અને 65 લાખથી વધુ પેન્શનરોને લાભ થશે. જો કે, 1 જુલાઇથી ડીએમાં કોઈપણ વધારો તે દિવસથી જ લાગુ થશે મતલબ કે કર્મચારીઓને અગાઉના સમયગાળા માટે ડીએના સુધારણા પર કોઈ બાકી રકમ નહીં મળે.

મોંઘવારી ભથ્થાનો લાભ 1 જુલાઇથી મળશે
સરકારે 1 જુલાઇથી મોંઘવારી ભથ્થું વધારવાનો નિર્ણય લીધો છે. મોંઘવારી ભથ્થામાં વધારાને કારણે કેન્દ્રીય કર્મચારીઓ માટે પ્રોવિડન્ટ ફંડ યોગદાન, ગ્રેચ્યુઇટી યોગદાન પણ વધશે. પ્રોવિડન્ટ ફંડ વિશે વાત કરીએ તો કર્મચારીનું માસિક મૂળભૂત પગાર અને મોંઘવારી ભથ્થું 12 ટકા છે. આમાં જો DA નો હિસ્સો વધશે તો પીએફનું યોગદાન પણ વધશે અને નિવૃત્તિ ભંડોળ વધશે.

fitment factor એટલે શું?
જો આ સવાલ તમારા મનમાં ઉભો થયો છે કે ફિટમેન્ટ ફેક્ટર સાથે પગારનું જોડાણ શું છે?આ માહિતી જાણવી જરૂરી છે કે આ ફોર્મ્યુલાની મદદથી કોઈપણ કર્મચારીના મૂળ પગારની ગણતરી કરવામાં આવે છે. કોઈપણ કર્મચારી માટે, માસિક બેઝિક પગાર કુલ માસિક પગારનો આશરે 50 ટકા હોય છે. ફિટમેન્ટ ફેક્ટર દ્વારા બેઝિક પગારનો ગુણાકાર છે.

The post 7th pay Commission : જાણો DA માં વધારા બાદ કેન્દ્રીય કર્મચારીઓના પગારની ગણતરી કેવી રીતે કરવામાં આવે છે, શું હોય છે Fitment Factor? appeared first on Tv9 Gujarati #1 News Channel.

Disclaimer

Disclaimer

This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt Publisher: Tv9 Gujarati

#Hashtags