VTV News

1.2M Followers

સારા સમાચાર / હવે ડ્રાઈવિંગ લાયસન્સ બનાવવાનું થયું સરળ, RTOમાં આ કામ કરવાની નહીં પડે જરૂર, જાણો પ્રોસેસ

12 Jun 2021.06:56 AM

જો તમે નવું ડ્રાઈવિંગ લાયસન્સ બનાવવા અંગે વિચારી રહ્યા છો, અને RTOની ડ્રાઈવિંગ ટેસ્ટથી બચવા માંગો છો. હવે તમે ડ્રાઈવિંગ ટેસ્ટ આપ્યા વિના જ લાઈસન્સ કઢાવી શકો છો.

  • RTOની ટેસ્ટ વગર મળશે લાયસન્સ
  • ટેસ્ટ આપ્યા વિના જ લાયસન્સ કઢાવી શકો
  • ડ્રાઈવિંગ ટેસ્ટ સેન્ટરમાંથી ટ્રેનિંગ લેવી જરૂરી

ડ્રાઈવિંગ લાયસન્સ બનાવનારા માટે સારા સમાચાર આવ્યા છે. તેમને હવે અનેક ઝંઝટમાંથી મુક્તિ મળી શકે છે. ખાસ કરીને આરટીઓ ઓફિસ જઈને ટ્રાઈવિંગ ટેસ્ટમાંથી પણ. માર્ગ પરિવહન મંત્રાલય પાસેથી માન્યતા પ્રાપ્ત કરેલ ડ્રાઈવિંગ ટેસ્ટ સેન્ટરમાંથી ટ્રેનિંગ લેવી ફરજિયાત છે.

ત્યાર બાદ તમને ત્યાંથી એક સર્ટિફિકેટ આપવામાં આવશે. જેથી તમારે ડ્રાઈવિંગ લાયસન્સ કઢાવતા સમયે ટેસ્ટ આપવાની જરૂર નહિ પડે. આ માન્યતા પ્રાપ્ત કરેલા ટેર્નિંગ સેન્ટર 1 જુલાઈ 2021થી શરૂ કરી દેવામાં આવશે.

દેશમાં થતા અકસ્માતોનું એક કારણ ટ્રેન થયેલા ડ્રાઇવરોનો અભાવ
રોડ મંત્રાલય દ્વારા આ અંગેના આદેશ જાહેર કરી દેવમાં આવ્યો છે. માર્ગ પરિવહન મંત્રાલયના જણાવ્યા અનુસાર, દર વર્ષે દેશમાં થતા અકસ્માતોનું એક કારણ ટ્રેન થયેલા ડ્રાઇવરોનો અભાવ છે. મંત્રાલયના જણાવ્યા અનુસાર હાલમાં દેશમાં આશરે 22 લાખ ડ્રાઈવરોની અછત છે. મંત્રાલયે નક્કી ગાઈડ લાઈનના અનુસાર દેશમાં ટ્રેનિંગ સેન્ટર ખોલવાની પરમિશન આપી છે. ટ્રેનિંગ પૂરી થયા બાદ તેમનો ટેસ્ટ લેવાશે અને તેમાં પાસ થનારાને સેન્ટર તરફથી સર્ટિફિકેટ આપવામાં આવશે. તેના આધારે કોઈ ટેસ્ટ વિના ડ્રાઈવિંગ લાયસન્સ બની જશે.

RTOની પરીક્ષા વગર લાયસન્સ મળશે!

  • માર્ગ પરિવહન મંત્રાલય પાસેથી માન્યતા પ્રાપ્ત કરેલ ડ્રાઈવિંગ ટેસ્ટ સેન્ટરમાંથી ટ્રેનિંગ લેવી જરૂરી.
  • મંત્રાલય એક સર્ટિફિકેટ આપશે તે RTOમાં પણ માન્ય ગણાશે.
  • ડ્રાઈવિંગ લાયસન્સ RTOની ટેસ્ટ વગર મેળવી શકાશે.
  • ડ્રાઈવિંગ ટેસ્ટ આપ્યા વિના જ લાઈસન્સ કઢાવી શકો છો.
  • ડ્રાઈવિંગ લાયસન્સ કઢાવતા સમયે ટેસ્ટ આપવાની જરૂર નહિ પડે.
  • દર વર્ષે દેશમાં થતા અકસ્માતોનું 1 કારણ ટ્રેન થયેલા ડ્રાઇવરોનો અભાવ છે.
  • મંત્રાલયના જણાવ્યા અનુસાર હાલમાં દેશમાં આશરે 22 લાખ ડ્રાઈવરોની અછત છે.
  • તાલીમ કેન્દ્રને મેદાનમાં બે એકર જમીન, ડુંગરાળ વિસ્તારોમાં 1 એકર જમીનની જરૂર.
  • બાયમેટ્રિક હાજરી અને ઇન્ટરનેટ માટે બ્રોડબેન્ડ કનેક્ટિવિટી જરૂરી રહેશે.
Disclaimer

Disclaimer

This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt Publisher: VTV Gujarati

#Hashtags