સંદેશ

1.5M Followers

જેઠ સુદ બીજને શનિવાર ચંદ્ર શુક્રની યુતિ કેવો જશે દિવસ તમારો શું કહે છે તમારૂ રાશિફળ જાણો, Video

12 Jun 2021.06:25 AM

રાશિફળનું આપણા જીવનમાં ખૂબ મહત્વ હોય છે રાશિફળ (Rashifal)થી ભવિષ્યમાં થનારી ઘટનાઓનો આભાસ થાય છે. રાશિફળનું નિર્માણ ગ્રહ ગોચર અને નક્ષત્રની ચાલના આધાર પર કરવામાં આવે છે તો આવો જોઇએ આજનો તમારો દિવસ કેવો રહેશે.

જાણો આપનું આજનું રાશિફળ અને જાણો આપનો આજનો દિવસ કેવો રહેશે. કઇ બાબતોથી થશે આપને ફાયદો અને કોનાથી રહેવું દૂર. સાથે જાણો કે ક્યા કાર્યોમાં થશે પ્રગતી અને કઇ બાબતો વધારશે આપની તકલીફ. આપને ક્યાં રહેશે સાનુકુળતા અને ક્યાં કરવો પડશે ઝંઝાવાતનો સામનો આવો જાણીએ.

વિક્રમ સંવત 2077 જેઠ સુદ બીજ, શનિવાર, પારસી બહમન. મુસ્લિમ જિલ્કાદ.

ચંદ્ર શુક્રની યુતિ. કેવો જશે દિવસ તમારો જાણીલો

મેષ રાશિ
મનની મુરાદ વિલંબથી બર આવે, લાભની તક મળે, મિલન-મુલાકાત સફળ થાય.

વૃષભ રાશિ
વ્યવસાયિક પ્રશ્નો ઉકેલી શકશો, નાણાકીય ક્ષમતા જણાય, ખર્ચ નો પ્રસંગ.

મિથુન રાશિ
સારી તકો હાથ આવી મળે, શત્રુથી સાવધ રહેજો, ટૂંકો પ્રવાસ થાય.

કર્ક રાશિ
સાનુકૂળતા અને ઉત્સાહપૂર્વક સંજોગ જણાય, મકાન-મિલકતના કામ થાય.

સિંહ રાશિ
નોકરિયાતને ઉન્નતિ જણાય, કૌટુંબિક ક્ષેત્રે પ્રતિકૂળતા રહે, સ્નેહીથી મિલન.

કન્યા રાશિ
લાભની આશા ફળે, નાણાકીય ચિંતાનો ઉકેલ મળે, નવીન તક હાલ આવી પડે.

તુલા રાશિ
ખર્ચાળ પ્રસંગો આવે, કૌટુંબિક કાર્ય થાય, અગત્યના પ્રશ્નો હલ થતા જણાય.

વૃશ્ચિક રાશિ
માનસિક બોધરેશન દૂર થાય, ગૃહજીવનની સમસ્યાનો ઉકેલ મળે, ચિંતાનો ઉકેલ મળે.

ધન રાશિ
માનસિક અશાંતિ જણાય, આપનું ધાર્યું થાય નહીં, મહત્ત્વની મુલાકાત લાભદાયી થાય.

મકર રાશિ
આપના પુરુષાર્થનું ફળ વિલંબમાં પડે,, મનની મનમાં રહે, લાભ અટકતો લાગે.

કુંભ રાશિ
તમારા પ્રયત્નો ફળદાયી બને, આપની મુશ્કેલીનો ઉપાય મળે, ધીરજનું ફળ મીઠું મળે.

મીન રાશિ
મહત્વની તક મળે તે ઝડપી લેજો, તમારા પ્રયત્નો ફળે, ખર્ચ-ખરીદીનો પ્રસંગ.

Disclaimer

Disclaimer

This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt Publisher: Sandesh

#Hashtags